• ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત:
 • તાતારખાન (મહંમદશાહ પહેલો):
 • તે મુઝફ્ફરશાહ પહેલાનો પુત્ર હતો. તે સુલતાન મહંમદ તુઘલક બીજાનો એક અગત્યનો ઉમરાવ હતો. આ દરમ્યાન તાતારખાન નું અવસાન થયું. અને ઝફરખાન મુઝફ્ફરશાહ પહેલાનો ખિતાબ ધારણ કરી ગાદી પર આવ્યો.
 • મુઝફ્ફર શાહ પહેલો:
 • ગુજરાતમાં સૌ પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ રાજ્યની સ્થાપના કરી. (સ્થળ: વીરપુર)
 • અહેમદશાહ પહેલો:
 • સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતનો ખરો/વાસ્તવિક સ્થાપક.
 • મૂળનામ : અહેમદખાન
 • પિતા તાતારખાનનું અવસાન થયું ત્યારે તે માત્ર 13 વર્ષનો હતો.
 • તે 10 જાન્યુઆરી 1411માં નસિરુદ્દીન અહેમદશાહ નો ખિતાબ ધારણ કરી 19 વર્ષ ની વયે ગાદી પર આવ્યો.
 • તેણે જૂનાગઢનાં રાજા રા’માંડલિક ને હરાવ્યો.
 • તેણે માળવા, ચાંપાનેર, ઇડર વગેરેનાં રાજાઓને હરાવ્યા.
 • તેણે 26 ફેબ્રુઆરી 1411 નાં રોજ અમદાવાદની સ્થાપના કરી. આ ઉપરાંત તેણે 1427 માં હાથમતી નદીના કિનારે અહમદનગર (હાલનું હિંમતનગર) ની સ્થાપના કરી. આ નગરની ઈમારત ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ અને ત્રણ દરવાજા હતા.
 • અમદાવાદ ટંકશાળમાં ધાતુના સિક્કા પડાવનાર પ્રથમ શાસક હતો.
 • ગ્યાસુદ્દીન મહંમદ શાહ:
 • તેણે ઇડર અને વાગડનાં પ્રદેશો પર આક્રમણ કર્યું.
 • સુલતાન કુતુબુદીન અહેમદ શાહ: (અહેમદ શાહ બીજો)
 • તેણે અમદાવાદમાં હોજે-કુતુબ (કાંકરીયા તળાવ) બંધાવ્યું.
 • આ ઉપરાંત કુતુબુદીન ની મસ્જિદ દિલ્હી ચકલામાં બંધાવી. આથી ઈતિહાસકારો તેને ગુજરાતના શાહજહાં તરીકે ઓળખાવે છે.
 • નસીરુદ્દીન મહેમુદ શાહ:
 • મુસ્લિમ સલ્તનતનો શ્રેષ્ઠ રાજવી: ગુજરાતનો અકબર
 • મૂળનામ : ફતેહખાન, ઉપનામ : મહેમુદ બેગડો,  રાજધાની : ચાંપાનેર.
 • તેણે 1467 માં જૂનાગઢમાં ચૂડાસમા વંશના રાજા રામાંડલિકને હરાવી જૂનાગઢનું નામ મુસ્તુફાબાદરાખ્યું. ત્યારબાદ તેણે પાવાગઢના રાજા પતઈ રાવળને હરાવી પાવાગઢ જીતી લીધું અને તેનું નામ મુહંમદાબાદરાખ્યું. ત્યારબાદ તેણે વાત્રક નદીના કિનારે મહંમદાબાદ બંધાવ્યું જે આજે મહેમદાવાદ તરીકે ઓળખાય છે. મહેમદાવાદમાં ભમ્મરિયો કૂવો બનાવ્યો.
 • તેણે 1473માં દ્વારકા પર કબજો લીધો. દ્વારકા પર વિજય મેળવનાર તે પ્રથમ મુસ્લિમ સુલતાન હતો.
 • તેણે પોર્ટુગીઝોને નૌકા યુદ્ધમાં હરાવ્યા. ચેવલ બંદર પર ફિરંગીઓને હરાવ્યા હતા.
 • તેણે સરખેજના રોજાઓનું બંધારણ કરાવ્યું. તેણે રાણી રૂકમતીની મસ્જિદ, જૂમા મસ્જિદ, કેવડા મસ્જિદ, ખજૂરી મસ્જિદ, લીલાગુંબજની મસ્જિદ વગેરેની સ્થાપના કરાવી.
