• રાજપૂત શાસકોનો ઉદય:
 • ભારતમાં હવે મુખ્ય શાસક વંશ ન રહેતા સમગ્ર ભારત નાના મોટા રાજપૂત વંશોમાં વહેંચાઈ ગયું.
 • મુખ્યત્વે તે સમયે ભારતમાં દસ જેટલા અલગ-અલગ વંશો ઉદય પામ્યા, જે અંદરો અંદર હંમેશા માટે લડતા રહ્યાં.
 1. ગુર્જર પ્રતિહારો
 • સ્થાપક: નાગભટ્ટ પ્રથમ
 • રાજધાની: ભિન્નમાલ
 • અન્ય રાજા: વત્સરાજ, નાગભટ્ટ, રામભટ્ટ વગેરે
 1. ગઢવાલ વંશ
 • સ્થાપક: ચંદ્રદેવ
 • રાજધાની: વારાણસી
 • અંતિમ શાસક: જયચંદ (તેણે પૃથ્વીરાજ પર આક્રમણ કરવા ઘોરીને આમંત્રણ આપ્યું હતું)
 1. ચાહમાન (શાકંભરી) વંશ (ચૌહણ):
 • સ્થાપક: અજયરાજ (અર્ણોરાજ)
 • રાજધાની: દિલ્લી અજમેર
 • અન્ય શાસક: વિગ્રહ રાજા, પૃથ્વીરાજ ચૌહાણ
 • તરાઈનું પ્રથમ યુધ્ધ: 1191- પૃથ્વીરાજ ચૌહાણ VS મહંમદ ઘોરી (પૃથ્વીરાજની જીત)
 • તરાઈનું બીજું યુધ્ધ: 1192- પૃથ્વીરાજ ચૌહાણ VS મહંમદ ઘોરી (મહંમદ ઘોરીની જીત, અને પૃથ્વીરાજનું મૃત્યુ થયું)
 1. ચંદેલ વંશ:
 • સ્થાપક: યશોવર્મન (જયસિંહ)
 • રાજધાની: ખજૂરાહો 
 1. પરમાર વંશ:
 • સ્થાપક: ઉપેન્દ્ર
 • રાજધાની: માળવા (રાજસ્થાન)
 • આ વંશમાં રાજા ભોજ અને વાગ્યપતિ મુંજ સૌથી પ્રખ્યાત રાજાઓ છે.
 1. પાલ વંશ:
 • સ્થાપક: ગોપાલ
 • રાજધાની: બંગાળ
 1. સૈન વંશ:
 • સ્થાપક: સામંતસેન
 • વિસ્તાર: બંગાળ અને બિહાર
 1. ગુજરાતના ચાલુક્યો(સોલંકીઓ):
 • સ્થાપક: મૂળરાજ પ્રથમ
 • રાજધાની: ગુજરાત (અણહિલપુર પાટણ)
 • આ ગુજરાતનો સુવર્ણયુગ કહેવાય
 1. કલચૂરી વંશ:
 • સ્થાપક: કોકલ
 • રાજધાની: ત્રિપુરી
 1. સિસોદિયા વંશ:
 • સ્થાપક: રાણાકુંભા
 • રાજધાની: ચિત્તોડ
 • અન્ય: મહારાણા પ્રતાપ, રાજસ્થાનના સૂર્યવંશી રાજાઓ
 • 13મી સદીમાં વિજયનગરનું સામ્રાજ્ય
 • સ્થાપક: હરીહરરાય અને બુક્કારાય
 • વિજયનગરનો સૌથી મહાનરાજા: કૃષ્ણદેવરાય 
 • ભારતનો મધ્યકાલિન ઈતિહાસ(ઈ.સ.998 થી 1772)
 1. સલ્તનતકાળ: (ઈ.સ.998 થી 1526)
 • સુલતાન મહમૂદ ગઝનવી(ઈ.સ.998 થી 1030)
 • મહમૂદ ગઝનવીએ ભારત પર 17 વાર આક્રમણ કર્યું.
 • ઈ.સ.1026માં તેણે ગુજરાતમાં આવેલ સોમનાથ મંદિર પર આક્રમણ કરી લૂંટ્યું હતું.
 • મહમંદ ઘોરી: (ઈ.સ.1175 થી 1206)
 • ભારતમાં મુસ્લિમ સલ્તનતનો પાયો નાખનાર
 • દિલ્લીથી અજમેર સુધીનો પ્રદેશ મેળવ્યો.
 • ગુલામવંશ:
 • સ્થાપક: કુતુબુદ્દીન ઐબક
 • તે મહંમદ ઘોરીનો ગુલામ હતો અને મહંમદ ઘોરીની પુત્રી સાથે લગ્ન કર્યા.
 • પોતાના ગુરુ ખ્વાજા કુતુબુદ્દીન બખ્તિયારની યાદમાં દિલ્લીમાં કુતુબમિનાર બંધાવ્યો પરંતુ એકમાળના બાંધકામ બાદ મૃત્યુ પામ્યો.
 • તે ચોગાન (પોલો) રમતી વખતે ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ પામ્યો.
 • તેણે અજમેરમાં ઢાઈ દિન કા ઝોંપડા મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું.
 • સમસુદ્દીન ઈલ્તુતમીશ: (અલ્તમશ)
 • કુતુબુદ્દીન ઐબકનો ગુલામ ત્યારબાદ જમાઈ બન્યો.
 • કુતુબમિનારનું બાંધકામ પુરું કરાવ્યું.
