• નીતિ અને જાહેરવહીવટ

 • લેટિન ભાષાના ‘AD’ અને ‘Ministrate’ શબ્દ પરથી ‘Administration’ શબ્દ આવ્યો તેનો અર્થ થાય છે સેવા કરવી કે લોકોની દેખરેખ કે કાળજી રાખવી. આથી જાહેર વહીવટ એટલે ‘સરકારી વહીવટ’ એવો અર્થ થાય.
 • વુડ્રો વિલ્સન’ જાહેર વહીવટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
 • જાહેર વહીવટની સૌપ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયાસ હેમિલ્ટને કર્યો. જાહેર વહીવટની કેટલીક પ્રખ્યાત વ્યાખ્યાઓ નીચે મુજબ છે :
 • વુડ્રો વિલ્સન : જાહેર વહીવટ એ કાયદાનો વ્યવસ્થિત અને વિગતવાર અમલ છે.
 • લ્યુથર ગુલિક : જાહેર વહીવટ એ વહીવટી શાસ્ત્રનો એવો વિભાગ છે કે જે સરકાર સાથે સંબંધ ધરાવે છે, અને તેમાં કારોબારી, ધારાકિય અને ન્યાય વિષયક વહીવટી પ્રશ્નો પણ આવે છે.
 • હર્બટ સાયમન : સામાન્ય રીતે જાહેર વહીવટનો અર્થ રાષ્ટ્રીય, રાજય અને સ્થાનિક સરકારની કારોબારી શાખાનાં કાર્યો એવો થાય છે.
 • ચાલ્સ બર્ડ : કોઇપણ વિષય એવો નથી કે જે વહીવટ કર્તા અગત્યનો હોય. છતાંય તેની સર્વ સામાન્ય વ્યાખ્યા નીચે મુજબ છે :
 • ”જાહેર વહીવટ એટલે રાજ્યની નીતિ અને ધ્યેયનો અમલ કરવાના ઉદ્દેશ્ય થી સભાનતા પૂર્વક હાથ ધરવામાં આવતી સામુહિક અને બૌદ્ધિક પ્રવૃતિઓનું અધ્યયન કરતું શાસ્ત્ર.”
 • ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરીએ તો વિશાળ રોમન સામ્રાજ્યની વ્યવસ્થા માટે સમ્રાટ ‘ઓગસ્ટસ’ ની સિવિલ સેવા, ઇ.સ.પૂર્વે 200 વર્ષ પહેલા ચીનના ‘હાનવંશ’ ના સમયે સિવિલ સેવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું અસ્તિત્વ તથા રાજ્ય વહીવટ માટે અંદાજપત્ર ની વ્યવસ્થા એ રાજ્ય વહીવટની પ્રવૃતિ કેટલી વ્યવસ્થિત રહી તેનો ખ્યાલ આવે છે. આ ઉપરાંત કૉન્ફુસિયસના લખાણો, એસેરિયનમી તક્તિઓ, એરિસ્ટોટલનો ગ્રંથ ‘પોલિટિક્સ’, મેક્યાવેલીનો ગ્રંથ ‘ધી પ્રિન્સ’, માં રાજય વહીવટની પ્રવૃતિનાં વર્ણનો જોવા મળે છે. આ સર્વમાં કૌટિલ્યનો ગ્રંથ ‘અર્થશાસ્ત્ર’ એ જાહેર વહીવટની સૌથી વિસ્તૃત સમજ આપે છે.
 • આજના સમયમાં જે રૂપે જાહેર વહીવટ છે તેની શરૂઆત 18મી સદીમાં જર્મની તથા ઓસ્ટ્રેલિયામાં “કેમેરાવાદી” વિચારકોએ સરકારી પ્રવૃતિઓના સંચાલન માટે અભ્યાસો શરૂ કર્યો. તેમાં ‘જ્યોર્જ ઝિંક અગ્રણી ચિંતક હતો.
 • આ દિશામાં વધૂ સઘન પ્રયત્ન અમેરિકાના ‘હેમિલ્ટને’ 1787 માં કર્યો. તેણે ‘ધ ફેડરાલિસ્ટ’ માં રાજય વહીવટનો અર્થ અને અભ્યાસ ક્ષેત્ર અંગે નિબંધ લખ્યો. આ બાબતે ‘વુડ્રો વિલ્સન’ સૌથી પ્રખ્યાત બન્યા.
 • અમેરિકન વહીવટ શાસ્ત્રી ‘લ્યુથર ગુલિકે’ સંચાલકીય દ્રષ્ટી બિંદુને સમજાવવા અમેરિકન POSDCORB નો સિધ્ધાંત આપ્યો જે નીચે મુજબ છે.
 • P – Planning (આયોજન)
 • O – Organization (સંગઠન)
 • S – Staffing (કર્મચારી ગણ)
 • D – Direction (માર્ગદર્શન)
 • CoCoordination (સંકલન)
 • R – Reporting (અહેવાલ)
 • B – Budgeting (અંદાજપત્ર)
 • હેન્રી ફેયોલ
 • 1) આયોજન, 2) સંગઠન, 3) આદેશ, 4) સંકલન, 5) અંકુશ
 • પ્રો. વિલોબી
 • સામાન્ય વહીવટ – કાર્ય વિભાજન, સંચાલન, નિયંત્રણ
 • સંગઠન
 • કર્મચારીઓનું સંગઠન
 • સાધનો અને પૂરવઠો
 • નાણાંકીય સહાય
 • ‘લ્યુથર ગુલિક’ નાં સિધ્ધાંતમાં ખામી તરફ આંગળી ચિંધતા વહીવટ શાસ્ત્રી ‘લ્યુઇસ મેરિયમ’ જણાવે છે કે, તેમાં વિષય વસ્તુંના જ્ઞાનનો સમાવેશ થતો નથી.
