પ્રાગ ઐતિહાસિક કાળ: 

સાબરમતી, મહી, ઓરસંગ, નર્મદા, ભાદર, વાડી, ઠેબી વગેરે નદીઓના કિનારેથી અને કોતરોમાંથી પ્રાગ-ઐતિહાસિક કાળના અવશેષો મળી આવ્યા છે. તેમાંથી પ્રાચીન ડેન્ટેલીમ દરિયાઈ માછલી, વરુ, નોળિયો, ગેંડા, જંગલી સૂવર, ચિત્તલ, નીલગાય વગેરેના અવશેષો મળ્યા છે.

રોબર્ટ બ્રુશફ્રુટે ૧૮૯૩માં મહેસાણા જિલ્લાના કોટ અને પેઢામલી ખાતેથી સૌપ્રથમ સંશોધન કર્યું.

લાંઘણજ ખાતે આવેલ અંધારિયો ટીંબો અને રાવળીયાનો ટીંબો નામના સ્થળેથી 1944 થી 1963 દરમ્યાન Environmental Archeology વિભાગ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું, ભારતમાં મળેલ મનુષ્યના સૌથી જૂના હાડકા અને અવશેષો લાંધણજ ખાતેથી મળી આવે છે, 1946માં આ ખોદકામ હસુમુખ સાંકળિયાના વડપણ નીચે કરવામાં આવ્યું.

પ્રાગ ઐતિહાસિક પાષાણયુગોની સંસ્કૃતિ: ભૂસ્તર રચના

ધરતીના ધગધગતા પેટાળ પર બંધાયેલા આદ્ય સ્તર ધારવાડ ભૂસ્તર તરીકે ઓળખાય છે.

ચાર યુગ પાડવામાં આવ્યા:

એમાના પહેલા યુગને ‘પ્રાચીન જીવનમય યુગ’ કહે છે, આ યુગના ‘દિલ્લી વિભાગ’ તરીકે ઓળખાતા સ્તર ગુજરાતમાં દાતા, પાલનપુર અને ઈડરની આસપાસ છે.

ગિરનાર અને પાવાગઢ આ જ્વાલામુખી ઉદ્દભેદનોમાંથી ઉત્પન્ન થયેલા છે.

ભારત આફ્રિકામાંથી છુટું પડી ગયું: વચ્ચે અરબી સમુદ્ર અસ્તિત્વમાં આવ્યો.

આ યુગના અંત્ય ભાગમાં વર્તમાન જીવયોનિઓનું અધિકતર પ્રમાણ રહેલું હોઈ એને “આધુનિક અધિકતર યુગ” કહે છે.

દક્ષિણ ગુજરાતની કાળી જમીન, અર્વાચીન નદીઓનો કાંપ અને ઉત્તર ગુજરાતના અખાતોમાં પૂરણ એ યુગનાં લક્ષણ છે.

માનવ-કૃત ઓજારોના જૂનામાં જૂના નમૂના ગુજરાતમાં બીજા હિમયુગના કે બહુ તો બીજા અન્તહિમયુગના સ્તરોમાં પ્રાપ્ત થાય છે.

આદ્ય પ્રાચીનપાષાણ યુગ

ગુજરાતમાં પાષાણયુગનાં પાષાણના ઓજાર પહેલાવહેલાં રોબર્ટ બ્રુસ ફૂટ નામે ભૂસ્તરશાસ્ત્રીને વડોદરા રાજ્યના વિજાપુર તાલુકામાં કોટ અને પેઢામલી ખાતેથી 1893માં મળેલા.

આગળ જતાં 1941માં આવા ઓજાર એજ પ્રદેશમાં લાંઘણજ ગામ પાસે મળ્યાં ને તે પણ નદીના આદ્યપટમાં.

સાબરમતી નદી ઘણી કોતરવાળી છે તેથી તેનું નામ શ્વભ્ર-સાબર(કોતર)ના લક્ષણને સાર્થક કરે છે.

