• ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ
 • પ્રાગ ઐતિહાસિક કાળ:
 • સાબરમતી, મહી, ઓરસંગ, નર્મદા, ભાદર, વાડી, ઠેબી વગેરે નદીઓના કિનારેથી અને કોતરોમાંથી પ્રાગ-ઐતિહાસિક કાળના અવશેષો મળી આવ્યા છે. તેમાંથી પ્રાચીન ડેન્ટેલીમ દરિયાઈ માછલી, વરુ, નોળિયો, ગેંડા, જંગલી સૂવર, ચિત્તલ, નીલગાય વગેરેના અવશેષો મળ્યા છે (રોબર્ટ બ્રુશફ્રુટ), ત્યાં આવેલ અંધારિયો ટીંબો અને રાવળીયાનો ટીંબો નામના સ્થળેથી 1944 થી 1963 દરમ્યાન Environmental Archeology વિભાગ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું, ભારતમાં મળેલ મનુષ્યના સૌથી જૂના હાડકા અને અવશેષો લાંધણજ ખાતેથી મળી આવે છે, 1946માં આ ખોદકામ હસુમુખ સાંકળિયાના વડપણ નીચે કરવામાં આવ્યું.
 • હડપ્પા કાલીન ગુજરાત:
 • ગુજરાતમાંથી રંગપુર, તા.લીમડી. જિ.સુરેંદ્રનગર ખાતેથી હડપ્પાકાલીન સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ મળી આવ્યા. ત્યારબાદ ધણાં અન્ય સ્થળોએથી પણ હડપ્પાકાલીન અવશેષો મળી આવ્યા છે, તેમાંથી મુખ્ય સ્થળોની મહિતી નીચે મુજબ છે.

    સ્થળ જિલ્લો/વિસ્તાર                                      અવશેષો/વિશેષતાઓ

 • બાબરકોટ (જૂનાગઢ):                                 બાજરી અને ચણા
 • બેટ દ્વારકા (દે.દ્વારકા):                                 સિક્કા, બરણી, તાંબાનો માછલી પકડવાનો હાથો
 • ભગતરાવ (ભરૂચ):                                         –
 • દેશલપર (નખત્રાણા, કચ્છ):                        માટલાં અને સિક્કા

          (જગતપતિ જોષી)

 • ધોળાવીરા (કચ્છ):                                         બળદગાડાંનુંચિત્ર, જળવ્યવસ્થા, પથ્થરોનાં મકાન
 • ગોળધોરો(બગસરા, અમરેલી):                      બંગડીઓ, મણકાંઓ
 • ખીરસર (નખત્રાણા, કચ્છ):                            સોનું, તાંબુ, વજનિયાં
 • પાદરી અને કેરાલાનો ધોરો (ભાવનગર):       મીઠા ઉત્પાદન કેન્દ્ર
 • કુંતાસી (મોરબી):                                             નાનું બંદર
 • લોટેશ્વર (પાટણ):                                             પ્રાચીન અવશેષો
 • લોથલ (એસ.આર.રાવ)1957:                        મણકાંની ફેક્ટરી, ડોક્યાર્ડ, અગ્નિકુંડો, ચિત્ર (અમદાવાદ) દોરેલી બરણી, ચોખાની ખેતીના અવશેષો
 • માલવણ(સુરત):                                               હડપ્પા સંસ્કૃતિનો દક્ષિણતમ છેડો.
 • (જગતપતિ જોષી 1967)                   
 • પબુમઢ(કચ્છ):                                                 મોટું વિશાળ મકાન, એકશુંગી પ્રાણી ની મુદ્રા,  બંગડીઓ, મણકાં, સોય, લાલ માટલાં
 • રંગપુર (સુરેન્દ્રનગર):                                       દરિયાઈ બંદર

          (એસ. આર રાવ 1953)        

 • રોજડી (રાજકોટ):                                               
 • શિકારપુર (કચ્છ):                                                ખોરાકીય બાબતોની શોધ
 • સુરકોટડા (કચ્છ):                                                 ધોડાના અવશેષો(એકમાત્ર સ્થળ)

