• પ્રાચિન ભારત (ઈ.સ.પૂર્વે 3000 થી ઈ.સ.998)
 1. પ્રાગ ઐતિહાસિક યુગને પાષાણયુગ અને ધાતુ યુગમાં વહેંચી શકાય.
 • પાષાણયુગ: આદિમાનવ તરીકેનું જીવન જીવતા મનુષ્યને સૌ પ્રથમ પથ્થરો હાથમાં આવ્યા. આ પથ્થરોને તે ઓજારો તરીકે વાપરતો થયો.
 • આદિ પાષાણયુગ: મધ્યપ્રદેશમાં ભીમબેટકાની ગુફાઓમાંથી આ સમયના પથ્થરો મળ્યા છે. તેનો સમયગાળો ઈ.સ.પૂર્વે 10,000 ની આસપાસનો ગણી શકાય.
 • મધ્ય પાષાણયુગ: ઈ.સ.પૂર્વે 6000ની આસપાસના સમયમાં નદીઓના કોતરો, ગુફાઓ વગેરેમાં વસવાટ કરતાં માનવી પથ્થરોનો કંઈક અલગ રીતે ઉપયોગ કરતો થયો.
 • આ સમયના અવશેષો સોન, નર્મદા, મહી, માઝમ, ગોદાવરી વગેરે નદીઓના કોતરોમાંથી પ્રાપ્ત થયા.
 • મધ્ય અને નૂતન પાષાણયુગ: આ યુગ દરમિયાન માણસે હાડકાં, પશુઓનું ચામડું, ઝાડ-પાન તથા પથ્થરોને ઘસીને તિક્ષ્ણ હથિયાર બનાવતાં શીખી લીધું.
 • ઉપરોક્ત નદીઓ પાસેથી આવા પ્રકારના અવશેષો મળ્યા.
 • હવે માણસ ખેતી તરફ વળ્યો અને સ્થાયી જીવન જીવતો થયો.
 • આ સમયમાં વિવિધ ધાતુઓમાંથી મનુષ્ય પરિચિત થયો આથી આ યુગ ધાતુયુગ તરીકે ઓળખાય છે.
 • ધાતુયુગના ત્રણ પ્રકાર છે:
 • તામ્રયુગ
 • કાંસ્યયુગ
 • લોહયુગ
 • ત્યારબાદ ભારતમાં આ પ્રકારના નિષાદો(આદિ માનવો) ઉપરાંત એક નગરીય સંસ્કૃતિનો વિકાસ થયો.
 1. હડપ્પીય સંસ્કૃતિ – સિંધુ સંસ્કૃતિ (ઈ.સ.પૂર્વે 3000 થી ઈ.સ.પૂર્વે 1500)
 • મુખ્ય જાતિ: દ્રવિડો
 • વ્યવસાય: ખેતી અને પશુપાલન
 • મુખ્ય પશુ: એક શૃંગી પશુ, ખૂંધ વાળો બળદ
 • વિશિષ્ટતા: ગટર વ્યવસ્થા, આયોજીત નગર વ્યવસ્થા, નગરોના રસ્તા કાટખૂણે મળતા.
 • તેઓ શિવ-પાર્વતીની પૂજા કરતા.
 • તેઓ લોખંડ ધાતુથી અજાણ હતા.
 • સુતરાઉ કાપડ અને ઉનના વસ્ત્રોનો ઉપયોગ કરતા.
 • હડપ્પાકાલીન સંસ્કૃતિમાં:
 • સૌથી ઉત્તરમાં મળી આવેલ સ્થળ: માંડા (જમ્મુ પાસે, કશ્મીર)
 • સૌથી દક્ષિણમાં મળી આવેલ સ્થળ: દાયમાબાદ (મહારાષ્ટ્ર)
 • સૌથી પૂર્વમાં મળી આવેલ સ્થળ: આલમગીર (ઉત્તરપ્રદેશ)
 • સૌથી પશ્વિમમાં મળી આવેલ સ્થળ: સુક્તાગેંડોર (મુલતાન, પાકિસ્તાન)

મુખ્ય હડપ્પાકાલીન નગરો

(ઈ.સ.પૂર્વે 3000 થી ઈ.સ.પૂર્વે 1500)

નગર હાલનું સ્થળ વર્ષ શોધકર્તા વિશેષતા
હડપ્પા

સિંધ પ્રદેશ(પાકિસ્તાન)

મોન્ટ ગોમરિન(પાકિસ્તાન)

1921 દયારામ સાહની રાવી નદીના કિનારે
મોંહે-જો-દડો લારખાના જિલ્લો(પાકિસ્તાન) 1922 રખાલદાસ બેનર્જી સિંધુ નદી(મરેલાનો ટેકરો)
લોથલ અમદાવાદના ધોળકા તાલુકામાં

1955

1963

એસ.આર.રાવ ભોગાવો નદી(મરેલાનો ટેકરો)
ચાન-હું-દડો પાકિસ્તાન 1931

એન.જી.મજુમદાર

ડૉ.એ.ઘોષ

સિંધુ નદીના કિનારે
રંગપુર

સુરેન્દ્રનગર(ગુજરાત)

