• કારોબારી
 • રાજ્ય કારોબારીનો સમગ્ર દોર જેનાં હાથમાં હોય તેને કારોબારી કહે છે.
 • મુખ્ય કારોબારીનાં પ્રકાર :
 • સામન્ય રીતે કારોબારી ને બે પ્રકારમાં વહેંચી શકાય.
 • 1) સંસદીય કારોબારી 2) પ્રમુખિય કારોબારી
 • સંસદીય કારોબારી :-
 • બે સ્વરૂપ જણાય છે. 1) નામમાત્રની કારોબારી, 2)વાસ્તવિક કારોબારી. બ્રિટનમાં રાજા-રાણી કે ભારતનાં રાષ્ટ્રપતિ નામ માત્રની કારોબારી છે. જ્યારે, બ્રિટન કે ભારતના વડાપ્રધાન અને પ્રધાનમંડળ વાસ્તવિક કારોબારી છે. અહીં, મુખ્ય કારોબારી ની રચના ધારાસભા માંથી થાય છે.
 • પ્રમુખીય કારોબારી :
 • પ્રમુખ પદ્ધતિમાં મુખ્ય કારોબારી પ્રમુખ એટલે કે પ્રેસિડેન્ટ અથવા રાષ્ટ્રપતિ છે. તે ચોક્કસ સમય માટે ચુંટાય છે અને મંત્રીમંડળની રચના કરે છે. પરંતુ, મંત્રીઓ ધારાસભાના સભ્યો નથી. પ્રમુખ તથા તેનું મંત્રીમંડળ ધારાસભાને જવાબદાર ગણાતું નથી.
 • પ્રમુખ ધારાસભાનું વિસર્જન કરી શકતા નથી. અમેરિકા આ પ્રકારની શાસન પદ્ધતિનું શ્રેષ્ઠ ઉ.દા. છે.
 • કારોબારીના અન્ય પ્રકારમાં બહુજન કારોબારી છે. આવો વિશિષ્ટ પ્રકાર માત્ર સ્વિત્ઝરલેંડમાં છે. અહીં કારોબારી સાત(7) સભ્યોની પરિષદની બનેલી છે, તે પોતાના માંથી એકને પ્રમુખ અને એકને ઉપપ્રમુખ 1 વર્ષ માટે ચુંટે છે, અને તમામ સભ્યો સમાન ગણાય છે.
 • સંગઠનનાં અભિગમો અને સિદ્ધાંતો
 • મનુષ્ય સામાજીક પ્રાણી છે. તેથી મનુષ્યને સંગઠનમાં રહેવું ગમે છે. કાળક્રમે સંગઠનના જુદા-જુદા પ્રકારો અને અભિગમોનો ઉદ્દ્ભવ થયેલો છે.
 1. વૈજ્ઞાનિક સંચાલન: હેન્રી ટોવને 1886માં અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જીનિયરમાં વૈજ્ઞાનિક સંચાલનનું તત્વજ્ઞાન સમજાવતો નિબંધ રજૂ કર્યો હતો. ત્યારબાદ વિન્સલો ટૅલરે શ્રમિકોની કામ કરવાની ગતિ અને સમયનાં અભ્યાસો દ્રારા શ્રમિકોની કાર્યશક્તિ માપવા બાબતે વૈજ્ઞાનિક ઢબે પ્રયત્ન કર્યો.
 2. અમલદારશાહી વાદ: અમલદારશાહી માટે અંગ્રેજીમાં વપરાતો ‘બ્યુરોક્રેસી’ શબ્દ ફ્રેંચ ભાષામાંથી આવ્યો. ફ્રેંચમાં તેનો મતલબ ‘ડેસ્ક’(ટેબલ) પરથી ચાલતી સરકાર છે. બ્યુરોક્રેસી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 18મી સદીમાં ફ્રેંચ અર્થશાસ્ત્રી વિન્સેન્ટ ડી. ગાર્નેએ કર્યો હતો. અમલદારશાહી ઉપર સૌથી મોટું પ્રદાન જર્મન સમાજશાસ્ત્રી મેક્સવેબરનું ગણાય છે. તેણે આદર્શ પ્રકારની અમલદારશાહીનાં લક્ષણો આપેલા. ત્યારબાદ એફ.એમ.માકર્સે અમલદારશાહીનાં ચાર પ્રકાર ગણાવ્યા છે.
