ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ

                                 ગુજરાત વર્નાક્યુલર સોસાયટી / ગુજરાત વિદ્યાસભા : (ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા)

 • સ્થાપના: 26 ડિસેમ્બર 1848
 • સ્થળ: અમદાવાદ
 • પ્રકાશન: બુદ્ધિપ્રકાશ
 • બુદ્ધિપ્રકાશ એ સંસ્થાનુ મુખપત્ર છે.
 • આ સંસ્થા દ્વારા “વરતમાન” નામનુ મુખપત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ
 • ગુજરાતની પ્રથમ સાહિત્ય સંસ્થા અને સૌથી જૂની.
 • પાછળથી ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાઇ.                   
 •           ગુજરાત સાહિત્ય સભા:
 • સ્થાપના: 1904
 • સ્થાપક: રણજિતરામ વાવાભાઇ મહેતા
 • સ્થળ: અમદાવાદ
 • પુરસ્કાર: રણજિતરામ સુવર્ણચંદ્રક
 • 1928 થી આપવામાં આવે છે.
 • પ્રથમ: ઝવેરચંદ મેઘાણી
 • ઉદ્દેશ્ય: “ ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો. તેમજ બનતા પ્રયાસે લોકપ્રિય કરવું. 
 •            ગુજરાત સાહિત્ય પરિષદ:
 • સ્થાપના: 1905
 • સ્થાપક: રણજિતરામ વાવાભાઇ મહેતા
 • સ્થળ: અમદાવાદ
 • પ્રકાશન: પરબ (માસિક),
 • ભાષાવિમર્શ (ત્રિમાસિક)
 • પ્રથમ અધ્યક્ષ: ગોવર્ધનરામ ત્રિપાઠી 
 •           પ્રેમાનંદ સાહિત્ય સભા:
 • સ્થાપના: 1916 – વડોદરા સાહિત્ય સભા
 • 1944 – પ્રેમાનંદ સાહિત્ય સભા
 • સ્થળ: વડોદરા
 • પુરસ્કાર: દર 2 વર્ષે ‘પ્રેમાનંદ ચંદ્રક’ આપવામાં આવે છે.               
 •            નર્મદ સાહિત્ય સભા:
 • સ્થાપના: 1923 – ગુજરાત સાહિત્ય મંડળ,
 • 1939 – નર્મદ સાહિત્ય સભા
 • સ્થળ: સુરત
 • પુરસ્કાર: દર 5 વર્ષે આ સંસ્થા દ્વારા ‘નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવે છે.
 • 1940 થી નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામાં આવે છે. 
 •            ગુજરાત સાહિત્ય અકાદમી:
 • સ્થાપના: 1982
 • સ્થળ: ગાંધીનગર
 • સંચાલક: ગુજરાત સરકાર
 • પ્રકાશન: શબ્દસૃષ્ટિ
 • ગૌરવ એવોર્ડ આપવામાં આવે છે.
 • આ સંસ્થા દ્વારા સસ્તા દરે પુસ્તકો વિતરણ કરવામાં આવે છે અને ગામડામાં મોબાઇલ લાઇબ્રેરી દ્વારા સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવામાં આવે છે.
 • 2016માં રમણભાઈ નીલકંઠ પુરસ્કાર અને સાહિત્યરત્ન પુરસ્કાર આપવાનું શરૂ કર્યું 
 •          બુદ્વિવર્ધક સભા:
 • સ્થાપના: 1851
 • સ્થાપક: નર્મદ અને તેના મિત્રોએ સ્થાપી હતી.
 •          ફાર્બસ ગુજરાતી સભા:
 • સ્થાપના: 1854
 • સ્થળ: મુંબઇ
 • સ્થાપક: ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી સ્થપાઇ
 •           ગુજરાત સંશોધન મંડળ:
 • સ્થળ: મુંબઇ
 • સ્થાપક: પોપટલાલ ગો. શાહે સ્થાપના કરી હતી.
 •          જ્ઞાન પ્રસારક સભા:
 • સ્થાપક: એલફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પેટન અને દાદાભાઇ નવરોઝી તથા અન્ય યુવાનોએ સ્થાપી હતી.
 •               સાહિત્ય સંસંદ:
 • સ્થળ: મુંબઇ
 • સ્થાપક: કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.
 •             ભારતીય વિદ્યાભવન:
 • સ્થળ: મુંબઇ
 • સ્થાપક: કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.
 • પ્રકાશન: નવનીત સમર્પણ
 •                 કોનું શું વખણાય છે :
 • નરસિંહ મહેતા ‌- પ્રભાતિયા
 • મીરાંબાઇ – પદો
 • દામોદર ખુશાલદાસ બોટાદકર – રાસ
 • કવિ ધીરો – કાફી
 • ભોજા ભગત ‌- ચાબખા
 • ન્હાનાલાલ – ડૉલનશૈલી, ઊર્મિકાવ્ય
 • અખો – છપ્પા
 • શામળ – છપ્પા તેમજ પદ્યવાર્તા
 • બળવંતરાય . ઠાકોર – સોનેટ
 • વલ્લભ ભટ્ટ – ગરબા
 • દયારામ – ગરબી
 • કવિ કાન્ત [મ.ર. ભટ્ટ] – ખંડ કાવ્ય
 • કલાપી [સુ.ત.ગોહિલ] – ખંડ કાવ્ય [કેકારો]
 • પ્રેમાનંદ – આખ્યાન
 • ભાલણ – આખ્યાનનાં પિતા
 • ઝવેરચંદ મેઘાણી – લોકસાહિત્ય
 • ધૂમકેતુ – નવલિકા [ટૂંકીવાર્તા]
 • ગિજુભાઇ બધેકા – બાળ સાહિત્ય
 • નર્મદ – ગુજરાતી ગદ્યના પિતા
 • જ્યોતીન્દ્ર દવે – હાસ્ય સાહિત્ય
 • પિંગળશી ગઢવી – લોકવાર્તા
 • કાકા સાહેબ કાલેલકર [દત્તાત્રેય .બા.ધર્માધિકારી] – નિબંધો, પદ્ય નાટક
 • ગુણવંતરાય આચાર્ય – દરિયાઈ નવલકથા
 • અમૃત ઘાયલ – ગઝલ
 • નરસિંહરાવ દિવેટિયા – એકાંકી
 • અસાઇત ઠાકર – ભવાઈ
 • મહાદેવભાઇ દેસાઈ – ડાયરી સાહિત્ય
 • .મા.મુનશી – ઐતિહાસિક નવલકથા
 • મોહન પટેલ – લઘુકથા