A . ભારત કૌશલ રિપોર્ટ ૨૦૨૦ (India Skill Report 2020)
ભારત કૌશલ રિપોર્ટ ૨૦૨૦ ની 7thઆવૃતિ જારી કરવામાં આવી .
તે UNDP, AICTE અને ભારતીય વિશ્વવિદ્યાલયના સંઘના સહયોગથી વ્હીબોક્સ (એક વૈશ્વિક પ્રતિભા –મૂલ્યાંકન કંપની); પીપલ સ્ટ્રોંગ અને ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII) ની એક સંયુક્ત પહેલ છે.
ભારત કૌશલ રિપોર્ટ 2020 નો ઉદેશય પ્રતિભા (talent) નો પુરાવઠો અને ઉદ્યોગ તરફથી માંગના સબંધમાં અવલોકન પ્રદાન કરવું છે.
આ રિપોર્ટ નવા યુગની નોકરીઓ અથવા કાર્યો માટે આપણા વર્તમાન પ્રતિભા પુલની તત્પરતા અને વર્તમાનમાં નિયોકતા (employers) દ્વારા ભાવી કર્મચારીઓમાં શોધી રહેલ કૌશલોના સંબંધમાં વર્ણન પ્રસ્તુત કરે છે.
અગાઉ 3 વર્ષોથી ભારતના યુવાઓની રોજગારની સ્થિતિ સ્થિર બનેલી છે, જે નોકરી માટે તૈયાર સહભાગીઓમાં 46.21% છે.
મહિલા રોજગારી ૪૭% છે અને તેમાં લગાતાર વૃધ્ધિ થઇ રહી છે, જ્યારે પુરુષ કર્મચારીઓની સંખ્યા વર્ષ ૨૦૧૯નાં ૪૭.૩૯% થી ઘટી ૪૬% થઇ ગઇ છે. તે ઉધોગો માટે મહિલા સંસાધન પૂલ નો લાભ ઉઠાવવાની તકોને દર્શાવે છે.

B. ભારતીય કૌશલ સંસ્થા (Indian institute of Skills)
મુંબઈમાં ભારતીય કૌશલ સંસ્થા (IIS) ની આધારશીલા રાખી.
કેન્દ્રિય મંત્રીમંડળએ બે અન્ય શહેરો અમદાવાદ અને કાનપુરમાં પણ IIS સ્થાપિત કરવા માટે પોતાની સ્વીકૃતિ પ્રદાન કરી દીધી છે.
અત્યાધુનિક પ્રશિક્ષણ સંસ્થા નાં રૂપમાં સ્થાપિત આ સંસ્થાઓ નું નિર્માણ અને કામગીરી જાહેર – ખાનગી ભાગીદારી (Public-Private Partnership : PPP) મોડલના આધારે તથા એક બીન-લાભકારી સંસ્થાના રૂપમાં કરવામાં આવશે.
એક પ્રતિસ્પર્ધી બોલી પ્રક્રિયાનાં માધ્યમથી મુંબઇમાં પ્રથમ IIS સ્થાપિત કરવા માટે ટાટા એજ્યુકેશન ડેવલોપમેન્ટ ટ્રસ્ટ (TEDT) ને એક ખાનગી ભાગીદારીના રૂપમાં પસંદગી કરી છે.
આ કૌશલ પરિસ્થિતિકી તંત્ર (Ecosystem) માં ટર્શિયરી કેયર ઇંસ્ટિટયૂટ ના રૂપમાં કાર્ય કરશે તથા ઉભરતી ઉચ્ચ માંગ વાળા ક્ષેત્રો , જેમકે સઘન તકનીક (deep technology ); એયરોસ્પેસ; ઓટોમેશન;કૃત્રિમ બુધ્ધિમતા અને મશીન લર્નિગ; સાઇબર પ્રૌદ્યોગિકી; ઊર્જા સંરક્ષણ વગેરે માટે આવશયક કોર્સ ઉપલબ્ધ કરાવશે.

