•               સાહિત્ય પ્રકાર
 • જૈન સાહિત્ય સ્વરૂપ
 • રાસ:
 • રાસ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રથમ સાહિત્ય પ્રકાર છે.
 • હેમચંદ્રાચાર્યની કૃતિ દેશીનામ માળામાં રાસક શબ્દ પરથી રાસ ઉતરી આવેલ છે.
 • રાસમાં મુખ્યત્વે જૈન તીર્થંકરોની કથાવસ્તુને ધ્યાનમાં લઈ વૃંદમાં રાસને રજૂ કરવામાં આવે છે.
 • શાલિભદ્રસૂરિ દ્વારા લખાયેલો ભરતેશ્વર બાહુબલીરાસ એ ગુજરાતી સાહિત્યનો ઉત્તમ રાસ સાહિત્ય પ્રકાર છે.
 • પ્રબંધ:
 • પ્રબંધ માં મુખ્યત્વે “વીરરસ” હોય છે.
 • મહાપુરૂષની યુદ્ધગાથા કે શૌર્યગાથાને રજૂ કરવામાં આવે છે.
 • પદ્મનાભ નામના સાહિત્યકાર દ્વારા લખાયેલો કાન્હડદે પ્રબંધ શ્રેષ્ઠ ગણી શકાય.
 • ફાગુ:
 • ફાગુ શબ્દ એ “ફગ્ગુ” પરથી ઉતરી આવેલો છે.
 • ફગ્ગુ શબ્દનો પ્રથમ ઉલ્લેખ હેમચંદ્રાચાર્યની કૃતિ દેશીનામમાળામાં જોવા મળે છે.
 • ફાગુ એ રાગ છે અને ફાગણ માસમાં ગાવામાં આવે છે.
 • જૈન સાહિત્યમાં ફાગુ સાહિત્ય પ્રકારમાં શૃંગાર પ્રદાનના વિષયવસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે છે.
 • રાજશેખરસુરિ દ્વારા લખાયેલું નેમિનાથ ફાગુ અને વસંતવિલાસ શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ છે.
 • બારમાસી:
 • બારમાસી મુખ્યત્વે “બારમાસના વિરહ”નું વર્ણન કરતો સાહિત્ય પ્રકાર છે.
 • જેમાં મનુષ્ય જીવનના સ્વજનો દ્વારા વિરહની વેદનાને સુંદર રીતે વર્ણવાય છે.
 • વિનયચંદ્રસુરિ દ્વારા લખાયેલુ નેમીનાથ-ચતુષ્પાદીકા અથવા ચતુષ્પાદીકા એ ઉત્તમ બારમાસી સાહિત્ય છે.
 • જૈનેત્તર (જૈન સિવાય) સાહિત્ય સ્વરૂપ:
 • પદ:
 • પદની રચના નરસિંહ મહેતાએ કરી છે. પદનો શાબ્દિક અર્થ ડગલુ કે પગલુ થાય છે.
 • પદ બે અથવા ચાર લિટીમાં લખાયેલ મધ્યકાલીન ગુજરાતીમાં સૌથી વધુ લખાયેલ સાહિત્ય પ્રકાર છે.
 • નરસિંહ મહેતા ઉપરાંત મીરાંબાઇ, દયારામ પાસેથી વીસાળ (વીસ પંક્તિ નું એક પદ) પદો નું પ્રમાણ મળે છે.
 • મીરાંબાઈએ ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ પદ લખેલ છે. ભજન અને પ્રભાતિયા એ પદના પેટા પ્રકાર છે.
 • તેમના રચયિતા પણ નરસિંહ મહેતા છે.
 • ગરબી:
 • ગરબીએ શક્તિ અને કૃષ્ણ ભક્તિ સાથે સંકળાયેલ સાહિત્ય પ્રકાર છે.
 • ગરબીના પિતા દયારામ છે.
 • ગરબી સ્ત્રી-પુરૂષ પ્રધાન સાહિત્ય પ્રકાર ગણાય છે.
 • દયારામે કૃષ્ણ ભક્તિ આધારિત ગરબીઓ લખેલી છે.
 • ગરબો:
 • ગરબો શબ્દ એ સંસ્કૃત ભાષા ના ગર્ભદીપ (માટલાના અંદર નો દિવો) માંથી ઉતરી આવ્યો છે.
 • ગરબાના સર્જક: અમદાવાદમાં જન્મેલ વલ્લભ ભટ્ટ અને તેમના ભાઇ ધોળા ભટ્ટ.
 • આ બન્ને ભાઇઓ બહુચરાજી માં ની ભક્તિ કરતા હતા અને પછી તેમણે બેચરાજીને કર્મભૂમિ બનાવી હતી.