 • ઇ-ગવર્નન્સ: રાજ્ય વહીવટ માટે કમ્પ્યુટર, ઇ-મેલ, વિડિયો કોન્ફરંસ, મોબાઇલ વગેરે જેવા ઇલેક્ટ્રિક માધ્યમો થકી વહીવટ કરવામાં આવે તેને ‘ઇ-ગવર્નન્સ’ કહે છે.
 • રાજ્ય વહીવટ (જાહેર) & ખાનગી વહીવટ
  • વહીવટી શાસ્ત્રી ‘નિગ્રો’ના મતે લોકોના માટે કરવામાં આવતી સેવા વહીવટનું વાસ્તવિક હદય છે. રાજ્ય વહીવટનો મુળભુત હેતું લોકોનું કલ્યાણ છે.
  • રાજ્ય વહીવટનું સંગઠન અમલદાર શાહી (Byerocracy) નાં સિધ્ધાંતના આધારે, જ્યારે ખાનગી વહીવટનું સંગઠન વ્યાવસાયિકતાના આધારે ગોઠવાયેલું હોય છે.
  • પોલ એપલ બી : ના મત મુજબ સરકારી વહીવટ પોતાના સાર્વજનિક સ્વરૂપના લીધે ભિન્ન હોય છે તે લોક સમીક્ષા અને લોકમતની આધીન હોય છે.
  • હર્બટ સાયમન : ને નોંધ્યું છે કે સામાન્ય વ્યક્તિઓની દ્રષ્ટિ સાર્વજનિક વહીવટ રાજનીતિથી પરિપૂર્ણ અને લાલ ફિતાવાદી હોય છે; જ્યારે ખાનગી વહીવટ રાજ્યનીતિ શુન્ય અને ચૂસ્તીથી કામ કરવાવાળું હોય છે.
  • ડૉ.એમ.પી.શર્માના મત મુજબ રાજ્ય વહીવટ અને ખાનગી વહીવટએ વહીવટ રૂપી સિક્કાની બે બાજુંઓ છે, પરંતુ પોતાની આગવી મહત્તા અને ટેકનીકો છે જે તેમને વિશિષ્ટ સ્વરૂપ બક્ષે છે.
 • રાજ્ય વહીવટનાં વિવિધ તબક્કા
 • પ્રથમ તબક્કો : 1887 થી 1926
 • પ્રથમ તબક્કામાં રાજય વહીવટનો વિકાસ રાજ્યશાસ્ત્રની એક શાખા તરીકે વિશેષ બન્યો.
 • J. ગુડનાઉ: ‘રાજકારણ અને વહીવટ’
 • D. વાઇટ: ‘રાજય વહીવટનાં અભ્યાસની ભૂમિકા’
 • બીજો તબક્કો : 1927 થી 1937
 • આ સમયમાં રાજ્ય વહીવટ એક સ્વતંત્ર વિજ્ઞાન તરફ આગેકુચ કરી શકે તે માટે વહીવટી શાસ્ત્રીઓએ કેટલાક સિધ્ધાંતો આપ્યા.
 • F. વિલોબી: ‘રાજ્ય વહીવટનાં સિધ્ધાંત’
 • લ્યૂથર ગુલીક અને ઉર્વિક: વહીવટી વિજ્ઞાન ઉપર નિબંધ’
 • લ્યૂથર ગૂલીકે POSDCORD’ નો ખ્યાલ અને મેક્સ વેબરે ‘અમલદારશાહી’નો આદર્શ ખ્યાલ આપ્યો.
 • ત્રીજો તબક્કો: 1938 થી 1947
 • આ સમયગાળા દરમ્યાન સિધ્ધાંતોથી આગળ વધીને વ્યવહારિક પાસા ઉપર ભાર મુકાયો.
 • à ચેસ્ટર બર્નોર્ડ: કારોબારેનાં કાર્યો’
 • à હર્બટ સાયમન: ‘વહીવટી વર્તન’
 • à રોબર્ટ ડેલ: ‘રાજ્ય વહીવટનું વિજ્ઞાન અને સમસ્યાઓ’
 • ચોથો તબક્કો: 1948 થી 1970
 • આ તબક્કામાં નવીન રાજ્ય વહીવટની વિચારણા શરૂ થઇ. આ બાબતે 1956માં “ઍડમીનીસ્ટ્રેટીવ સાયન્સ ક્વાટરલી” નામનું મેગેઝીન શરૂ થયું.
 • પાંચમો તબક્કો: 1971 પછી
 • આ સમયગાળામાં રાજ્ય વહીવટનો એક સ્વતંત્ર શાસ્ત્ર તરીકે વિકાસ થયો. રાજ્ય શાસ્ત્ર બાબતે 1968માં “મિન્નો બ્રુક” સંમેલન યોજાયું.
 • જ્યોર્જ ફ્રેડરિક શૉ: ‘નવીન રાજ્ય વહીવટ”