મહી નદીની ભેખડોમાં પણ આવાં પાષાણ-ઓજાર પ્રાપ્ત થયાં. પછી સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ, દક્ષિણ ગુજરાતમાં છેક વલસાડ અને ડાંગ જિલ્લા સુધી તેમજ કચ્છમાં પણ આવાં ઓજાર પ્રાપ્ત થયાં.

ગુજરાતનો આદિ-માનવ આફ્રિકાના પૂર્વકિનારેથી આવ્યો હોય એવું લાગે છે.

પુરાતન પાષાણ યુગમાં ગુજરાતમાંથી મળી આવેલાં ઓજારો ક્વાર્ટઝાઇટ નામના ખડકમાંથી બનેલા હતા.

પુરાતન પાષાણ યુગમાં અગ્નિની શોધ થઈ. મનુષ્ય શિકારી જીવન જીવતો.

મધ્ય પ્રાચીનપાષાણ યુગ

આ સ્તરમાં મળતાં ઓજાર અગાઉના ઓજારો કરતાં નાનાં અને વધુ સારાં ઘડેલા છે. આ યુગ દરમ્યાન પશુપાલનની શરૂઆત થઈ.

અંત્ય પ્રાચીનપાષાણ યુગ

આ ઓજારોના મુખ્યત્વે બે પ્રકાર છે. ગાભો (Core) અને પતરી (Flake)

નૂતન પાષાણયુગ

આ યુગના ઓજાર ગુજરાતમાં જૂજ પ્રમાણમાં મળ્યાં છે. મહેસાણા જિલ્લાના લાંઘણજમાં, તાપીના તટપ્રદેશમાં અને તાજેતરમાં ડાંગ વિસ્તારમાં એ પ્રાપ્ત થયાં છે. આ યુગમાં ખેતી અને પછી પૈડાની શોધ થઈ.

કેટલાક વનલાઇનર પ્રશ્નો:

 1. વિશ્વમાં મળી આવતાં ૧૭ ભૂસ્તર પેટાવિભાગોમાંથી ગુજરાતમાં મળી આવેલા ભૂસ્તરો: ૮ વિભાગ
 2. બેસાલ્ટિક લાવાથી રચિત અગ્નિકૃત ખડકના વિશાળ ભૂસ્તરને કયા નામે ઓળખવામાં આવે છે?: ડેક્કન ટ્રેપ
 3. આર્કિયન યુગના નીસ ખડકો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? : છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારમાં
 4. ગુજરાતમાં આર્કિયન યુગના અંતભાગના ખડકો ધારવાડ સ્તર (અરવલ્લી સ્તર)તરીકે ઓળખાય છે. આવાં સ્તરો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? : ચાંપાનેર અને નર્મદા ખીણ
 5. કચ્છ અને સૌરાષ્ટ્રના સૌથી જૂના સ્તરનો સમયગાળો: જુરાસિક સમય
 6. કયા સમયગાળા દરમ્યાન ટેથિસ સમુદ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને નર્મદામાં ફરી વળ્યો?: ક્રિટેસિયસ
 7. સૌરાષ્ટ્રમાં માયોસિન સ્તરોને કયા નામે ઓળખવામાં આવે છે?: દ્વારકા
 8. ગુજરાતને તેનો વર્તમાન આકાર કયા સમયગાળા દરમ્યાન મળ્યો?: ૭ કરોડ વર્ષ પહેલાં ટર્શિયરી યુગ દરમ્યાન
 9. કયા સમયગાળામાં સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ બન્યો?: ક્વાટર્નરી
 10. જાન્યુઆરી ૨૦૧૮માં મહીસાગર જિલ્લાના બાલાસિનોર નજીક કયા ગામેથી ડાયનોસોરના ઇંડા ફરી મળી આવ્યા છે? : બીડના મુવાડા
 11. ભૂજ પાસે કયા ગામેથી ૧૫ કરોડ વર્ષ જૂના સમુદ્રીજીવ ઇક્થિયોસોર(ફિશ લિઝાર્ડ)ના અવશેષો મળી આવ્યા છે? :લોડાઇ
 12. ૧૮૮૧માં ભાવનગર ખાતે કોના દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ અર્કિયોલોજી એન્ડ એંટિક્વેરિયન સર્વેની સ્થાપના થઈ? :તખતસિંહજી

આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓ:

હડપ્પા સભ્યતા:

૧૮૨૬માં ચાર્લ્સ મેસને સૌપ્રથમ આ સભ્યતા પર પ્રકાશ પાડ્યો.