 • નવરાત્રીના પ્રસંગો માં માતાજીની સ્તુતિ અંગે ગાવામાં આવતા ગરબા તેમણે લખ્યા છે તેમણે શક્તિ-ભક્તિ પર આધરિત ગરબા લખેલા છે.
 • નવરાત્રીના પ્રસંગોમાં ગાવામાં આવતો ‘આનંદનો ગરબો’, ‘કળિકાળનો ગરબો’, ‘શૃંગારનો ગરબો’, ‘કજોડાનો ગરબો’, આવેલ છે.
 • ગરબા એ માત્ર ‘સ્ત્રી ’ પ્રધાન છે.
 • મેવાડા ભાઇઓએ આદ્યિશક્તિ માં અંબેની ‘આરતી‘ આપેલ છે.
 • આખ્યાન:
 • આખ્યાનનો શાબ્દિક અર્થ “શરૂઆત થી આરંભીને” કરવું એવો થાય છે.
 • આખ્યાનના બીજ નરસિંહ મહેતા પાસેથી મળ્યા.
 • પરંતુ “આખ્યાનના પિતા” ભાલણ કહેવાય છે. તેમણે આખ્યાનને કડવા અથવા કડવુંમાં વિભાજીત કરેલા. માટે ભાલણને “કડવાના પિતા” પણ કહેવાય છે.
 • પૌરાણિક કે ઐતિહાસિક કથા વસ્તુનો આધાર લઇને લોકો સમક્ષ શરૂઆતથી અંત સુધી રજૂ કરવામાં આવતી ઘટનાને આખ્યાન કહેવાય.
 • આખ્યાન કહેનાર/ગાનાર વ્યક્તિ માણભટ્ટ તરીકે ઓળખાય છે.
 • પ્રેમાનંદ: શ્રેષ્ઠ આખ્યાનકાર, આખ્યાન શિરોમણી
 • પ્રેમાનંદે આખ્યાનને આજીવિકાનું સાધન બનાવેલું, પ્રેમાનંદને ગુજરાતી સાહિત્યના આખ્યાન શિરોમણી કે મહાકવિનું બિરૂદ મળેલ છે.
 • કાફી:
 • કાફીના રચયિતા: ધીરો ભગત
 • કાફી એ જ્ઞાન આધારિત સાહિત્ય પ્રકાર છે.
 • રાજીયા: [ છાજીયા & મરસીયા ]
 • મૃત્યુ પ્રસંગે ગાવામાં આવતા શોકગીતને રાજીયા કહેવાય.
 • રાજીયાના રચયિતા મૂળ મરાઠી તથા કબીરપંથના કવિ બાપુ સાહેબ ગાયકવાડ
 • પદ્યવાર્તા:
 • જૂની પૌરાણિક અને પ્રચલિત કથાવસ્તુને કાલ્પનિક પાત્રોનો આધાર લઇને લોકો સમક્ષ રજૂ કરવામાં આવતી ઘટનાને પદ્યવાર્તા કહેવાય છે.
 • પદ્યવાર્તાના સર્જક: શામળ મહારાજ (શામળ વિરેશ્વર ભટ્ટ)
 • છપ્પા:
 • છપ્પા એ જ્ઞાન આધારિત સાહિત્ય પ્રકાર છે.
 • મધ્યકાળમાં છપ્પાના રચયિતા અક્ષય સોની (અખો)ને ગણવામાં આવે છે.
 • છપ્પા એટલે છ(6) ચરણનું નાનકડું કાવ્ય.
 • અખાએ મુખ્યત્વે સમાજમાં પ્રવેશેલો સડો, ધર્મના આડંબરોને દૂર કરી સાચા ધર્મ અને નૈતિક મુલ્યની સ્થાપના માટે કટાક્ષયુક્ત ભાષામાં બોઘ આપ્યો છે. આથી અખો જ્ઞાન માર્ગ કવિ કહેવાય છે.
 • ચાબખા:
 • કટાક્ષની ભાષામાં લખાયેલ સાહિત્ય પ્રકાર છે.
 • ચાબખાના રચયિતા ભોજા ભગત સંત શ્રી જલારામ બાપાના ગુરુ હતા.(વિરપુર)
 • ભોજા ભગત ભોજરામ તરીકે પણ જાણીતા છે.
 • ભવાઇ:
 • જૂની પૌરાણિક કથાવસ્તુનો આધાર લઈ ભવાઈ ના પાત્રો રજૂ કરવામાં આવે છે.
 • ભવાઇના સર્જક પિતા: અસાઇત ઠાકર (જે સિદ્ધપુરના નિવાસી હતા.)
 • 360 જેટલા વેશ આપેલ, ‘રામદેવ પીર’ નો વેશ સૌથી જુનામાં જુનો હતો.
 • આ ઉપરાંત અસાઈત ઠાકરે ‘હંસાઉલી’ નામે ગ્રંથ રચ્યો હતો.