【 Indian penal code 1860 】
【ભારતીય ફોજદારી અધિનિયમ 1860】
【ભારતીય દંડ સહિતા 1860】

પ્રસ્તાવના : ભારતમાં કરવામાં આવતા ગુનાઓની વ્યાખ્યા અને તે ગુના કરવા બદલ શિક્ષા ની જોગવાઈ.
★ લોર્ડ મૅકોલ દ્વારા સૌપ્રથમ બ્રિટન ની સંસદ માં 1837 માં ખરડો રજૂ કર્યો.
★ બ્રિટન ની સંસદે 23 વર્ષ પછી એટલે કે 1860 માં પસાર કર્યો .અને 1 jan 1860 થી અમલમાં આવ્યો.
★ લોર્ડ મેકોલે સમિતિના ના અધ્યક્ષ : લોર્ડ મૅકોલ
★ આ કાયદો 1860 નો 45 મો કાયદો હતો.
★ ગોવા , દીવ દમણ અને પોંડિચેરી માં આ કાયદો ઓક્ટોબર ૧૮૬૩ થી લાગુ પડ્યો.
★ કાયદા ના પિતા લોર્ડ મૅકોલ ને ગણવામા આવશે .
★ indian penal code સમગ્ર ભારત માં લાગુ પડશે .
★ Indian penal code માં મૂળ કલમો 480 હતી.
★ આ કાયદો 26 પ્રકરણમાં વહેચાયેલું છે .જેમાં 511 કલમો નો સમાવેશ થાય છે .
★ આ કાયદા ના પ્રકરણ 16 અને 17 મહત્વનું છે .
★【 કાયદા શાસન ના પિતા જનરલ ડાયસી】

પ્રકરણ : 1 【પ્રારંભિક 1 to 5 】

પ્રસ્તાવના : આ કાયદો ક્યાં લાગુ પડે છે ને ક્યાં લાગુ પડતો નથી તેની વાત કરવામાં આવે છે .
કલમ :1 【 અધિનિયમ નું નામ અને તેના અમલ નો વિસ્તાર 】
★ આ કાયદો સમગ્ર ભારત માં લાગુ પડશે .
કલમ :2 【 ભારત માં કરવામાં આવેલા ગુના ની શિક્ષા】
★ આ કલમ મુજબ ભારતીય કે વિદેશી નાગરિક આ કાયદા મુજબ ગુનો કરશે તો ipc મુજબ સજા થશે.
કલમ :3 【 ભારત બહાર આ કાયદો લાગુ પાડવા બાબત 】
★ જો કોઈ પણ ભારતીય નાગરિક ભારત બહાર જઈ ને આ કાયદા મુજબ ગુનો કરશે તો ipc મુજબ સજા થશે.
કલમ :4 【 બાહ્ય પ્રાદેશિક હુકમ】
★ જો વિદેશી નાગરિક વિદેશમાં રહીને ભારતમાં રહેલ કોમ્પ્યુટર માધ્યમથી કોઈ ચેડાં કરે તો તો તેને ipc લાગુ પડશે.
★ભારત માં રહેલ વિમાન કે વહાણ ભારત માં હોય કે વિદેશ માં પણ તેના પર કોઈ પણ નાગરિક દ્વારા ગુનો આચરવામાં આવે તો ipc લાગુ પડશે.
★ ભારત માં જમીની સીમાથી 12 નોટિકકલ માઈલ સુધી કોઈ પણ પ્રકાર નો ગુનો કરવામાં આવે તો ipc લાગુ પડશે.
કલમ :5 【 કોઈ પણ સંરક્ષણ દળો ના કર્મચારી ને આ કાયદો લાગુ પાડવા બાબત 】
★ જયારે ભૂમિ દળ ,નૌકા દળ , હવાઈ દળ ના કર્મચારી હોદ્દા પર રહી ને કોઈ પણ પ્રકાર નો ગુનો કરે તો ipc મુજબ નઈ પરંતુ લશ્કરી કાયદા મુજબ સજા થશે.