          (જગતપતિ જોષી 1964)       

 • વેજલકા (બોટાદ):                                                માટલાં
 • લાખા બાવળ, આમરા (જામનગર):                    
 • કોટ, પેઢામલી વિજાપુર(મહેસાણા):                     

 

 • મુખ્ય પશું :- ખૂંધ વાળો બળદ
 • ગુજરાતનું સૌથી પ્રાચીન બંદર :- લોથલ
 • ત્યાર બાદના સમયગાળાની કોઈ માહિતી ઉપલબ્ધ નથી, છેલ્લે 1963 થી 1980ના સમયગાળામાં આર્કિયોલોજીક્લ સર્વે ઓફ ઈંડિયા એ સમુદ્રમાં કરલ શોધખોળમાં પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો મળી આવ્યાં છે જેથી ગુજરાતમાં મહાભારત યુગ સાંકળી શકાય.
 • પૌરાણિક ઈતિહાસ
 • શર્યાતિના વંશજ આનર્તના નામ પરથી ગુજરાતનો વિસ્તાર આનર્ત તરીકે ઓળખાતો(રાજધાની : કુશસ્થળી{દ્વારકા}). કંસની હત્યાબાદ કૃષ્ણ, બલરામ યાદવ સેના સાથે ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવી ચડ્યાં, ત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર નો વિસ્તર આનર્તના પુત્ર રૈવતની સત્તા તળે હતો. પ્રાચીન આનર્ત એટલે હાલમાં તળગુજરાતનો ઉત્તરભાગ. શર્યાતિના વંશજ આનર્તના નામ પરથી ગુજરાતનો વિસ્તાર આનર્ત તરીકે ઓળખાતો, વડનગરનું જૂનુ નામ :- આનર્તનગર.
 • રૈવત સાથેના યુદ્ધ અને સંધિ બાદ રૈવતી અને બલરામના લગ્ન થયાં અને દ્વારિકામાં કૃષ્ણનું શાસન શરૂ થયું. આહિર અને યાદવો ત્યારબાદ ત્યાં સ્થાયી થયાં યાદવસ્થળી દરમ્યાન યાદવોનો વંશ મૃત્યુ પામ્યો, કૃષ્ણ ના પુત્ર પ્રદ્યુમન અને તેનો પુત્ર અનિરૂધ્ધ (પ્રધ્યુમ્નની પત્ની- રૂકમાવતી) કાળક્રમે દ્વારિકા સમુદ્રમાં ડુબી ગઈ અને યાદવોનો નાશ થયો.
 • મૌર્યકાળ:
 • સ્થાપક : ચંદ્રગુપ્ત મૌર્ય ( રાજધાની: ગિરિનગર{હાલ.ગિરનાર} )
 • ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ શરૂ.(ઈ.સ. પૂર્વે 322 થી 185)
 • આ સમયમાં વહીવટી વડા તરીકે “મહામાત્ર” સત્તા સંભાળતો.
 • ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે જુનાગઢના ગિરનારમાં સુદર્શન તળાવ બંધાવ્યું. (ગુજરાતનું સૌથી પ્રાચીન તળાવ)
 • તે સમયે બૌધ્ધ ધર્મ પ્રચલિત હતો.
 • જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે. જે બ્રાહ્મી લિપી ( દેવનાગરી લિપી ) અને પાલિભાષા માં રચાયેલ છે.
 • આ શિલાલેખમાં 14 ધર્મ આજ્ઞાઓ હતી. તેમં અશોક રાજાનો ઉલ્લેખ “ પ્રિયદર્શી રાજા અને દેવોનાં પ્રિય તરીકે કરવામાં આવ્યો છે.
