ભારત: વિવિધતા

 • મોટો પુલ: (1) રાજીવ ગાંધી સી લીન્ક (સમુદ્ર ઉપર)- બાંદ્રાથી વરલી વચ્ચે (મુંબઈ): 5.6 કિમી
  (2) મહાત્મા ગાંધી સેતુ, પટના (બિહાર) પાસે ગંગા નદી પર, લંબાઈ: 5,575 કિમી
 • લાંબી નદી: ગંગા નદી, ભારતમાં વહેણ 2652 કિમી
 • મોટું રાજ્ય (વિસ્તારની દ્રષ્ટિએ): રાજસ્થાન, વિસ્તાર: 3,42,239 ચો કિમી
 • મોટું રાજ્ય (વસ્તીની દ્રષ્ટિએ):
  ઉત્તર પ્રદેશ, વસ્તી: 19,95,81,477
 • મોટું મીઠા પાણીનું સરોવર: વુલર સરોવર, બાંદીપુરા(જમ્મુ અને ક્શ્મીર), ક્ષેત્રફળ: 160 ચો કિમી
 • મોટું ખારા પાણીનું સરોવર: સાંભર સરોવર (રાજ્સ્થાન), ક્ષેત્રફળ
 • સૌથી મોટું લગુન સરોવર: ચિલ્કા સરોવર (ઓરિસ્સા)
 • મોટું માનવસર્જિત સરોવર: ગોવિંદસાગર, સતલુજ નદી પર, ભાખડા બંધ પાસે (પંજાબ)
 • ઊંચું શિખર: માઉન્ટ ગોડવીન ઑસ્ટિન (K2), કારાકોરમ પર્વતમાળા, ઊંચાઈ:8611 મીટર
 • સૌથી મોટો સક્રિય જ્વાળામુખી: બેરન (આંદામાન-નિકોબાર)
 • મોટો ધોધ: જોગ (ગેરસપ્પા), કર્ણાટક, ઊંચાઈ:253 મીટર
 • મોટો ડેલ્ટા(મુખત્રિકોણ પ્રદેશ): સુંદરવન (પશ્વિમ બંગાળ), ક્ષેત્રફળ: 20,270 ચો કિમી
 • મોટો કિલ્લો: લાલ કિલ્લો, દિલ્લી
 • મોટો ગુબંજ: ગોળગુબંજ, બિજાપુર (કર્ણાટક), વ્યાસ: 43.9 મીટર
 • મોટો અવૉર્ડ: ભારતરત્ન
 • મોટી ગુફા: ઈલોરાની ગુફાઓ, વેરૂળ (મહારાષ્ટ્ર)
 • મોટી કબર: તાજમહલ, આગરા (ઉત્તર પ્રદેશ), વ્યાસ: 44 મીટર
 • મોટી મસ્જિદ: જામા મસ્જિદ, દિલ્લી
 • મોટી હૉસ્પિટલ: સિવિલ હૉસ્પિટલ, અમદાવાદ (ગુજરાત)
 • મોટું મ્યુઝિયમ: ભારતીય મ્યુઝિયમ, કોલકાતા (પશ્વિમ બંગાળ)
 • લાંબો બંધ: હિરાકુંડ યોજના, મહાનદી પર સંબલપુર પાસે(ઓડિશા)
 • ઊંચો બંધ: ભાખડા –નાંગલ યોજના, સતલુજ નદી પર ભાખડા પાસે(પંજાબ)
 • લાંબા અંતરની રેલગાડી: વિવેક એક્સ્પ્રેસ, દિબ્રુગઢ(અસમ)થી કન્યાકુમારી, અંતર:4286 કિમી
 • ઊંચો દરવાજો: બુલંદ દરવાજો,
  ફતેહપુર સીકરી (ઉત્તરપ્રદેશ)
 • ઊંચો મિનારો: કુતુબમિનાર, દિલ્લી
 • ઊંચી મૂર્તિ: હનુમાનજી,
  હૈદરાબાદ-મચિલીપટ્નમ્ ધોરી માર્ગ
 • ઊંચુ ટાવર: રંગનાથ સ્વામી મંદિર ટાવર, ગોપુરમ્ શ્રીરંગમ્ (તમિલનાડુ)
 • લાંબુ પ્લૅટફૉર્મ: ગોરખપુર (ઉત્તરપ્રદેશ)
 • લાંબી પરસાળ: રામેશ્વર મંદિર, રામેશ્વરમ્ (તમિલનાડુ)
 • લાંબી ટનલ: જવાહર ટનલ
  (જમ્મુ અને કશ્મીર)
 • વધુ વરસાદ: સોહરા (ચેરાપુંજી) અને મોસિનરમ (મેઘાલય)
 • જૂનામાં જૂનો ગ્રંથ: ઋગ્વેદ