  • વાલી પ્રકાર: તેમાં શાસ્ત્રો પર અપાયેલ આધારો પર નાગરિકોમાંથી કર્મચારીઓની ભરતી થતી. Ex. ચીન, રશિયા
  • જ્ઞાતિગત પ્રકાર: તેમાં ઉચ્ચવર્ગ કે વર્ણનાં લોકોને નાગરિક સેવામાં ભરતી કરાતા. Ex., પ્રાચીન ભારતનાં બ્રાહ્મણો, ક્ષત્રિયો.
  • પેટ્રોનેજ પ્રકાર: આ પ્રકારમાં રાજકીય કૃપા પાત્રોને નાગરિક સેવામાં લેવાતા. બ્રિટન, યુ.એસ.
  • લાયકાત પ્રકાર: આજે દુનિયામાં મોટાભાગના દેશોમાં લાયકાત આધારિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્રારા નાગરિકોને લોકસેવામાં ભરતી કરાય છે.
  • યાંત્રિક વાદ: યાંત્રિકવાદ એ સંગઠનનો પરંપરગત અભિગમ છે. તેમાં સંગઠનનાં કર્મચારીઓના સ્થાન, અધિકાર અને ફરજો નિશ્ચિત કરવાં તથા કર્મચારીઓ ઉપર નિરીક્ષણ અને નિયંત્રણની પ્રણાલીઓનો સમાવેશ થાય છે.
  • માનવ સંશાધન સિદ્ધાંત: ઇલ્ટર્ન મેયોએ સંગઠનનાં હેતુની સિદ્ધિ માટે સહકારને સ્વાભાવિક રીતે પ્રોત્સાહિત કરવા ઉપર ભાર મુક્યો. આ સિદ્ધાંત પ્રમાણે સંચાલને માનવ પરિસ્થિતિને ધ્યાનમાં લેવી જોઇએ. કર્મચારીને પ્રેરણા તથા દિશા આપવી જોઇએ.
  • વર્તનવાદી અભિગમ: વર્તનવાદી અભિગમને વિકસાવવાનું માન હર્બટ સાયમનને ફાળે જાય છે. આ અભિગમ વ્યક્તિનાં વર્તન ઉપર ભાર આપે છે. અને તે માનસિક પરિબળને મહત્વનું ગણે છે.
  • પ્રથા અભિગમ: 1920નાં દાયકામાં જોન બટાલાન્ફીએ પ્રથાના ખ્યાલને જન્મ આપેલો. પ્રથાના પ્રત્યેક ભાગો આંતરિક રીતે પરસ્પર આંતરક્રિયા કરે છે. પ્રથાના એક ભાગમાં પરિવર્તન આવે તો અન્ય ભાગોમાં પણ પરિવર્તન આવે છે. આધુનિક રાજ્ય વહીવટનાં મોટા સંગઠનોનાં અભ્યાસમાં પ્રથા અભિગમ ઉપયોગી છે.
 • સંકલનનો સિદ્ધાંત : સંકલનનો સિદ્ધાંતએ સંગઠન અને સંચાલન માટે પાયાનો સિદ્ધાંત છે. વિભિન્ન ભાગોનું પરસ્પર અનુકૂલન, ભાગીદારીઓની ગતિવિધિઓ તથા પરિબળોનું અનુકૂલન એ જ સંકલન છે. સંકલનનાં બે મહત્વનાં પાસા છે.