 • તેણે ચાંપાનેરનો કિલ્લો નવેસરથી બંધાવી ‘જહાંપનાહ’ નામ આપ્યું આ ઉપરાંત, તેણે ‘ચાંદો-સૂરજ મહેલ’ બંધાવ્યો.
 • તેના જનાનખાનામાં કામ કરતી બાઈ શ્રીહરિ એ 1499માં ‘દાદાહરિની વાવ’ બંધાવી હતી, આ, ઉપરાંત તેના આદેશથી 1499માં વીરસિંહની રાણી રૂડાબાઈ માટે મોહંમદ બેગડાએ અડાલજની વાવનું નિર્માણ કરાવ્યું હતું.
 • મહંમદ બેગડો, તેની બેગમ અને તેના શાહજાદાઓની મજાર સરખેજ રોજામાં આવેલી છે. શેખ અહેમદ ખટુગંજ બક્ષની પણ મજાર સરખેજ આવેલી છે. તેઓએ ગુજરાતમાં થી સૌ પ્રથમ ગળીનો નિકાસ કરાવ્યો હતો.
 • મઝફ્ફરશાહ બીજો: (સંત સુલતાન) (મહંમદ બેગડાનો પુત્ર)
 • તેણે વડોદરા પાસે દોલતાબાદ નામનું નગર વસાવ્યું.
 • તેનાં સમયમાં બાબરે ગુજરાત પર આક્રમણ કર્યુ. પરંતુ ફાવ્યો નહિ.
 • દિવ ખાતે પોર્ટુગીઝોને વેપાર કરવાની પરવાનગી આપીને ભૂલ કરી.
 • સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજો:
 • ગુજરાતના મુસ્લિમ શાસનનો છેલ્લો સુલતાન.
 • તેના વજીર ઈતિમાદખાને મુધલ સમ્રાટ અકબરને ગુજરાત પર આક્રમણ કરવા વિનંતી કરી. 1572માં અકબરે સૈન્ય સાથે ગુજરાત પર આક્રમણ કરી વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુસ્લિમ શાસનનો અંત આવ્યો અને મુઘલ સલતનત શરૂ થયું.
 • ગુજરાતમાં મુઘલ યુગ
 • અકબર:
 • ગુજરાત પર વિજયની યાદમાં તેણે ફતેહપુર સિક્રી ખાતે બુલંદ દરવાજા નું નિર્માણ કરાવ્યું. તેણે મુઘલ શાહજાદાઓની સૂબાઓ તરીકે નિયુક્તી કરી.
 • ગુજરાત પ્રાંતની વહીવટી વ્યવસ્થા ગોઠવી. પ્રાંતના દીવાન રાજા ટોડરમલે જમીનની જાત પ્રમાણે મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ દાખલ કરી. અનામિકા એકેડમી
 • જહાંગીર:
 • તેણે અંગ્રેજ પ્રતિનિધિ ટોમસ રો ને વેપાર કરવાની પરવાનગી આપતાં અંગ્રેજોએ 1613 માં સુરતમાં પોતાની પ્રથમ વેપારી કોઠી સ્થાપી. ગુજરાતની મુલાકાત દરમ્યાન અમદાવાદની ઘૂળ અને ગરમીથી પરેશાન થઈ જહાંગીરે અમદાવાદને ગર્દાબાદએટલે કે ધૂળિયુંશહેર કહ્યું.
 • શાહજહા:
 • તે ઘણો સમય ગુજરાતના સૂબા તરીકે રહ્યો.
 • તે સમય દરમ્યાન અમદાવાદમાં શાહીબાગ અને મોતીશાહી  મહેલની સ્થાપના કરી.
 • ઔરંગઝેબ:

તેનો જન્મ દાહોદમાં થયો હતો. તે ક્રુર, ઘાતકી અને અસહિષ્ણુ રાજા હતો. તેણે હોળી-ધૂળેટી જેવાં તહેવારો પર પ્રતિબંધ મૂક્યો, તેનાં સમયમાં જજિયાવેરો પુનઃ શરૂ કરવામાં આવ્યો. તેનાં સમયમાં શિવાજી મહારાજે ‘બાબુલ મક્કા’ તરીકે ઓળખાતાં સુરતને બે વાર (5મી જાન્યુ. 1664 અને ૨જી ઓક્ટો.1670) લૂંટ્યું હતું, ઔરંગઝેબના અવસાન બાદ મુઘલ સત્તા નબળી પડી, અને રાજ્યનું તંત્ર વેર-વિખેર થયું. આ તકનો લાભ લઈ કેટલાંક વિસ્તારમાં મરાઠાઓ શાસનકર્તા બની બેઠા.