 • વધુ વસ્તીવાળું શહેર: મુંબઈ (મહારાષ્ટ્ર)
 • વધુ કોલસાની ખાણો ધરાવતું રાજ્ય: ઝારખંડ
 • વધુ ગતિવાળી રેલગાડી: શતાબ્દી એક્સ્પ્રેસ, ભોપાલ અને દિલ્લી વચ્ચે,
  ઝડપ: કલાકના 140 કિમી
 • મોટું રાસાયણિક ખાતરનું કારખાનું: ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC), ચાવજ (જિ. ભરૂચ) ગુજરાત
 • મોટું રણ: થરનું રણ (રાજસ્થાન)
 • મોટું પ્રાણીસંગ્રહાલય: ઝૂઓલૉજિકલ ગાર્ડન, કોલકાતા (પશ્વિમ બંગાળ)
 • મોટી ઈલેક્ટ્રિક રેલવે લાઈન:
  કોલકાતા થી દિલ્લી
 • લાંબો સડક માર્ગ:
  વારાસણીથી તિરુવનતંપુરમ
 • ઊંચી હોટલ: ઑબરૉય શેરેટન (મુંબઈ)
 • નાની વયનો તૈરાક: તેજસ્વી શિન્દે, 8 વર્ષ
 • મોટી ઉંમરના લેખક: નીરદ ચૌધરી, 103 વર્ષે નિધન
 • યુવાન વયે વિમાનચાલક: કૅપ્ટન નિવેદિતા ભાસીન, 26 વર્ષ
 • વધુ ગીત ગાનાર: લતા મંગેશકર
 • વધુ ગીત એક જ દિવસમાં ગાનાર:
  કુમાર સાનુ, 28 ગીત
 • તબીબીશાસ્ત્ર પર વધુ પુસ્તક લખનાર:
  ડૉ. લક્ષ્મીચંદ ગુપ્તા
 • વધુ કામદાર રાખનાર: ભારતીય રેલવે
 • મોટી શાળા: સાઉથ પૉઈન્ટ હાઈસ્કૂલ, કોલકાતા
 • વધુ વખત લોકસભાની ચૂંટણી જીતનાર: ઈન્દ્રજિત ગુપ્તા, સોમનાથ ચેટરજી, અટલબિહારી વાજપેયી: સતત દસ વાર
 • મોટી ઉંમરે વડા પ્રધાન: મોરારજી દેસાઈ,
  81 વર્ષ
 • નાની વયે રાષ્ટ્રપતિ: નીલમ સંજીવ રેડ્ડી,
  64 વર્ષ
 • નાની વયે વડાપ્રધાન: રાજીવ ગાંધી, 40 વર્ષ
 • યુવાન વયે ભારતરત્ન અવૉર્ડ મેળવનાર: સચિન તેંદુલકર, 41 વર્ષે
 • મોટી પોસ્ટઑફિસ: જીપીઓ મુંબઈ, 101 કાઉન્ટર
 • લાંબી રેલવે ટનલ: પીર પંજાલ રેલવે ટનલ, (જમ્મુ અને કશ્મીર),21 કિમી
 • સૌથી લાંબો રેલવે પુલ (4.62 કિમી.): કોચીમાં ઈદાપલ્લીથી વલ્લારપદમ
 • મોટું ગુફા મંદિર: કૈલાસ મંદિર, વેરૂળ (ઈલોરા), મહારષ્ટ્ર
 • મોટો પશુમેળો: સોનપુર મેળો, સોનપુર (બિહાર)
 • સૌથી મોટો મેળો: કુંભમેળો(દર 12 વર્ષે અલાહાબાદમાં)
 • સૌથી વધુ ઠંડુ સ્થળ: દ્રાસ (જમ્મુ કશ્મીર)
 • સૌથી વધુ ગરમ સ્થળ: શ્રીગંગાનગર (રાજસ્થાન)
 • સૌથી ઊંચુ ગોપુરમ્: રંગનાથ સ્વામી મંદિર, શ્રીરંગમ્(તમિલનાડુ)
 • સૌથી વધારે વનવિસ્તાર ધરાવતું રાજ્ય: મધ્યપ્રદેશ
 • સૌથી મોટો જિલ્લો (વિસ્તારમાં): કચ્છ (ગુજરાત) (45652 ચો.કિમી)
 • સૌથી મોટું કુદરતી બંદર: મુંબઈ
 • સૌથી મોટી જળવિદ્યુત યોજના: શરાવતી (કર્ણાટક)
 • સૌથી વ્યસ્ત પુલ: હાવડા બ્રિજ, કોલકાતા(પ.બંગાળ)