• મૈત્રકવંશ:
 • સ્થાપક: સેનાપતિ ભટાર્ક
 • રાજધાની: વલભીપુર (ભાવનગર)
 • પ્રચલિત ધર્મ: શિવ ધર્મ
 • વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ: વલભીપુર
 • આ યુગમાં ભટ્ટાર્ક પછી પછી ધરસેન-1, દ્રોણસિંહ, ગુહસેન, ધરસેન-2નું શાસન થયું.(ધરપટ્ટ: સેનાપતિ ભટ્ટાર્કનો સૌથી નાનો જ્ઞાન પુત્ર)
 • ત્યાર બાદ શિલાદિત્ય-1 નામના રાજાએ સત્યયુગનો માર્ગ સાફ કરીને ધર્માચરણ દ્વારા ધર્માદિત્ય નું બિરુદ ધારણ કર્યુ. (તેના સમયમાં પ્રાણીઓને પણ ગાળેલું પાણી આપવામાં આવતું)
 • ધ્રુવસેન પ્રથમના સમયમાં વલભી ખાતે ઈ.સ.512માં જૈન મહાપરિષદ: શ્વેતાંબર અને દિગંબર
 • આનંદપુરની સભામાં “કલ્પસૂત્ર”(જૈન ધાર્મિક ગ્રંથ)નું વાંચન થયું.
 • ધ્રુવસેન બીજાના સમયમાં ચીની મુસાફર હુયુ-એન-ત્સંગ ગુજરાતની મુલાકાતે આવ્યો હતો. ધ્રુવસેન બીજાએ સમ્રાટ હર્ષવર્ધનની પુત્રી સાથે લગ્ન કર્યા.
 • તેના પુત્ર ધરસેન ચોથાએ મહારાજાધિરાજ, પરમેશ્વર, અને ચક્રવર્તી જેવાં બિરુદ ધારણ કર્યાં. કવિ ભટ્ટી (કૃતિ: રાવણવધ) તેના દરબારી કવિ હતાં.
 • ત્યાર બાદ શિલાદિત્ય 3, 4 અને 5 આવ્યાં. શિલાદિત્ય 5 ના સમયમાં આરબોએ વલ્લભીનો નાશ કર્યો.
 • આ વંશનો છેલ્લો રાજા : શિલાદિત્ય 7 મો.
 • વલ્લભી માં ગુણમતિ અને સ્થિરમતી બૌધ્દ્ધ ધર્મની પ્રખ્યાત પંડિતાઓ હતી.
 • મૈત્રકોના સમકાલીન રાજ્યો:
 • ગારુલક વંશ (ઢાંક)
 • સૈન્ધવ વંશ (ધુમલી)
 • દક્ષિણ ગુજરાત (અપરાંત પ્રદેશ) માં ત્રૈકુટકો, કટચૂરિઓ (ભૃગૃકચ્છ), ગુર્જર નૃપતિઓ (નાંદીપુર), ચાહમાનો(અંકલેશ્વર), સેંન્દ્રકો(તાપી તટ), ચાલુક્યો(નવસારી) નું શાસન હતું.
 • અનુમૈત્રક કાળ:
 • રાષ્ટ્રકુટો :– દક્ષિણ ગુજરાતમાં ( નવસારીથી વડોદરા )
 • રાજધાની :- માન્યખેટ (હાલ – નાસિક)
 • ગુજરાતના પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્રકૂટ સત્તાનો સ્થાપક ‘દન્તીદુર્ગ’ હતો.
 • દન્તીદૂર્ગના મૃત્યુ બાદ કૃષ્ણરાય પહેલો, ત્યારબાદ ગોવિંદ બીજો, ત્યારબાદ ઘ્રુવ પહેલો અને ગોવિંદ ત્રીજો રાજાઓ થઈ ગયા.
 • ગુજરાતની રાષ્ટ્રકૂટ શાખાનો છેલ્લો રાજા: અકાલવર્ષ કૃષ્ણ
 • ઈ.સ. 972 માં પ્રશ્વિમી શાખાનાં ચાલુક્ય રાજા તૈલપને હસ્તે માન્યખેટ નાં રાષ્ટ્રકૂટોનું ઉચ્છેદન થયું ત્યારે ગુજરાતમાંથી રાષ્ટ્રકૂટ વંશનો અસ્ત થયો.
