• સોલંકી વંશ: ગુજરાતનો સુવર્ણ યુગ.
 • સ્થાપક: મુળરાજ સોલંકી
 • રાજધાની: અણહિલપુર પાટણ
 • સોલંકી રાજાઓ માટે ચોલુક્ય કુળ નામ પણ જોવા મળે છે.
 • આ રાજાઓના સમયમાં ગુજરાત માટે ગુર્જર દેશ નામ પ્રચલિત હતું.
 • 13મી સદીના “આબુરાસ” કૃતિમાં આ શબ્દનો પ્રથમ ઉલ્લેખ.
 • મુળરાજ સોલંકી: દ્વયાશય અનુસાર મૂળરાજે લગભગ 55 વર્ષ શાસન કર્યુ. અને સૌરાષ્ટ્રનાં રાજા ગૃહરિપુ અને કચ્છનાં રાજા લાખા ફૂલાણીને યુધ્ધમાં હરાવ્યા. તેણે લાટ પ્રદેશના બારપ્પને હરાવ્યો તથા શાકંભરી ચૌહાણ રાજા વિગ્રહરાજા તથા આબુનાં પરમાર રાજા ધરણીવરાહ ને પરાજ્ય આપેલા છે. તેણે પાટણમાં અનેક મંદીરો અને સિધ્ધપુરમાં રુદ્રમહાલય નુ નિર્માણ કરાવ્યુ હતું.
 • મૂળરાજ ના અવસાન બાદ તેનો પુત્ર ચામુંડરાજ ગાદી પર આવ્યો. તે સમય દરમ્યાન વલ્લભરાજ શિતળાની બિમારીથી મૃત્યુ પામતાં ચામુડરાજે તેના પુત્ર દુર્લભરાજને ગાદી સોંપી.
 • દુર્લભરાજ 12 વર્ષનાં શાસનમાં લાટનાં સામંત કીર્તિરાજને પરાજય આપ્યો. દુર્લભરાજ અપુત્ર હોવાથી તેના અવસાન બાદ તેના ભાઇ નાગરાજનો પુત્ર ભીમદેવ પહેલો ગાદી પર આવ્યો.
 • ભીમદેવ સોલંકી પ્રથમ: ( ઇ.સ.1022 થી ઇ.સ.1064)
 • ભીમદેવનાં ગાદી પર બેઠાનાં 2 વર્ષમાં જ 1026માં મહેમુદ ગઝનવી એ સોમનાથ પર ચડાઇ કરી. એક વિવરણ મુજબ અણહિલવાડનો રાજા ભીમદેવ પાટણથી નાસી જઇને માં ભરાઇ ગયો. મહમુદ ગઝનવીએ મંદિર લૂંટીને પુષ્કળ દોલત મેળવી. સિંધનાં રસ્તે ગઝની પાછો વળ્યો.
 • ત્યારબાદ ભીમદેવે સૌપ્રથમ સોમનાથનું પથ્થરનું નવુ વિશાળ મંદિર બંધાવ્યું. તેણે મોઢેરામાં પુષ્પાવતી નદિના કિનારે સૂર્યમંદિર બંધાવ્યું. ભીમદેવની રાણી ઉદયમતીએ પાટણમાં સુંદર કોતરણીવાળી રાણકીવાવ બંધાવી.
 • ભીમદેવ બાદ રાણી ઉદયમતી નો પુત્ર કર્ણદેવ સોલંકી ગાદી પર આવ્યો.
 • કર્ણદેવ સોલંકી પ્રથમ: (ઇ.સ.1064 થી ઇ.સ.1094)
 • તેણે માળવાના રાજા જયસિંહને હરાવ્યો હતો. તેણે કલ્ચૂરી રાજા યશકર્ણને પરાજ્ય આપી લાટ જીતી લીધુ હતું. આશાપલ્લીના આશભીલને હરાવી કર્ણાવતીનગર વસાવ્યુ. કર્ણરાજ સાગર નામનું સરોવર બંધાવ્યું અને તેના કિનારે કર્ણેશ્વર મંદિર બંધાવ્યું.
 • તેણે કર્ણાટકના રાજા જયકેશી કદંબની પુત્રી મયણલ્લાદેવી (મીનળદેવી) સાથે વિવાહ કર્યાં હતા.આ ઉપરાંત કર્ણદેવે પાટણમાં કર્ણમેરૂપ્રસાદ બંધાવ્યો હતો.