 • A) રચનાત્મક
 • B) કાર્યાત્મક
 • ભારતમાં મુખ્ય કારોબારીને તેનાં કાર્યોમાં મદદરૂપ થવા પ્રધાનમંડળ તેમજ સચિવાલય, પ્રધાનમંડળ સમિતિઓ અને સલાહકાર સંસ્થાઓ છે.
 • લાઇન, સચિવાત્મક અને સહાયક એકમો
 • રાજ્ય વહીવટના મહત્વનાં ખ્યાલોમાં લાઇન, સચિવાત્મક અને સહાયક એકમોનો સમાવેશ થાય છે. એક સમય અર્થમાં ત્રણેય એકમો સિંધુ ખીણની સંસ્કૃતિ સમયે પણ હાજર હતો. પરંતુ, તેઓનાં શાસ્ત્રિય ખ્યાલ ૧૮ મી સદીમાં ફેડ્રરીકન આગેવાની નીચે પ્રશિયન લશ્કરમાં વિકસ્યો. ત્યાંથી યુરોપિયન લશ્કરોમાં અને છેલ્લે અમેરિકન લશ્કરોમાં આ એકમોનો સ્વિકાર થયો. આ ત્રણેય એકમો આજે મુખ્ય કારોબારીના વધતા જતાં કાર્યોમાં સહાયક બની છે.
 • લાઇન:
 • લશ્કરી વહીવટમાં યુદ્ધનાં મેદાનમાં દુશ્મનને સીધો સીધો મુકાબલો કામ કરવાનું કામ જે એકમ કરે છે તેને ‘લાઇન’ એકમ કહે છે. નાગરિક વહીવટી સંગઠનમાં સોપાનિક ક્રમમાં ગોઠવાયેલા જે એકમો આદેશ આપે છે તથા આદેશ પ્રમાણે કામગીરી બજાવે છે તેને લાઇન એકમ કહે છે.
 • કોઇપણ દેશનું વહીવટી તંત્ર જે મોટા વિભાગો કે ખાતાઓમાં વિભાજીત હોય તે લાઇન એકમો છે. ખાતઓ ઉપરાંત નિયામકો, પંચો અને જાહેર કોર્પોરેશનમાં પણ ‘લાઇન’ એકમો છે.
 • સહાયક એકમ:
 • યુદ્ધનાં મેદાનમાં લડતાં સૈનિકોને ખોરાક, દાક્તરી સારવાર, શસ્ત્રો પુરા પાડવાનો અને માહિતી પુરી પાડવાનું કામ સહાયક એકમો કરે છે. તેવી જ રીતે રાજ્ય વહીવટમાં લાઇન એકમોને તેના મુળ ક પ્રાથમિક કાર્યોમાં મદદ કરવાનું કાર્ય સહાયક એકમો કરે છે.
 • સહાયક એકમોનાં કાર્યો લોકોને સામાન્ય રીતે સ્પર્શતા ન હોવાથી સંગઠનની બહાર તેઓ ઓછા જાણીતા હોય છે. તેમનો પ્રભાવ સંગઠનની બહાર જણાતો નથી. મધ્યસ્થ ખરીદ વિભાગ અને સિવિલ સેવા પંચ તેના ઉ.દા. છે.
 • સચિવાત્મક સ્ટાફ:
 • લશ્કીરી સંગઠનમાં લાઇન એકમોને સલાહ સુચન આપનાર અને વ્યુહરચના ગોઠવનાર સચિવાત્મક એકમો છે. તેજ રીતે મુખ્ય કારોબારીને કે સંગઠનના વડાને વિચારવામાં કે નિર્ણય લેવામાં મદદ આપવાનું કે સલાહ આપવાનું જે એકમો કરે છે તેને સચિવાત્મક એકમો કહે છે.
