• વાઘેલા વંશ: (ઇ.સ.1226 થી 1299)
 • સ્થાપક: વિસળદેવ વાધેલા. તેણે વિસનગર શહેર વસાવ્યું .
 • અર્ણોરાજ કુમાળપાળનો સગો માસિયાઇ ભાઇ થતો હતો. કુમાળપાળે તેને સામંત બનાવ્યો હતો અને વ્યાઘ્રપલ્લી નામનુ ગામ ભેટ આપ્યું.
 • અર્ણોરાજ (આનાડ઼) નો પુત્ર લવણપ્રસાદ ખૂબ પ્રતાપી હતો. પોતાના પરાક્રમથી તેણે પોતાના મંડળનો વિસ્તાર વધાર્યો અને ધોળકા ગામ વસાવી ત્યાં પોતાની રાજધાની સ્થાપી. લવણપ્રસાદનો પુત્ર વીરધવલ પણ બુદ્ધિશાળી અને પરાક્રમી હતો.
 • લવણપ્રસાદે વસ્તુપાલને મંત્રી તરીકે નિમ્યો હતો.1252માં વસ્તુપાલને સૂબા તરીકે ખંભાત મોકલ્યો. વસ્તુપાલે લાટના રાજાના શંખને હરાવ્યો અને સમગ્ર લાટ(ભરૂચ) વિસ્તાર પર વાઘેલાઓની સતા સ્થાપી.
 • અન્ય સેનાપતિ તેજપાલે ગોધરાના રાજા ધૂંધલ હરાવ્યો.
 • વસ્તુપાલ તેજપાલે ઘણાં મંદિરોનુ નિર્માણ કરાવ્યું. વસ્તુપાલે આબુ પર ‘લૂણગવસહિ’ 1230 માં બંધાવ્યું. આ ઉપરાંત તેણે ‘સુરથોત્સવ’ અને ‘કીર્તિકૌમુદી’ નામના બે મહાકાવ્યો રચેલાં છે.
 • વિસલદેવ વાઘેલા: (ઈ.સ 1244 થી 1262)
 • ત્રિભુવન પાળનું અવસાન થતાં વિસલદેવે 1244 માં પાટણની ગાદી મેળવી. 1247 સુધી તેજપાલ તેનો મહામાત્ય હતો. તેના અવસાન બાદ નાગડને મહામાત્ય બનાવ્યો.
 • તેણે માળવાના રાજાને હરાવ્યો હતો. તેણે દક્ષિણમાં સિંઘણના સૈન્ય પર વિજય મેળવ્યો. આ ઉપરાંત તેણે મેવાડના તેજસિંહને હરાવ્યો.
 • તેણે ઉત્તર કોંકણના રાજા શિલાહાર અને હોયસાળ રાજાઓને હરાવ્યાં.
 • તેણે ડભોઈના વૈદ્યનાથ મંદિરનો જિર્ણોદ્વાર કરાવ્યો હતો.
 • વિસલદેવના જ સમયમાં 1312 થી 1315 સુધી ભીષણ દુષ્કાળ પડ્યો. હતો ત્યારે કચ્છના વણિક જગડુશાએ પુષ્કળ મદદ કરી હતી.
 • વિસલ દેવે વિસનગર શહેર વસાવ્યું અને અપરાર્જૂનઅને અભિનવસિદ્ધરાજએવાં બિરુદો ધારણ કર્યા હતાં.
 • વિસલ દેવ ની રાણીનું નામ નાગલ્લદેવી હતું. પુત્ર ન હોવાથી તેણે પોતાના મોટાભાઇ પ્રતાપમલ્લના પુત્ર અર્જુનદેવને ગાદી સોંપી.
 • અર્જુંદેવ વાઘેલા: (1262 થી 1275)
 • અર્જુનદેવને રાજવી તરીકેનો ઉલ્લેખ કરતો એક શિલાલેખ કચ્છમાંથી મળ્યો છે. તે પરથી જણાય કે તેની સત્તા કચ્છ-સૌરાષ્ટ્ર સુધી હતી.
 • સારંગદેવ વાઘેલા: (1275 થી 1296)
 • તેણે માળવાના રાજાઓને હરાવ્યા હતાં.
 • તેણે યાદવ રાજા રામચંદ્ર (દેવગિરિ) ને હરાવ્યો હતો.
 • તેના સમયમાં સોમનાથનો વિશાળ પાયા પર જીર્ણોદ્ધાર થયો.
 • સારંગદેવના અવસાન બાદ તેના મોટાભાઈ રામદેવનો પુત્ર કર્ણદેવ ગાદી પર બેઠો.
 • કર્ણદેવ વાઘેલા (રાયકરણ / કરણ ઘેલો): (1296 થી 1299)
 • તે ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા હતો. તેના સેનાપતિ માધવે અલ્લાઉદીન ખિલજીને ગુજરાત પર આક્રમણ કરવાનું આમંત્રણ આપ્યું. નંદશંકર તુળજાશંકર મહેતાએ તેના જીવન પરથી કરણઘેલો નામની નવલકથા લખી હતી. જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા છે.
  • ગુજરાતનો મધ્યકાલીન ઈતિહાસ
  • ગુજરાતમાં મુસ્લિમ સત્તાના શાસનના ત્રણ વિભાગ પાડી શકાય.