 • કર્ણદેવનું અવસાન થતાં શાસન મીનળદેવીના હસ્તક આવ્યું.
 • મીનળદેવી:
 • ગુજરાતની પ્રથમ મહિલા શાસિકા,
 • તેમણે સોમનાથના બાહુલોદ સ્થળે લેવાતો યાત્રાવેરો માફ કરાવ્યો.
 • તેમણે ધોળકામાં ન્યાયના પ્રતિક સમું મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર (અર્ધસહસ્ત્રલિંગ તળાવ) અને ગંગાસર તળાવ બંધાવ્યાં.
 • સિદ્ધરાજ જયસિંહ:
 • જન્મસ્થળ: પ્રહલાદનપુર (પાલનપુર)
 • તેના પાંચ નામ: સિદ્ધ, ચંડ, અવંતિનાથ, ચક્રવર્તી, બાર્બરિક જિષ્ણું
 • સોલંકી વંશનો સૌથી પરાક્રમી અને મુત્સ્દ્દી રાજવી.
 • તેણે બાબરિયાભૂતને હરાવી બર્બરિક જિષ્ણુનુ બિરુદ મેળવ્યુ.
 • તેણે જૂનાગઢના રાજા રા’ નવગણ અને તેના પુત્ર રા’ ખેંગારને હરાવ્યા. પોતાની વાગદત્તા રાણક દેવી ને રા’ખેંગાર પાસેથી છોડાવી પરંતુ તે વઢવાણ પાસે સતી થઇ. સોરઠના વિજય બાદ પોતાના રાજ્યમાં ભેળવી દઇ સિધ્ધરાજે ત્યાં સૂબા તરીકે સજજન મંત્રીની નિમણૂક કરી.
 • તેણે 1136માં માળવાના રાજા યશોવર્માને હરાવી અવંતિનાથ નુ બિરુદ ધારણ કર્યુ. સિંધ સરહદ ના સિંધુરાજ વગેરે રાજાઓને પણ હરાવ્યાં.
 • સાંભરનો રાજા અર્ણોરાજ સિધ્ધરાજને નમી ગયો, તેથી સિદ્ધરાજે પોતાની પુત્રી કાંચનદેવીને તેની સાથે પરણાવી.
 • તેણે દક્ષિણના ચૌલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠા (પરમર્દી કલ્યાણ)ને હરાવ્યો.
 • તેણે બુંદેલખંડના ચંદેલ રાજા મદનવર્મા સાથે યુદ્ધ-સંધિ કરી. આમ સિધ્ધરાજના પરાક્રમોએ અણહિલવાડના નાનકડા રાજ્યને એક વિશાળ સામ્રાજ્યમાં પલટી નાંખ્યું.
 • સિદ્ધરાજે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું તેના કાંઠે 1008 શિવલિંગ બંધાવ્યા, 108 દેવી મંદિર કરાવ્યાં અને વિષ્ણુનું દશાવતાર મંદીર કરાવ્યું.
 • તેણે સિધ્ધપુરમાં મૂળરાજ સોલંકીએ બંધાવેલ રુદ્રમહાલયનો જિર્ણોદ્ધાર કરાવ્યો.
 • જસમા ઓડણની દંતકથા સહસ્ત્રલિંગ તળાવ સાથે સંકાળયેલી છે.
 • તેણે સિંહપુર (હાલનુ સિહોર) વસાવ્યું.
 • સિદ્ધરાજે ડભોઇ, વઢવાણ, ઝિંઝુવાડા,વીરપુર વગેરે અનેક સ્થાનોએ કિલ્લાઓ અને કપડવંજ, શિહોર, વીરમગામ વગેરે સ્થળોએ વાવ-તળાવ બંધાવ્યાં હતાં.
 • શ્રીપાલ એ સિદ્ધરાજના દરબારનો પ્રસિદ્ધ કવિ હતો. તેણે વૈરોચના પરાજ્ય નામનો ગ્રંથ તથા ‘સહસ્ત્રલિંગ સરોવર’ વગેરે પ્રશસ્તિઓ રચી છે.