 • ઈ.સ. 1822માં કર્નલ ટોડ દ્વારા શોધ અને 1837માં જેમ્સ પ્રિન્સેપ દ્વારા આની લિપી ઉકેલવામાં આવી હતી.
 • અશોક મુજબ સૌથી મુખ્ય વિજય ધર્મનો વિજય છે.
 • મોર્યવંશ દરમિયાન વહિવટ રાજ્યપાલો દ્વારા ચાલતો.
 • અનુમૌર્ય કાળ:
 • ક્ષત્રપો (શકો) નું શાસન.
 • પશ્ર્વિમ ભારતમાં 400 વર્ષ સુધી ક્ષત્રપોનું શાસન હતું.
 • ક્ષત્રપ એટલે રાજ્યપાલ કે પૃથ્વીપાલ, આ વંશમાં કુલ છ કુળ થઈ ગયા.
 • ઈ.સ. 150માં અતિવૃષ્ટિથી સુદર્શન તળાવ તુટતા ગિરનારના અમાત્ય સુવિશાખ દ્વારા સમારકામ.
 • આ વંશના રાજા રુદ્રસિંહ પ્રથમ દ્વારા સૌ પ્રથમ સિક્કાઓમાં સંવત(વર્ષ) લખવાની શરૂઆત થઈ.
 • સ્તૂપની અંદર અવશેષ મૂકેલી સૌથી પવિત્ર જગ્યા હર્મિકા તરીકે ઓળખાય છે.
 • જૂનાગઢના ઈટાવામાં મહારાજ રુદ્રસેન વિહાર, જૂનાગઢ ખાતે બોરિયા ખીણ પાસે બકી લાખાની મેડી તરીકે ઓળખાતો સ્તૂપ.
 • ગોંડલના વીરપુર ખાતે ખંભાલીકાની ગુફા જે પથ્થરો કોતરીને બનાવેલી જેમા પદ્મપાણી અવલોકિતેશ્વર અને વ્રજપાણીની મૂર્તિ.
 • ભાવનગરના તળાજા ખાતે 30 જેટલી ગુફાઓ આવેલ છે જેને એભલ મંડપ કહે છે.
 • ઉના તાલુકાના સાણા ખાતે 62 ગુફાઓના સમૂહને પણ ‘એભલ મંડપ’ કહે છે.
 • શામળાજી ખાતે ‘દેવની મોરિ’ ગામ ખાતે ઈટેંરી સ્તૂપ: ભોજરાજના ટેકરા મહારાજ રુદ્રસેન ત્રીજા તરીકે ઓળખવામાં આવે છે.
 • શ્રેષ્ઠ ક્ષત્રપ રાજા: રુદ્રદામા (જુનાગઢ માં તેનો લેખ આવેલો છે.)
 • છેલ્લો ક્ષત્રપ રાજા: રુદ્રસિંહ ત્રીજો
 • ગુપ્તકાળ:
 • સ્થાપક: ચંદ્રગુપ્ત પહેલો.
 • પ્રચલિત ધર્મ: વૈષ્ણવ ધર્મ.
 • ચંદ્રગુપ્ત બીજાએ રુદ્રસિંહને હરાવીને ગુજરાતમાંથી ક્ષત્રપ સત્તાનો અંત કર્યો.
 • ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની મુસાફર ફાહયાને ગુજરાતની મુલાકાત લીધી.
 • સ્કંદગુપ્તના સુબા પર્ણદત્તે સુદર્શન તળાવનો જીર્ણોધ્ધાર કરાવ્યો અને તેના કિનારે વિષ્ણુ મંદિર બંધાવ્યું. (ચક્રપાલિત દ્વારા સુદર્શન તળાવનું બીજી વાર સમારકામ)
 • સ્કંદગુપ્ત: સૂબા તરિકે પર્ણદંત -> તેનો પુત્ર ચક્રપાલિત
 • ગિરનારનો નગરપતિ: ચક્રપાલિત
 • ગુજરાતમાં ગુપ્તવંશના રાજાઓ નહિ પરંતુ તેમના સૂબાઓ દ્વારા શાસન થતું હતું.
 • ગુપ્તકાળમાં ગ્રીસ અને રોમ સાથે વ્યાપારી સંબંધો જોવા મળતા હતા.
 • સ્કંદગુપ્તના નામના સોનાના સિક્કા બહાર પાડવામાં આવ્યા.