  ૧) દિલ્હી સલ્તનતની સત્તા. (1299 થી 1405)

  ૨) સ્વતંત્ર સુલતાનોની સત્તા. (1405 થી 1572)

  ૩) મુઘલ સત્તાનો યુગ (1572 થી 1760)

  આ પ્રમાણે લગભગ 5 સદીઓ સુધી ગુજરાતમાં મુસ્લિમ સત્તા સ્થપાયેલી રહી.

  • ગુજરાતમાં દિલ્હી સલ્તનત.
  • ખલજી વંશ:
  • અલાઉદ્દીન ખલજી:
  • અલાઉદીન ખલજી સામ્રાજ્યવાદી હતો. ગુજરાતની નબળી રાજકીય સ્થિતિ પારખીને 23 ફેબ્રુઆરી 1299 ના રોજ ઉલુઘખાન અને નુસરત ખાનને ગુજરાત પર આક્રમણ કરવા માટે મોકલ્યા. મેવાડના ડુંગરાળ માર્ગે કૂચ કરીને ખલજીનુ લશ્કર મોડાસા પહોંચ્યું.
  • ત્યાંથી લશ્કર આશાવલમાં પહોંચ્યું. વિજેતા સૈન્યએ હવે ગુજરાતના પાટનગર અણહીલવાડ પાટણ તરફ કુચ કરી. વિના મુશ્કેલીએ ખલજી લશ્કરે પાટણ કબ્જે કર્યું.
  • ઈસ્લામના લશ્કરને રાજા કર્ણદેવનો પુષ્કળ ખજાનો, હાથીઓ અને સ્ત્રીઓ હાથે લાગી. અને તેમાં કર્ણદેવની પત્ની કમલાદેવી પણ હતી. પાટણને લૂંટ્યા પછી ખલજી લશ્કરે સોમનાથ મંદિર લૂંટ્યુ. અને શિવલીંગના કટકા કરી દિલ્હી લઈ જવામાં આવ્યું. ત્યારબાદ સોમનાથથી નુસરતખાન ખંભાત તરફ ગયો.અને તેને કબજે કર્યું.
  • નુસરતખાનને ત્યાં મલેક કાફુર મળ્યો. ઉલુઘખાન સૌરાષ્ટ્ર્માં જ રહ્યો હતો. તેણે સૌરાષ્ટ્ર્ના ઘણા નગરો પર કબજો મેળવીને લુટ્યાં હતાં. ત્યાર પછી બન્ને સેનાપતિઓ આશાવલમાં ભેગા મળ્યા. રસ્તામાં આબુ માર્ગે જતાં કાન્હડદેના ઝાલોર પર આક્રમણ કર્યું. લશ્કર પાછુ જતાં કર્ણદેવ પુનઃશાસન પર આવ્યો.
  • કર્ણદેવની પત્ની કમલાદેવી જે અલાઉદીનના જનાનખાનામાં હતી. તેણે પોતાની પુત્રી દેવળદેવીને ગુજરાત માંથી દિલ્લી લાવીને પાટવીકુંવર ખિજરખાન સાથે પરણાવવાની ઈચ્છા દર્શાવી.
  • ઈ.સ.1204–05 માં અલાઉદીને મલીક અહમદ ઝંપનને પાટણ પર આક્રમણ કરવાનો હુકમ કર્યો. રાતોરાત કૂચ કરીને લશ્કર પાટણ આવી પહોંચ્યું. કર્ણદેવ ફરી નાસી ગયો. તે દેવગિરિના રાજાને શરણે ગયો. પરંતુ અલાઉદીનખાનના ભાઈના કારણે ત્યાં આશરો મળ્યો નહી. પાટણથી દેવગિરિ તરફ જતાં દેવળદેવી અને તેનો રસાલો અલ્લાઉદીનની લશ્કરની ટુકડીના હાથે પકડાઈ ગયા. તેને દિલ્હી મોકલવામાં આવ્યાં. ત્યારબાદ અલ્લાઉદીને પોતાના બનેવી અલપખાનને ગુજરાતના સુબા તરીકે નીમ્યો.
  • મલેક કાફુરે અલ્લાઉદીનના કાન અલપખાન સામે ભંભેર્યાં. અને નવેમ્બર 1315 માં અલપખાનને પાછો બોલાવવામાં આવ્યો. બાદમાં મલેક કાફુરે તેને મરાવી નાખ્યો.
  • 1316 માં અલાઉદીનનું અવસાન થતાં ગુજરાતમાં બળવાખોરોની સત્તા જામી. ત્યારબાદ 1320 માં ગાઝી મલિકે તુઘલખ વંશની સ્થાપના કરી.
  • તુઘલખ વંશ:
  • સ્થાપક: ગ્યાસુદીન તુઘલખશાહ (ગાઝી મલિક)
  • તેણે મલેક તાજુદ્દીનને ઝફરખાનનો ખિતાબ આપીને ગુજરાતના સુબા તરીકે નિમણૂક કરી.
  • ત્યારબાદ મહંમદ તુઘલખે ગુજરાતમાં સેનાપતિ તરીકે મલિક અહેમદ બિન અયાઝની નિમણુંક કરી. ત્યારબાદ મલિક મુકાબીલને સુબો બનાવવામાં આવ્યો.
  • ત્યારબાદ આવેલાં ફિરોઝશાહ તુઘલકે મલેક સુલતાનીને ગુજરાતનો સુબો બનાવ્યો. આ મલેક સુલતાનીને ઝફરખાને 1407 માં મારીને ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી.