ગુજરાતની કલા અને સાંસ્કૃતિક વારસો 

ગુજરાતમાં સૌથી વધુ બોલાતી ભાષા : – ગુજરાતી

ઉર્દુ (બીજા ક્રમે)

ગુજરાતની કુલ વસ્તી – ૬,૦૩,૮૩,૬૨૮

પુરુષ – ૩,૧૪,૮૨,૨૮૨

સ્ત્રી – ૨,૮૯,૦૧,૩૪

ગુજરાતના જિલ્લા – ૩૩

ગુજરાતના તાલુકા – ૨૫૦

ગુજરાતની સ્થાપના – ૧ મે ૧૯૬૦

 વિવિધ દિવસો

ભાદરવા સુદ ૧૧ – પરાવર્તિની એકાદશી

અષાઢ સુદ ૧૧ – દેવશયની એકાદશી

(યમુના નદીમાં શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેના નૌકાવિહારની યાદમાં)

જેઠ સુદ ૧૧ – ભીમ એકાદશી

કારતક સુદ ૧૧ – દેવ ઉઠી અગિયારસ- દહીંનું દાન

ઘરેણાં 

કડલાં પગ   અકોટી કાન
રામનામી ડોક   ટુંપિયો ડોક
અભરામી ડોક   કામ્બી પગ
નાગલા કાન   ડોડી/માંડલીયા ડોક
હાંસળી ડોક   વેઢલા કાન
એક દાણીયું ડોક   રામ જોડ પગ
પાંખણી કાન   કંદોરો કમર
વેઢ આંગળી   નખલી કાન
બલોયા હાથ   કરડો (વીંટી) આંગળી
ઝાલ કાન   ચૂડામણી  હાથ
કાતરિયું હાથ      

 

ક્રમ ગીત રાગ
(૧) વંદે માતરમ્ ગીત દેશ
(ર) મિલે સુર મેરા તુમ્હારા ભૈરવી
(૩) મધુવન મે રાધિકા નાચે હમીર
(૪) જાને કહા ગયે વો દિન શિવરંજની

 ભારતીય સંસ્કૃતિની દૃષ્ટિએ પાંચ પવિત્ર સરોવરો

 1. માન સરોવર (તિબેટ, ચીન)
 2. પંપા સરોવર (કર્ણાટક)
 3. નારાયણ સરોવર (લખપત, કચ્છ)
 4. બિંદુ સરોવર (સિદ્ધપુર)
 5. પુષ્કર સરોવર (અજમેર, રાજસ્થાન)

 

શહેર અને નદીઓનો કિનારો 

શહેર નદીઓનો કિનારો
મોરબી, વાંકાનેર મચ્છુ
ગોંડલ ગોંડલી
દ્વારકા ગોમતી
વઢવાણ, સુરેન્દ્રનગર ભોગાવો
સિદ્ધપુર સરસ્વતી
હિંમતનગર હાથમતી
શામળાજી મેશ્વો
નવસારી પૂર્ણા
ગાંધીનગર સાબરમતી
મોઢેરા પુષ્પાવતી
ભરૂચ નર્મદા
વલસાડ ઔરંગા
સુરત તાપી
વડોદરા વિશ્વામિત્રી
નડિયાદ શેઢી
રાણપુર સૂકભાદર
બોટાદ, ગઢડા, વલભીપુર ઘેલો
પાવાગઢ વિશ્વામિત્રી
ખેડબ્રહ્મા હરણાવ
અમદાવાદ સાબરમતી

 

ભારતની મોક્ષદાયિની નગરીઓ

 1. અયોધ્યા,
 2. માયાનગરી,
 3. અવન્તિકા (ઉજ્જૈન),
 4. મથુરા,
 5. કાંચીપુરમ, (તમિલનાડુ)
 6. દ્વારકા અને
 7. કાશી (મહાપુરી) (વારાણસી) (બનારસ)

 ભારતીય સંસ્કૃતિની દૃષ્ટિએ અમર પાત્રો

 1. બલિરાજા,
 2. પરશુરામ,
 3. હનુમાનજી,
 4. કૃપાચાર્ય,
 5. અશ્વત્થામા,
 6. વ્યાસ મુનિ
 7. વિભીષણ

 ભગવાન વિષ્ણુના ૧૦ અવતાર

૧. મત્સ્ય અવતાર

ર. કુર્મ અવતાર (કાચબો)

૩. વરાહ અવતાર (સુવ્વર)

