ગુજરાતની પ્રથમ વ્યક્તિઓ:


 • ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક: રવિશંકર મહારાજ
 • પ્રથમ ગુજરાતી વડાપ્રધાન: ગુલઝારીલાલ નંદા(27 મે 1964 થી 9 જૂન 1964)
 • પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન: શ્રી મોરારજી દેસાઈ
 • પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન અને કેન્દ્રના ગૃહપ્રધાન: શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ
 • પ્રથમ મુખ્યમંત્રી: ડૉ. જીવરાજ મહેતા
 • પ્રથમ રાજ્યપાલ(ગુજરાતમાં): શ્રી મહેંદી નવાઝ જંગ
 • ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ: સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ
 • લોકસભાના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ: શ્રી ગણેશ વાસુદેવ માવળંકર
 • પ્રથમ કાર્યકારી અધ્યક્ષ(ગુજરાત વિધાનસભા): શ્રી કલ્યાણજી મહેતા
 • પ્રથમ અધ્યક્ષ (ગુજરાત વિધાનસભા): માનસિંહજી રાણા
 • ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર: 18 ઑગસ્ટ 1960થી
 • ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિશાસન: 13 મે 1971 થી 17 માર્ચ 1972(રાષ્ટ્રપતિ: ડૉ. વી.વી ગીરી, રાજ્યપાલ: ડૉ.શ્રીમન્નારાયણ)
 • પ્રથમ ગુજરાતી રિઝર્વ બેંક ગવર્નર: ડૉ. ઈન્દ્રપ્રસાદ જી.પટેલ
 • કેન્દ્રિય ધારાસભાના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ: શ્રી વિઠ્ઠલભાઈ પટેલ
 • પ્રથમ ભારતરત્ન મેળવનાર ગુજરાતી: મોરારજી દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ(1991)
 • પ્રથમ ગુજરાતી મહિલા પ્રધાન: ઈંદુમતી બહેન શેઠ
 • રાષ્ટ્રીય નોલેજ કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ: સામ પિત્રોડા
 • પ્રથમ મેગ્સસે એવોર્ડ મેળવનાર: ઈલાબેન ભટ્ટ
 • પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર: ઉમાશંકર જોષી(1976માં નિશીથ કાવ્યસંગ્રહ માટે)
 • પ્રથમ મહિલા કુલપતિ: હંસાબેન મહેતા
 • પ્રથમ ગુજરાતી મહિલા ગ્રેજ્યુએટ: વિદ્યાગોરી નિલકંઠ, શારદાબેન મહેતા(1901)
 • પ્રથમ પદ્મવિભૂષણ એવોર્ડ મેળવનાર ગુજરાતી: ગગનવિહારી મહેતા
 • પ્રથમ પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર ગુજરાતી: વી.એલ.મહેતા
 • પ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર: ભાગ મહેતા
 • પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક: શ્રી જ્યોતિન્દ્ર દવે.
 • પ્રથમ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ: શ્રી રાજેન્દ્ર શાહ
 • પ્રથમ અર્જુન એવોર્ડ: સુધીર પરબ(ખોખો માટે)
 • પ્રથમ ક્રિકેટમાં અર્જુન એવોર્ડ મેળવનાર: કિરણ મોરે
 • પ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર: મહાદેવભાઈ દેસાઈ(1954માં ‘મહાદેવભાઈની ડાયરી’ માટે)
 • બ્રિટિશ સંસદના પ્રથમ ગુજરાતી સભ્ય: દાદાભાઈ નવરોઝી
 • પ્રથમ વસતી ગણતરી: ઈ.સ.1872
 • પ્રથમ ગુજરાતી લોકાયુક્ત: ડી.એમ.શુક્લ
 • પ્રથમ શબ્દકોષ બનાવનાર ગુજરાતી: નર્મદ(નર્મકોષ)
 • પ્રથમ ગુજરાતી મહિલા અવકાશ યાત્રી: સુનિતા વિલિયમ્સ
 • પ્રથમ ગુજરાતી એનસાઈક્લોપીડિયા પ્રકાશિત કરનાર: રતનજી ફરદૂનજી શેઠ
 • અમેરિકાના રાજદૂત તરીકે પ્રથમ ગુજરાતી: ગગનવિહારી મહેતા
 • પ્રથમ કાપડ મિલ શરૂ કરનાર: રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા
 • પ્રથમ ભૂમિદળના વડા બનનાર ગુજરાતી: જનરલ રાજેન્દ્રસિંહ
 • ભારતીય ભૂમિદળના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ’: જનરલ માણેકશા
 • પ્રથમ વ્યાયામ પ્રવૃતિઓ શરૂ કરનાર: શ્રી છોટુભાઈ પુરાણી
 • ગુજરાતમાં પ્રથમ A ની પદવી પ્રાપ્ત કરનાર: અંબાલાલ સાકરભાઈ દેસાઈ
 • ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ: હરસિધ્ધભાઈ દિવેટિયા
