This is an introduction of the Vyakaran Vihar Book by Bipin Trivedi sir. He is the author of this book, best seller in Gujarati Vyakaran/Grammar.
સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં પોતાની જાતને સાબિત કરવાના પ્રયત્નો થકી સંઘર્ષ કરી રહેલા મારાં યુવાન ભાઈઓ-બહેનો.
આપની પરીક્ષામાં ખૂબ જ અગત્યના તેવા ગુજરાતી વ્યાકરણના વિષયમાં આપ સારામાં સારા ગુણ મેળવી શકો અને તમામ મુદ્દાઓનું સરળ ભાષામાં શિક્ષકની મદદ વગર પણ પાયામાંથી માર્ગદર્શન મળી રહે, સ્વાધ્યાયમાં વિવિધ પ્રકારના પ્રશ્નોનો અનુભવ પ્રાપ્ત થાય અને ગુજરાતી વિષય તમારી સફળતામાં નિર્ણાયક બની રહે તેવા શુભ હેતુથી વર્ષ-૨૦૧૭માં વ્યાકરણ વિહારની પ્રથમ આવૃત્તિ બહાર પાડી હતી. પુસ્તકની ગુણવત્તા અને વિર્દ્યાર્થીઓની લાગણી અને માંગને કારણે આજે વર્ષ-૨૦૨૦માં પાંચમી આવૃત્તિ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં ગુજરાતી વ્યાકરણ માટેની બેસ્ટ સેલર બુક બની રહી છે.
વ્યાકરણના તમામ મુદ્દાઓની સરળ સમજ સાથે સ્વાધ્યાયના અને અગાઉની પરીક્ષામાં આવેલ ૨૮૦૦ જેટલા પ્રશ્નો તેમજ પાઠ્યપુસ્તક (જૂનાં-નવાં અને દ્રિતીય ભાષાના) ની વિગતોના સંપૂર્ણ સમાવેશ અને સંદિગ્ઘ બાબતોની જરૂરી સ્પષ્ટતા હોવાને કારણે સર્વાઘિક વિદ્યાર્થીપ્રિય બનેલા આ પુસ્તકના પરિચય માટે તેની અનુક્રમણિકા અને શરૂઆતના બે પ્રકરણોની પી.ડી.એફ ફાઈલ આપના માટે મૂકી રહ્યા છીએ. જેથી જેમની પાસે આ પુસ્તક ન હોય તેવા વિદ્યાર્થીઓ પુસ્તકની ગુણવત્તા સમજીને વસાવી શકે.
આપના દ્વારા જરૂરી સૂચનો આવકાર્ય રહેશે. આપ સૌની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના.

સંપાદક: બિપિન પી. ત્રિવેદી

આ પૂસ્તકની પીડીએફ જોવા માટે CLICK HERE

To buy online this book CLICK HERE