 • ખાતુ કે વિભાગ
 • સોપાનીક તંત્રની રચનામાં મુખ્ય કારોબારી પછીનું સ્થાન ખાતનું હોય છે. મુખ્ય કારોબારી સ્વરૂપે રાજકીય હોય છે, પરંતુ ખાતુ સ્વરૂપે વહીવટી હોય છે. ખાતુએ વહીવટનું પરંપરાગત એકમ છે. સરકારના વિવિધ વિભાગો કાર્ય વિભાજન અને કાર્ય સંકલનની મૂળભુત પ્રક્રિયાના એકમો છે.
 • ખાતાના પ્રકાર : મુખ્યરૂપે ખાતાઓના ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે.
 1. કદની દ્રષ્ટિએ: ખાતાની કદની દ્રષ્ટિએ મોટા ખાતા અને નાના ખાતા એવા પેટા પ્રકાર પાડી શકાય. ભારત સરકારના રેલવે, સંરક્ષણ, તાર-ટપાલ વગેરે મોટા ખાતના ઉ.દા. છે. જ્યારે રાજ્ય સ્તરે સમાજકલ્યાણ ખાતુ, સંસદીય વિભાગ વગેરે નાના ખાતાના ઉ.દા. છે.
 2. માળખાની દ્રષ્ટીએ: તંત્ર કે માળખાની દ્રષ્ટિએ ખાતાના એકતંત્રી અને સમવાયતંત્રી એવા પ્રકાર પાડી શકાય. એક તંત્ર ખાતુ એક જ હેતુની દ્રષ્ટિએ રચાયેલું હોય છે. સંરક્ષણ અને શિક્ષણ ખાતાને આ પ્રકારમાં ગણી શકાય.
 • જ્યારે સમવાયતંત્ર ખાતુ એવું ખાતુ છે જેમાં અનેક વિધ કાર્યો તથા અનેકવિધ પેટાવિભાગો જોડાયેલા હોય. ભારતમાં ગૃહ ખાતુ આ પ્રકારનું ખાતુ છે. તેમાં સિવિલસેવા, કાયદો અને વ્યવસ્થા જેવા ઘણા પેટા વિભાગોનો સમાવેશ થાય છે.
 1. કાર્યના સ્વરૂપની દ્રષ્ટિએ: કાર્યરત ખાતું અને દેખરેખ ખાતું.
 2. ભૌગોલિક પ્રદેશની દ્રષ્ટિએ: કેટલાક ખાતાઓ વિશાળ ભૌગોલિક વિસ્તારમાં વિસ્તરેલા જણાય છે. જ્યારે કેટલાક ખાતાઓ મુખ્ય કાર્યાલયમાં જ સમાય જાય છે.
 • જાહેર કોર્પોરેશન
 • જાહેર કોર્પોરેશન એ સરકારી સાહસ છે જેની સ્થાપના એ કોઇ વિશેષ વ્યાપારને ચલાવવા અથવા નાણાંકીય ઉદ્દેશને પ્રાપ્ત કરવા કેન્દ્ર, રાજ્ય અથવા સ્થાનિક કાયદા દ્રારા થાય છે. ભારતમાં કોર્પોરેશન નો પ્રારંભ સ્વતંત્રતા પછી “દામોદરવેલી કોર્પોરેશન” અને “ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પો.” થી 1948માં સ્થાપનાથી પ્રારંભ થયો.
 • ભારતમાં લોકસભાની 1963 માં રચાયેલી જાહેર સાહસ સમીતી ભારતમાં જાહેર કોર્પોરેશનના સુધારણા માટે ભલામણો કરે છે.
 • બોર્ડ
 • જ્યારે સતા અને સતાધિકાર એક જ વ્યક્તિને વિભાગમાં સોપાય ત્યાર તે બ્યુરો પ્રથા બને છે. પરંતુ, જ્યારે સતા અને સતાધિકાર બે કે તેથી વધુ વ્યક્તિને સોપાય ત્યારે બોર્ડ પ્રથા કહેવાય. ભારતમાં રેલવે બોર્ડ, મહેસૂલ બોર્ડ, આંતરિક ઉધોગો, વ્યાપાર, વાહનવ્યવહાર વગેરે માટે બોર્ડ પ્રથા જોવા મળે છે.