 • કવિ વાગ્ભટ્ટે વાગ્ભટ્ટાલંકાર, જયમંગલાચાર્ય, કવિશિક્ષા વગેરે ગ્રંથો સિદ્ધરાજના રાજ્યકાળ દરમિયાન રચ્યાં હતાં.
 • હેમચંદ્રાચાર્યે તેના સમયમાં સિદ્ધહેમશબ્દાનુશાસનની રચના કરી અને હાથીની અંબાડી પર પાટણમાં તેની શોભાયાત્રા નીકળી.
 • કુમાળપાળ: (ઇ.સ.1143 થી 1172) (ગુજરાતનો અશોક)
 • તેણે અજમેરના રાજા અર્ણોરાજ અને કોંકણના રાજા મલ્લિકાર્જુનને હરાવ્યાં.
 • ભાઇ કીર્તિપાલ અને ઉદયનનો સાથ લઇ સોરઠમાં બહારવટીયાઓને હરાવ્યાં.
 • તેણે જૈનધર્મને રાજ્યાશ્રય આપ્યો –દારૂ,જુગાર,હિંસા પર પ્રતિબંધ મુક્યો.
 • હેમચંદ્રાચાર્યના ઉપદેશથી તેણે 1160માં જૈન ધર્મ અંગિકાર કર્યો અને પરમાર્હત નુ બિરૂદ ધારણ કર્યુ.
 • પાટણમાં કુમાળપાળ વિહાર , ત્રિભુવન વિહાર વિગેરે જૈન મંદિરો બંધાવ્યાં.
 • પ્રભાસ પાટણ માં તેણે પાશ્વનાથ નુ જૈન દેરાસર બંધાવ્યું.
 • જાલોરના કાંચનગિરિ ગઢ પર કુમારવિહાર નામે જૈનચૈત્ય બંધાવ્યું.
 • અજયપાળ: (ઇ.સ.1173 થી 1176)
 • કુમારપાળનુ મૃત્યુ થતાં તેના નાનાભાઇ મહિપાળનો પુત્ર અજયપાળ આવ્યો.
 • તેણે જૈનધર્મ તરફનુ પક્ષપાતી વલાણ દૂર કર્યુ.
 • મૂળરાજ બીજો (બાળ મૂળરાજ) (ઇ.સ.1176 થી 1178)
 • અજયપાળના અવસાન પછી મૂળરાજની માતા નાયિકાદેવીએ પુત્રને સાથે રાખી શાહબુદ્દીન ઘોરીને યુદ્ધમાં હરાવ્યો.
 • તેનુ અચાનક અવસાન થતા નાનોભાઇ ભીમદેવ બીજો શાસાન પર આવ્યો.
 • ભીમદેવ બીજો: (ઇ.સ.1178 થી 1242)
 • તેણે 63 વર્ષ શાસન કર્યુ. તેના સમયમાં માળવામાં પરમાર વંશના રાજા વિંધ્યવર્માએ ધારાનગરીને સોલંકી શાસન થી મુક્ત કરી.
 • મહમંદ ઘોરીના સૂબા કુતુબુદ્દીન ઐબકે ગુજરાત પર ચડાઇ કરી ભીમદેવને પાટણ પાસે હરાવ્યો હતો. ત્યારબાદ તેણે પાટણ શહેર ને લૂંટ્યુ, બાળ્યુ અને પાછો ચાલ્યો ગયો. રાજા ભીમદેવ આ સમય દરમ્યાન કોઇ દૂર્ગમાં ભરાઇ રહ્યો હતો.
 • સોલંકી વંશનો છેલ્લો રાજા: ત્રિભુવનપાળ
 • કમનસીબ ભીમદેવ પછી ઇ.સ.1242 માં તેનો પુત્ર ત્રિભુવનપાળ ગાદી પર આવ્યો. તેણે મેવાડના રાજા જૈતસિંહ સાથે યુદ્ધ કર્યુ.
 • ઈ.સ.1244માં મૃત્યુ થયુ.
 • ગુજરાતના સોલકી વંશની સતા અને પ્રતિષ્ઠાનો અંત આવી ચૂકેલો હતો. ત્યાર પછી વ્યાઘ્રપલ્લીના વાઘેલા વંશનો શાસનકાળ શરૂ થયો.