 • ભારતીય અવકાશ સંશોધનના પિતા: ડૉ. વિક્રમ સારાભાઈ
 • પુસ્તકાલયના પ્રણેતા: શ્રી મોતીભાઈ અમીન(ચરોતરના મોતી)
 • મદ્રાસ રાજયના સૌ પ્રથમ ગવર્નર બનનાર રાજવી: મહારાજા કૃષ્ણકુમાર સિંહ
 • સૌ પ્રથમ વિદેશમાં રાષ્ટ્રધ્વજ ફરકાવરનાર ગુજરાતી: મેડમ ભીખાઈજી કામા
 • સૉફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન બનનાર ગુજરાતી: અઝિઝ પ્રેમજી
 • બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાનાર પ્રથમ ગુજરાતી: ભોળાભાઈ સારાભાઈ
 • વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશીપ જીતનાર સૌ પ્રથમ ગુજરાતી: રિધ્ધિ શાહ
 • સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર: ઝવેરચંદ મેઘાણી
 • સૌ પ્રથમ મફત પ્રાથમિક શિક્ષણ ફરજિયાત શરૂ કરનાર: શ્રી સયાજીરાવ ગાયકવાડ
 • ઈંગ્લિશ ચેનલ તરનાર સૌ પ્રથમ ગુજરાતી: રિહેન મહેતા
 • સુપ્રિમ કોર્ટના સૌ પ્રથમ સર્વોચ્ચ ન્યાયમૂર્તિ: શ્રી હરિલાલ કણિયા
 • ટાગોર સાહિત્ય એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી: ભગવાનદાસ પટેલ
 • રાષ્ટ્રીય ટેલિફોન કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ: સામ પિત્રોડા
 • ભારતના પ્રથમ ગૃહમંત્રી બનનાર ગુજરાતી: સરદાર વલ્લભભાઈ પટેલ
 • અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વ પ્રથમ ગુજરાતી અધ્યક્ષ: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ
 • સૌ પ્રથમ ઈંગલેન્ડ જનારા ગુજરાતી સાહિત્યકાર: મહિપતરામ નીલકંઠ
 • ભારતીય સૌ પ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપનીના સ્થાપક: કસ્તુરભાઈ લાલભાઈ અતુલ
 • અણુવિજ્ઞાની તરીકે નામના મેળવનાર સૌ પ્રથમ ગુજરાતી: ડૉ. હોમી ભાભા
 • ગુજરાતની વડી અદાલતના પ્રથમ ન્યાયમૂર્તિ: સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ
 • પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ: નાનાભાઈ હરિદાસ
 • સૌ પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી: ચંદુલાલ ત્રિવેદી(ઓડિશા-1946)
 • પ્રથમ શુધ્ધ પંચાંગ બનાવનાર: ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
 • ગુજરાતમાં સૌ પ્રથમ થિયેટરની સ્થાપના કરનાર: ડાહ્યાભાઈ ઝવેરી
 • ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ: મહાત્મા ગાંધી
 • સ્કેટિંગમાં અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી: નમન પારેખ
 • ગુજરાતનો સૌ પ્રથમ સ્વતંત્ર સુલતાન: તાતાર ખાન
 • હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ: લીલા શેઠ
 • ફ્રેંચ ઓપન બેડમિન્ટન જીતનાર સૌ પ્રથમ મહિલા: અપર્ણા પોપટ
 • પ્રથમ ગુજરાતી મહિલા રાજદૂત: લતા પટેલ
 • પ્રથમ ગુજરાતી મહિલા ફોટોગ્રાફર: હોમાઈ વ્યારાવાલા
 • નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના પ્રથમ મહિલા પ્રમુખ: ડૉ. અમૃતા પટેલ
 • નિશાન-એ-પાક એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી (ભારતીય): મોરારજી દેસાઈ
 • કેન્યાના મુખ્ય ન્યાયાધીશનો હોદ્દો લેનાર પ્રથમ ગુજરાતી મહિલા: કલ્પનાબહેન રાવલ
 • ભારતરત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી: શ્રી મોરારજી દેસાઈ
 • આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ ગુજરાતી: રણજિતસિંહ
 • મેક્સિકોમાં ભારતીય રાજ્દૂત બનનાર પ્રથમ ગુજરાતી: સુજન આર. ચિનોય
 • અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળાની સ્થાપના કરનાર: હરકુંવર શેઠાણી (ઈ.સ.1850)
 • ઈંગ્લેંડની ઉમરાવ સભાના સભ્ય તરીકે નિયુક્ત પામનાર પ્રથમ ગુજરાતી: લૉર્ડ મેઘનાદ દેસાઈ
 • અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કરનાર: ભિક્ષુ અખંડાનંદ
 • અમદાવાદમાં સૌપ્રથમ લૉ-કોલેજની સ્થાપના કરનાર: સર લલ્લુભાઈ આશારામ શાહ