C. ભારતીય કૌશલ વિકાસ સેવા કેડરની પ્રથમ બેચ (First Batch of ISDS Cadre)
મૌસૂર સ્થિત પ્રશાસનિક પ્રશિક્ષણ સંસ્થા (ATI) માં કેન્દ્ર સરકારની નવીનતમ સેવા; ભારતીય કૌશલ વિકાસ સેવા (Indian Skill Development Services : ISDS) ના પ્રથમ બેચનાં સદસ્યોના પ્રશિક્ષણ કાર્યક્રમનું શુભારંભ કાર્યું.
ISDS કેડર માં સામેલ થવા વાળા આ પ્રથમ બેચની પસંદગી સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા આયોજિત ભારતીય એંજિનિયરિંગ સેવા પરીક્ષા ના માધ્યમે કરવામાં આવી છે.
આ ગ્રૂપ ‘A’ ની એક સેવા છે. તથા તેને કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય પ્રશિક્ષણ નિયામકશ્રી માટે વિશેષ રૂપથી સર્જન કરવામાં આવ્યું છે.તેનો ઉદેશય દેશમાં કૌશલ વિકાસ વાતાવરણ ને સંસ્થાગત બનાવવાની દિશામાં યુવા અને પ્રતિભાશાળી પ્રશાસકો ને આકર્ષિત કરવાનો છે.

D. રિસ્કીલિંગ રિવોલ્યુશન (Reskilling Revolution)
ભારત એક સંસ્થાપક સરકારી સદસ્ય ના રૂપમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની રિસ્કિલિંગ રિવોલ્યૂશન માં સામેલ થયો હતો.
તેના સંસ્થાપક સરકારોમાં બ્રાઝિલ, ફ્રાંસ; ભારત; રશિયા; પાકિસ્તાન; સંયુક્ત અરબ અમીરાત અને અમેરિકા સામેલ છે.
રિસ્કિલિંગ રિવોલ્યુશન WEF ની એક પહેલ છે, જેનું લક્ષ્ય વર્ષ 2030 સુધી એક બિલિયન લોકોની સારી શિક્ષા; કૌશલ અને રોજગાર પ્રદાન કરે છે.
તેનો ઉદેશ્ય રિસ્કિલીગ ની આવશ્યકતાને ચિન્હિત કરવી છે,જેની પાછળ નીચે આપેલ પરિસ્થિતિઓ જવાબદાર રહી છે.
ચતુર્થ આઉદ્યોગીક ક્રાંતિ ની ટેકનોલોજીના કારણે રોજગારો માં થવા વાળા પરીવર્તન,
અત્યારના રોજગારોના પ્રદર્શન માટે મુખ્ય કૌશલોમાં પરીવર્તનની આવશ્યકતા,
ઉચ્ચ ટેકનોલોજી અને વિશેષ કરી આંતર વ્યક્તિત્વ કુશાળતાની ઉચ્ચ માંગ જેમાં વેચાણ; માનવ સંસાધાનો; સંભાળ અને શિક્ષણ સંબંધિત કુશળતાનો સમાવેશ થાય છે.
રિસ્કિલિંગની આવશ્યકતા વાળા રોજગારની ઓળખ કરવા માટે WEF દ્વારા “જોબ્સ ઓફ ટુમોરો : મેપિંગ અપોર્ચ્યુનીટી ઇન ધ ન્યુ ઈકોનોમી” નામની એક રિપોર્ટ પણ જારી કરી છે.

E. “યુવાહ “ યુવા કૌશલ પહેલ (Yuwaah Youth Skilling Initiative)
“જનરેશન અનલિમિટેડ પાર્ટનરશિપ” વિવિધ ક્ષેત્રોના કર્તાઓને એક સાથે લાવે છે. જેથી યુવાઓને ઉત્પાદક નાગરિક બનાવી શકાય તથા માધ્યમિક-આયુ શિક્ષા અને પ્રશિક્ષણને રોજગાર તથા ઉદ્યમિતા સાથે જોડી શકાય છે.
ભારતમાં, આ પહેલને “યુવાહ” કહેવાયા છે.
એ કેન્દ્ર અને રાજ્ય સરકારો; ખાનગી ક્ષેત્ર; સંયુકત રાષ્ટ્ર એજન્સીઑ (જેમકે યૂનિસેફ) વગેરેથી પ્રમુખ હિતાધારકોને એક સાથે લાવે છે.
યુવાહ ના લક્ષિત આયુ સમૂહમાં કિશોર છોકરીઓ અને છોકરાઓનો સમાવેશ થાય છે.