 • પંચ અથવા કમિશન
 • પંચ એ એવું સંગઠન છે જે સ્વ વિવેકથી કાર્યો કરે છે. છતાં તે પ્રધાનની સતાથી સ્વતંત્ર હોય છે. તેની રોજ બરોજની કામગીરી ઉપર કારોબારીનો કોઇ અંકુશ હોતો નથી. તેનાં સભ્યોની નિમણૂક ચોક્કસ સમય માટે થાય છે અને તેમને સ્થાન પરથી દૂર કરવાં હોય તો ચોક્કસ પ્રક્રિયા હાથ ધરવી પડે છે. કર્મચારીઓની પસંદગી, સતાના પ્રતિનિધાનની રચના, અર્થતંત્રના કેટલાક પાસાં માટેના નિયમ ઘડતર જેવી બાબતોમાં જ્યાં કારોબારીનાં નિયંત્રણથી સ્વતંત્ર સંગઠનની જરૂર હોય ત્યાં પંચની રચના ઉપયોગી થાય છે.
 • ભારતમાં ત્રણ પ્રકારનાં પંચો જોવા મળે છે.
 1. જેમની રચના બંધારણીય જોગવાય પ્રમાણે થાય છે. જેમ કે, ચુંટણીપંચ, UPSC, GPSC વગેરે.
 2. એવા પંચો કે જેમની રચના સંસદના કાયદા દ્રારા થાય. જેમે કે, નીતીપંચ, અનુદાન પંચ, અણુશક્તિ પંચ વગેરે.
 3. એવા પંચોનો સમાવેશ થાય છે કે જેમની રચના કારોબારીના નિર્ણયથી થઇ હોય પરંતુ તેના માટે કોઇ કાયદો પ્રસારિત થયો ન હોય, જેમ કે, વિવિધ પ્રકારના તપાસપંચ આ પ્રકારમાં સમાવેશ થાય.
 • સંદેશા વ્યવહાર (‌સંચાર અથવા કોમ્યુનિકેશન)
 • સંદેશા વ્યવહારએ રાજ્ય વહીવટનું પાયાનું શાસન છે. આજે વિશ્વના તમામ પ્રદેશોમાં માહિતી, પ્રકાશન અને લોક સંપર્ક મહત્વના બન્યા છે.
 • સંદેશા વ્યવહારના પ્રકાર: રાજ્ય વહીવટમાં ત્રણ પ્રકાર પડે છે.
 • 1) ઊર્ધ્વ સંદેશા વ્યવહાર: નિમ્ન સ્તરેથી ઉપર જતા સંદેશા
 • 2) નીમ્ન સંદેશા વ્યવહાર: ઉપરથી નીચે જતા સંદેશા
 • 3) સમાંતર સંદેશા વ્યવહાર: એક વિભાગ માંથી બીજા વિભાગમાં જતા સંદેશા
  • અબ્રાહમ મોસલોનો જરૂરિયાતનાં કોટિક્રમનો સિદ્ધાંત: તેના મતે મનુષ્યએ જરૂરિયાતો ધરાવતું પ્રાણી છે. અને ભાગ્યેજ તે સપૂર્ણ સંતોષની સ્થિતિએ પહોંચે છે. જેવી એક ઇચ્છા સંતોષાય છે, એટલે બીજી ઇચ્છા તેનું સ્થાન લે છે.
  • ફેડરિક હર્જબર્ગનો દ્રિપરિબળનો સિદ્ધાંત: તેનાં મતે તમામ લોકોની આવશ્યકતાઓ બે પ્રકારની છે.
  • 1) તકલીફથી બચવું, 2) મનોવૈજ્ઞાનિક રીતે વિકાસ કરવો. હર્જબર્ગે આ સિદ્ધાંતમાં કાર્યસંતોષ અને કાર્યઅસંતોષનાં પાંચ પાંચ મજબુત પરિબળો શોધ્યા હતાં.