 • ગુર્જર પ્રતિહાર શાસન: (ઈ.સ.750 થી 950)
 • રાજધાની – ભિન્ન્માલ. ઈ.સ 628 માં ભિન્નામાલમાં આચાર્ય બહ્મગુપ્તે બ્રહ્મસ્પૂટ સિધ્ધાંત નામનો ખગોળશાસ્ત્રનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો.
 • શિશુપાલ વધના સર્જક મહાકવિ માઘ પણ ભિન્નમાલના વતની હતા.
 • આ વંશનો સ્થાપક નાગભટ્ટ પહેલો હતો. તેના પછી વત્સરાજ અને નાગભટ્ટ બીજો શાસન પર આવ્યા, તેમના કારણે જ આપણા વિસ્તારને ‘ગુજરાત’ એવું નામ મળ્યું,
 • મિહિર ભોજ આ વંશનો સૌથી પ્રતિભાશાળી રાજવી હતો. ત્યારબાદ તેનો પુત્ર મહેન્દ્રપાલ અને તેનો પુત્ર મહિપાલ ગાદી પર આવ્યા, મહિપાલના અવસાન બાદ આ સત્તા નબળી પડી. અને તેમનું સામાજ્ય અસ્ત પામ્યુ .
 • ચાવડાવંશ: (ઈ.સ. 746-942)
 • સ્થાપક: વનરાજ ચાવડા
 • રાજધાની: પંચાસર ( હાલ – રાધનપુર નજીકનો પ્રદેશ)
 • ગુજરાતની ચાલુક્ય શાખાનાં રાજા અવનીજનાશ્રયનાં નવસારીનાં ઈ.સ. 738 ના તામ્રપત્રમાં ‘ચાપોટક’ એટલે કે ‘ચાવડા વંશ’ નો નિર્દેશ મળે છે. તેમની પ્રારંભિક રાજધાની ‘પંચાસર’ હતી. પંચાસરમાં જયશિખરી ચાવડાનુ રાજ્ય હતું. તેની પર ભુવડે આક્રમણ કર્યુ.(કાન્યકુબ્જ પ્રદેશનાં કલ્યાણ કટકનાં ચાલુક્ય રાજા.) જયશિખરીએ પોતાની સગર્ભા રાણી રૂપસુંદરીંને ભાઈ સુરપાળ જોડે સુરક્ષિત સ્થળે મોકલી આપી. જંગલમાં જ ‘વનરાજ’ નો જન્મ થયો. તેણે ભીલોની સેના ભેગી કરી અને ‘ચાંપો બાણાવળી’ અને ‘અણહીલ ભરવાડ’ ની મદદ લઈ પોતાનું રાજ્ય પાછું મેળવ્યું.
 • ત્યારબાદ બે મિત્રો ચાંપા બાણાવળી ની યાદ માં ચાંપાનેરઅને અણહીલ ભરવાડની યાદ માં અણહીલપુર પાટણની સ્થાપની કરી. ત્યારબાદ વનરાજ ચાવડાનો ઈ.સ.746 માં રાજ્યાભિષેક થયો. વનરાજે પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ નું મંદિર તથા પાટણમાં કંથેશ્વરી માતાનું મંદિર બંધાવ્યું હતું. 
 • 18મી સદીના પુસ્તક “મિરાત-એ-અહમદી” (પ્રમાણભૂત માહિતી પૂરી પાડે છે) આઠ રાજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 • ત્યારબાદના શાસકોમાં યોગરાજ ચાવડા, ક્ષેમરાજ, વૈરસિંહ વગેરેનો સમાવેશ થાય છે.
 • ચાવડાવંશનો અંતિમ રાજા: સામંતસિંહ ચાવડા
 • સામંતસિંહ ચાવડાનાં ભાણિયાં મૂળરાજા તેની હત્યા કરી ગુજરાતમાં સોલંકી વંશની સત્તા સ્થાપી.