૧૮૫૬માં પંજાબમાં રેલવેના પાટા નાખતી વખતે જનરલ કનિંગહામને પ્રથમ પુરાવાઓ મળ્યા.

૧૯૨૧માં દયારામ સાહની દ્વારા પાકિસ્તાનના પંજાબ ખાતેથી હડપ્પા મળી આવ્યું.

૧૯૨૨માં સર જોન માર્શલના માર્ગદર્શન હેઠળ રખાલદાસ બેનરજી અને દયારામ સાહનીના પ્રયત્નોથી સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં મોહેં-જો- દડો મળી આવ્યું.

આ સભ્યતાનો ફેલાવો ઉત્તરમાં જમ્મુથી લઈ દક્ષિણમાં નર્મદા સુધી અને પશ્ચિમ બલુચિસ્તાનમાં મકરાણથી લઈ ઉત્તર પૂર્વમાં મેરઠ સુધીનો હતો. તેમાં સૌથી પૂર્વમાં આલમગીરપુર(ઉ.પ્ર.), સૌથી પશ્ચિમમાં પાકિસ્તાનનું સુત્કાંગેડોર, સૌથી ઉત્તરમાં જમ્મુ કાશ્મીરનું માંડા અને સૌથી દક્ષિણમાં મહારાષ્ટ્રનું દાઇમાબાદ છે.

નગર સંસ્કૃતિ અને ધાતુયુગનો ઉદય:

આગળ જતાં માનવને ધાતુઓનો પત્તો લાગ્યો. ઓજારો વગેરે પદાર્થો તરીકે ધાતુઓ વધુ ઉપયોગી નીવડી. ધાતુઓમાં વહેલુ પહેલુ તાંબુ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થયું, વળી સોનું અને રૂપુ પણ શોધાયાં, તાંબામાં કલઈ ઉમેરાતાં કાંસુ નીપજ્યું. ધાતુ-કુન્નરનાં ઉદ્યોગ વડે વસાહતનાં મોટા કેન્દ્ર વિક્સ્યાં.

માનવે હવે મોટા નગર વસાવી એમા આ કુન્નર વિક્સાવ્યો. નગર આયોજન કરી ત્યાં મોટા માર્ગો, સ્નાનાગારો, ગટરો, કિલ્લેબંધી, પાકી ઈંટોનાં મકાનો વગેરેના નિર્માણ દ્વારા એ વધુ સુખ-સગવડ ભોગવવા લાગ્યો. માનવ સંસ્કૃતિના ઉત્તરોત્તર વિકાસમાં નગર-સંસ્કૃતિનું મહત્વનું સોપાન સિદ્ધ કરાયું. માનવવિદ્યાની પરિભાષામાં સંસ્કૃતિ (Culture)નો સભ્યતા (Civilization) સ્વરૂપે વિકાસ થયો.

તેની સૌથી નોંધપાત્ર બાબત નગર રચના છે. રસ્તાઓ સીધા અને પહોળા એક બીજાને કાટખૂણે મળતા હતા.

બીજુ મહત્વનું લક્ષણ ભૂગર્ભ ગટરયોજના છે જે સમકાલીન સભ્યતાઓમાં ક્રિટ ટાપુની સભ્યતા સિવાય ક્યાંય જોવા મળતી નથી.

મુખ્ય અનુમાનિત ચાર વર્ગોમાં ૧. વિદ્વાનો, ૨.સૈનિકો, ૩.વેપારીઓ અને ૪. ખેડૂતો, નોકરો અને મજૂરો

ગાડાની હરિફાઇ, શિકાર, માછીમારી, સોગઠાબાજી, સંગીત, નૃત્ય વગેરે મનોરંજનની મુખ્ય પ્રવૃત્તિઓ હતી.

કપાસની શોધ સૌપ્રથમ સિંધુ સભ્યતાના લોકોએ કરી.