(ગુજરાતમાં પ્રથમ મળેલ)

1931 આર.એસ.બિત્સ

ભાદર નદીના કિનારે

1953માં ખોદકામ

રોપડ

પંજાબ

(આઝાદ ભારતની પ્રથમ સાઈટ)

1953 વાય.ડી.શર્મા સતલજ નદી
કાલીબંગન રાજસ્થાન 1953

બી.બી.લાલ અને

કમલાનંદ ઘોષ

ઘાઘર નદી,

1000 જેટલી યજ્ઞવેદીઓ મળેલ

કોટડીજી સિંઘ(પાકિસ્તાન) 1955 ફઝલ અહમદખાન સિંધુ નદીના કિનારે
આલમગીરપુર મેરઠ(ઉત્તરપ્રદેશ) 1958 વાય.ડી.શર્મા હિંડણ નદીના કિનારે
સૂરકોટડા કચ્છ 1964 જગતપતિ જોષી ઘોડાના અવશેષો
ધોળાવીરા કચ્છ 1991 રવિન્દ્ર બિશ્ત

– લુણી નદી

– ત્રણ સ્તરીય નગરરચના

– સૌથી મોટું નગર

 • ગુજરાતના હડપ્પા સંસ્કૃતિના કેન્દ્રો:
 • કચ્છ: પ્રાચિન અવશેષો મળી આવ્યા. તે સ્થળો કૂરન, લાખપર, ધોળાવીરા, દેસલપર, પબુમઢ, સુરકોટડા
 • જામનગર: લાખાબાવળ, આમરા
 • ગીર સોમનાથ: પ્રભાસપાટણ
 • સુરેન્દ્રનગર: રંગપુર
 • મોરબી: કુન્તાસી
 • રાજકોટ: આટકોટ, રોઝડી
 • મહેસાણા: લાંઘણજ, કોટ, પેઢામલી
 • અમદાવાદ: ધોળકા
 • સુરત: માલવણ
 • ભારતમાં હડપ્પા સંસ્કૃતિના અન્ય કેન્દ્રો:
 • આલમગીર(ઉત્તરપ્રદેશ)
 • બનવાલી(હરિયાણા)
 • રાપર(પંજાબ)
 • કાલીબંગન(રાજસ્થાન) (અહિંથી 1000 જેટલી યજ્ઞવેદીઓની હારમાળા મળી આવી છે)
 1. આર્યો: (ઈ.સ.પૂર્વે 2500 થી 1000 વર્ષ)
 • આર્યો: (આર્ય=વીર)
 • મૂળ વતન: મધ્ય એશિયા
 • મધ્ય એશિયામાંથી હિંદુકુશ પર્વત ઓળંગીને ભારત આવ્યા.
 • આર્યોએ સૌ પ્રથમ સપ્ત સિંધુ પ્રદેશમાં વસવાટ કર્યો.
 • ‘ભાગવત ધર્મ’ પ્રચલિત હતો.
 • ‘સ્વસ્તિક અને ચાંલ્લો’ તેમની સંસ્કૃતિની દેન છે.
 • સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઊંચુ.
 • એક પત્નિત્વની પ્રજા
 • કુટુંબના વડા પિતા
 • સાહિત્ય: વેદો, ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણગ્રંથો, દર્શનશાસ્ત્રો, પુરાણો
 • વેદ:
 • ઋગ્વેદ:
 • તેમાં દેવોને રીજવવાની સ્તુતિ છે.
 • વિશ્વનો પ્રથમ ગ્રંથ
 • 10 મંડળો છે.
 • કુલ 1028 મંત્રો છે, જેમાંથી સૌથી વધારે મંત્રો ભગવાન ઈન્દ્રના છે.
 • ‘ગાયત્રી મંત્ર’ ઋગ્વેદમાંથી લીધો છે, તેમાં ‘સૂર્યદેવની’ ઉપાસના છે. (ગાયત્રી મંત્રના રચયિતા-વિશ્વામિત્ર)
 • સૌથી પ્રાચીન વેદ ‘ઋગ્વેદ’ છે.
 • ‘અસતોમાં સદ્દગમય’ ઋગ્વેદમાંથી લીધેલ છે.
 • સામવેદ:
 • 1550 કુલ શ્લોક, જેમાં 75 નવા, બાકી જુના
 • ગાઈ શકાય તેવી સ્તુતિ અને આરતી છે.
 • સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે.
 • યજુર્વેદ:
 • બે શાખા: કૃષ્ણ અને શુક્લ યજુર્વેદ
 • તેમાં ધાર્મિક વિધિ અને ક્રિયાકાંડના મંત્રો છે.
 • અથર્વવેદ:
 • તેમાં 20 અધ્યાયો, 731 સુક્ત, 6000 મંત્રો છે.
 • આયુર્વેદનો ઉલ્લેખ આમાં થયેલ છે.
 • તેમાં જાદુ, વશીકરણ, દુશ્મનોનો નાશ અને સંજીવની વિદ્યા આપવામાં આવી છે.