પ્રકરણ :2 【 સામાન્ય સ્પષ્ટીકરણ 6to 52 (A)】

કલમ: 10 【 સ્ત્રી પુરુસ ની વ્યાખ્યા 】
કલમ : 11 【વ્યક્તિ ની વ્યાખ્યા 】
★વ્યકિત શબ્દ માં કંપની ,મંડળી ,મૂર્તિ તેમજ ગર્ભ માં રહેલ બાળક નો પણ સમાવેશ થાય છે .
કલમ :14 【 સરકારી નોકર ની વ્યાખ્યા 】
★સરકાર દ્વારા સરકાર ના કામકાજ માટે પસંદ કરવામાં ,નિમણુક કરવામાં આવેલ હોય અને તેના બદલામાં મહેનતાણું આપવામાં આવે તો તેને સરકારી નોકર કહેવાય .
★દરેક સરકારી નોકર રાજ્ય સેવક છે પરંતુ દરેક રાજસેવક એ સરકારી નોકર નથી.
કલમ : 18 【 ભારતની વ્યાખ્યા 】
કલમ : 19 【 ન્યાયાધીશ ની વ્યાખ્યા】
★ ન્યાયાધીશ એટલે સરકાર દ્વારા ન્યાયના કામ માટે નિમણૂક કરવામાં આવેલ હોય જેને કોઈ કાયદેસરની કાર્યવાહી માં આખરી ચુકાદો જાહેર કરવાની સત્તા આપવામાં આવેલ હોય તેવા એક કે તેથી વધુ વ્યક્તિઓના સમૂહને ન્યાયાધીશ કહેવાય.
કલમ : 20 【 ન્યાયાલય ની વ્યાખ્યા 】
કલમ : 21 【 રાજ્ય સેવક ની વ્યાખ્યા / જાહેર નોકર】
★ રાજ્ય સેવક શબ્દમાં સરકારી નોકરની સાથે સાથે તેવા તમામ વ્યક્તિ જેને કામચલાઉ રીતે સરકારના કામકાજ માં પસંદ કરવામાં કે નિમણૂંક કરવામાં આવેલ હોય તેને રાજ્ય સેવક કહે છે.
જેમકે રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મંત્રીઓ અને ન્યાયાધીશ વગેરે.
કલમ : 22 【 જંગમ મિલકત ની વ્યાખ્યા 】
★ એવી તમામ નિર્જીવ મિલકત જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાપૂર્વક ખસેડી શકાય તેને જંગમ મિલકત કહેવાય છે …..જેમકે ટેબલ ખુરશી વગેરે…..
★ જમીન સાથે જોડાયેલ મિલકત નો સમાવેશ જંગમ મિલકત માં થતો નથી.
કલમ : 23 【 ગેરકાયદેસર લાભ અથવા ગેરકાયદેસર હાની ની વ્યાખ્યા 】
★ ગેરકાયદેસર લાભ : જ્યારે કોઈ પણ વ્યક્તિને ગેરકાયદેસર સાધનો દ્વારા લાભ થાય અને તે કાયદેસરનો હકદાર ન ગણાય તો તેને ગેરકાયદેસર લાભ કહેવાય.
★ ગેરકાયદેસર હાની : જયારે કોઈ વ્યક્તિ કાયદેસર જવાબદાર ન હોય અને તે હાની તેને કાયદેસર ના સાધનો દ્વારા થાય તો તને ગેરકાયદેસર હાનિ કહેવાય.