આ સભ્યતાની લિપિ ચિત્રાત્મક અને સર્પાકારે લખવામાં આવતી.(જમણેથી શરૂ થઈ ડાબે અને ત્યાંથી જમણે)

મેસોપોટેમિયાના અભિલેખોમાં વર્ણિત મેલુહા શબ્દનો સંબંધ સિંધુ સભ્યતા સાથે છે.

હડપ્પીય સભ્યતાનો ગુજરાતમાં પ્રસાર

પંજાબમાં હડપ્પીય સભ્યતા 1922માં પ્રકાશમાં આવી. પછી 1931માં એ સમયના લીંબડી રાજ્યમાં (બાદમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડા તાલુકા ખાતે, હાલમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં) રંગપુર ગામ પાસેના ટીંબામાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષ હાથ લાગ્યા.

1954માં સાબરમતી તટે ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે લોથલ નામે ટીંબામાં હડપ્પીય સભ્યતાની એક બીજી મહત્વની વસાહત મળી આવી.

જેમાં આમરા, લાખા બાવળ, પ્રભાસ-સોમનાથ, રોજડી (શ્રીનાથગઢ), આટકોટ, ધોળાવીરા, શિકારપુર વગેરે સ્થળોએ આ સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી.

દક્ષિણ ગુજરાતમાં પણ ભાગાતળાવ, મહેગામ અને તેલોદ જેવા સ્થળોએ હડપ્પીય વસાહતો પ્રકાશમાં આવી.

પ્રાગ હડપ્પીય સંસ્કૃતિઓ

ઘઉં વગેરે અનાજને દળી લોટ બનાવતા અને સુતરાઉ કાપડ પણ બનાવતા.

હડપ્પીય સંસ્કૃતિની વસાહતો

 • લોથલ:

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે ભોગાવો નદીના કિનારે આવેલું છે.

તેની શોધ ૧૯૫૪માં શિકરીપુરા રંગનાથ રાવ (એસ.આર.રાવ) દ્વારા થઈ

લોથલ પૈકી લોથ એટલે લાશ કે રાખનો ઢગલો એવું થાય.

વહાણો નાગરવા માટે કુત્રિમ ધક્કો અને માલસામાન ભરવા માટે વખાર બંધાઈ. સિંધુ સભ્યતાનું સૌથી મોટું અને પ્રાચીન બંદર

સમગ્ર ધરાળુ કચરો અને વરસાદી પાણી નગરમાંથી બહારવહી જાય એટલી સર્વાંગ સંપૂર્ણ વ્યવસ્થા હતી.

લોથલના કારીગરો નક્શીકામ અને કુંભારકામની કળાઓ તથા ધાતુવિદ્યા અને સોના-ચાંદીના નકશીકામની સિધ્ધિ ધરાવતા. કાંસાના ઢાળનુ કામ પણ પ્રચલિત હતું.

લોથલમાં આભૂષણોના અનેક પ્રકારના નમૂના મળ્યાં છે. એમાં કંઠહાર, લટકણિયાં, વાળીઓ, વીંટીઓ, વલયો અને બંગડીઓનો સમાવેશ થતો.

લોથલમાંનું સ્મશાન નગરના વાયવ્ય ભાગમાં આવેલું હતું. ઉત્ખનનોમાં માનવોનાં 21 હાડપિંજર પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત ખોપડીમાં છિદ્ર હોય તેવું હાડપિંજર પણ મળી આવ્યું છે. દફન વિધિમાં માથું ઉત્તર તરફ રાખવામાં આવતું.

મુખ્ય અવશેષો:

ડોકયાર્ડ, અનાજ દળવાની ઘંટી, યુગલ મમી(જોડિયા કબર), ૬૪ વખારો ધરાવતા વિશાળ મકાન, બળદના મુખ વાળી શતરંજની મહોર, માટીના ઘડા પર શિયાળનું રેખાંકન, પર્શિયન ગલ્ફની ચિત્રાંકનવાળી મુદ્રા, હાથીદાંતની માપપટ્ટી વગેરે