 • ભારતમાં પ્રથમવાર ચાંદી અને તાંબાના અરબી સિક્કા ચલણમાં મૂક્યા. (આ સિક્કા જીતલ કહેવાય)
 • રઝિયા સુલતાન:
 • પિતા: ઈલ્તુતમીશ, ભાઈ: રુકનુદ્દીન (ફિરોઝશાહ)
 • ભારતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા બની.
 • તે દિલ્લી પર શાસન કરનાર પ્રથમ અને એકમાત્ર મુસ્લિમ મહિલા બની.
 • કૈકોબાદ:
 • ગુલામવંશનો છેલ્લો રાજા.
 • ખિલજી વંશ:
 • સ્થાપક: જલાલુદ્દીન ખિલજી
 • અલાઉદ્દીન ખિલજી:
 • તે જલાલિદ્દીન ખિલજીનો ભત્રીજો અને જમાઈ હતો.
 • તેણે જલાલુદ્દીન ખિલજીનું ખૂન કરી ગાદી મેળવી હતી.
 • તેણે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવનિયમન કર્યું હતું.
 • તેણે 1303માં અલાઈ દરવાજાનું નિર્માણ કરાવ્યું.
 • તેણે ઘોડા પર ડાઈ લગાવવાની પ્રથા શરુ કરી.
 • કર્ણદેવ વાઘેલાના મંત્રી માધવે આમંત્રણ આપ્યું હતું. પરિણામે કર્ણદેવ વાઘેલાને હરાવીને ગુજરાત પર જીત મેળવી.
 • અલાઉદ્દીન ખિલજી સામે ફારસી કવિ ‘અમીર ખુશરો’ ભારત આવ્યા. તેમણે ‘સિતાર’ નામના તંતુવાદ્યની શોધ કરી હતી.
 • તુઘલખ વંશ:
 • સ્થાપક: ગિયાસુદ્દીન તઘલક (ઉપનામ- ગાઝી મલિક હતું)
 • તેણે દિલ્લી નજીક ‘તુઘલખાબાદ’ નામનું શહેર વસાવ્યું.
 • મહમંદ બિન તઘલખ: (મુળનામ: જોનાખાન)
 • તરંગી સુલતાન તરીકે ઓળખાય છે.
 • તેણે પોતાની રાજધાની દિલ્લીથી દોલતાબાદ ખસેડી.
 • તેના સમયમાં આરબ મુસાફર ઈબ્નબતુતા ભારતમાં આવ્યો હતો.
 • તેણે દિલ્લી પાસે નવું નગર જાંપાનગર વસાવ્યું.
 • તેણે ટપાલ પધ્દ્વતિમાં સુધારા તેમજ તાંબાના સિક્કા અમલમાં મૂક્યા.(આ સિક્કા દૌકાની કહેવાય છે.)
 • ફિરોઝશાહ તઘલખ:
 • મહમંદ બિનતઘલકનો પિતરાઈ ભાઈ હતો.
 • તેનો સમય શાંતિ અને સમૃધ્દ્વિનો હતો. તેણે પાંચ નહેરો બંધાવી.
 • તેણે દીવાન-એ-ખેરાતની સ્થાપના કરી.
 • તેણે ફિરોઝપુર, ફિરોઝાબાદ, ફિરોઝ, જૌનપુર, હિસ્સાર નામના પાંચ નગરો વસાવ્યા જે હાલમાં ઉત્તરપ્રદેશમાં અને હરિયાણામાં છે.
 • નસિરુદ્દીન તઘલખ:
 • તુઘલખ વંશનો છેલ્લો રાજા
 • તેના સમયમાં ઈ.સ.1398માં તુર્કી વંશના તૈમુર લંગે દિલ્લી પર આક્રમણ કરી લૂંટ ચલાવી ત્યારબાદ તેના સેનાપતિ ખીજરખાનને દિલ્લીની ગાદી સોંપી.
 • સૈયદ વંશ:
 • સ્થાપક: ખિઝર ખાન
 • છેલ્લો રાજા: આલમશાહ
 • સૈયદો પોતાને પયંગબરના વંશજો માને છે.
 • લોદીવંશ:
 • સ્થાપક: બહલોલ લોદી
 • સિકંદર લોદી:
 • ઈ.સ.1504માં યમુના નદી નજીક આગ્રા શહેર વસાવ્યું.
 • તેણે રાજધાની દિલ્લીથી આગ્રા ખસેડી.
 • સૌ પ્રથમવાર જમીનની માપણી માટે સિકંદરી ગજ શરૂ કરી.
 • ગુલરૂખ નામની કવિતાઓ લખી.
 • ઈબ્રાહિમ લોદી:
 • લોદીવંશના છેલ્લા રાજા
 • કાબુલના રાજા બાબર અને ઈબ્રાહિમ લોદી વચ્ચે ઈ.સ.1526માં પાણીપતનું પ્રથમ યુધ્ધ થયું. બાબરે ઈબ્રાહિમ લોદીને હરાવીને દિલ્લીમાં મુઘલ વંશની સ્થાપના કરી
 • શીખ ધર્મ:
 • સમય: ઈ.સ.1499, સ્થાપક: ગુરુનાનક
 • શીખ ખાલસા ધર્મના સ્થાપક: ગુરુ ગોવિંદસિંહ (દસમા ગુરુ)
 • શીખોના પાંચ કરાર: (1) કેસ (2) કાંસકો (3) કચ્છા(ચડ્ડી) (4) કૃપાલ (5) કડા