૪. નરસિંહ અવતાર

પ. વામન અવતાર

૬. પરશુરામ અવતાર

૭. રામ

૮. કૃષ્ણ

૯. બુદ્ધ

૧૦. કલકી

વર્તમાન નામ બીજું નામ
ડભોઈ દર્ભાવતી
નવસારી નાગસારીકા
બનાસકાંઠા પર્ણાશા
ખેડા ખેટક
સુરત સૂર્યપુર, બાબુલ મક્કા, મક્કાની બારી
સિદ્ધપુર સિદ્ધક્ષેત્ર, શ્રી સ્થળ
કડી કનિપુર
તારંગા તારણદુર્ગ
ઈડર ઈલ્વ દુર્ગ
જામનગર હાલાર, નવાનગર સ્ટેટ, સૌરાષ્ટ્રનું પેરિસ, છોટે કાશી, કાઠિયાવાડનું રત્ન
મોઢેરા ભગવદ્દનગર
ધોળકા ધવલ્લક, વિરાટનગરી
ખંભાત સ્તંભતીર્થ
ભરૂચ ભૃગુકચ્છ, માહિષ્મતી
વડોદરા વટપટ્ટ
વલસાડ વલ્લરખંડ
દ્વારકા કુશસ્થળી, દ્વારાવતી
પાલનપુર પ્રહલાદનપુર
દાહોદ દધિપટ
અમરેલી અમરાવતી
મહુડી,મહુવા મધુપુરી
ગોધરા ગોરૂહક
હિંમતનગર અહમદનગર
મોડાસા મહુડાસુ
રાધનપુર પંચાસર
જૂનાગઢ ગિરિનગર,મુસ્તફાબાદ,જીર્ણદુર્ગ,સોરઠ
સાબરકાંઠા શ્વભ્ર
અડાલજ ગઢ પાટણ
વડનગર આનંદપુર,ચમત્કારપુર
પાટણ અણહિલપુર પટ્ટણ
ભાવનગર ગોહિલવાડ, યુકેલિપ્ટસ, સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી, ગુજરાતની સાંસ્કૃતિક નગરી
વલભીપુર વળા
પોરબંદર અસ્માવતી, બર્ડ સિટી, સુદામાપુરી
અમદાવાદ અહમદાબાદ, કર્ણાવતી, ગર્દાબાદ, ભારતનું માન્ચેસ્ટર, ગુજરાતની આર્થિક રાજધાની, આશાવલ
લુણાવાડા લુણેશ્વર
વઢવાણ વર્ધમાનપુર
પાલીતાણા પાદલિપ્તપુર
ગણદેવી ગુણ પાદિકા
ચાંપાનેર મુહમ્મ્દાબાદ
નડિયાદ સાક્ષર ભૂમિ
રાજકોટ માસુમાબાદ,સૌરાષ્ટ્રની શાન
સુરેન્દ્રનગર ઝાલાવાડ
ડાકોર ડંકપુર
કપડવંજ કપડવણજ
પીપાવાવ વિક્ટર પોર્ટ
વેરાવળ બિલાવલ
મોરબી ઢેલડી
ચોરવાડ લીલી નાઘેર
શુક્લતીર્થ પંચતીર્થ

 

પ્રાચીન જોડી 

રામ સીતા
અભિમન્યુ ઉત્તરા
લક્ષ્મણ ઉર્મિલા
બલરામ રેવતી
શત્રુધ્ન શ્રુતકીર્તિ
ભરત માંડવી

  

ધર્મ સંપ્રદાયો 

૧.        હિંદુ જૈન

સ્વામિનારાયણ સંપ્રદાયે તત્કાલીન ગુજરાત પ્રદેશના કલહથી દૂષિત વાતાવરણમાં ધાર્મિક અને સામાજિક સુધારણાનું પ્રશંસ્ય કાર્ય કયું. સોલંકી કાળમાં થયેલા અશ્વર સ્વામીએ ગુજરાતમાં ભરૂચથી મહારાષ્ટ્ર – વિદર્ભમાં જઈ મહાનુભાવ સંપ્રદાય પ્રવર્તાવ્યો હતો. તેમ ઉત્તર પ્રદેશના છપૈયામાંથી ગુજરાતમાં આવી સ્વામી સહજાનંદે સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપી જીવન શક્તિનો મંત્ર આપી સમાજના નીચા ગણાતાં વર્ગોમાં સુધારણાનું પ્રવર્તન કર્યું.

સહજાનંદ સ્વામીની જન્મભૂમિ છપૈયા ગામ અયોધ્યાથી દસેક માઈલ દૂર આવેલું છે. એ ગામના વતની હરિપ્રસાદ પાંડે અને પ્રેમવતી નામે બ્રાહ્મણ દંપતીને ઘેર સં. – ૧૮૩૭ ની રામનવમીની રાત્રે એમનો જન્મ થયો. એમનું બાળપણનું નામ ઘનશ્યામ હતું.  સં. ૧૮૫૭ ના કાર્ત્રિક સુદ અગિયારસના દિવસે રામાનંદ સ્વામી પાસે ભાગવતી દીક્ષા લીધી. નીલકંઠ વર્ણીને ‘સહજાનંદ’ નામ આપવામાં આવ્યું.

વડતાલ અને અમદાવાદ એ બે સ્થળોએ બે ગૃહસ્થ આચાર્યોને પોતાના ધર્મકુળમાંથી પસંદ કરીને એમણે સ્થાપ્યા. અંતિમ વર્ષોમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક મંદિરો બંધાવ્યા. શતાનંદ મુનિ પાસે ‘સત્સંગી જીવન’ ગ્રંથ સંસ્કૃતમાં તૈયાર કરાવ્યો. જેમાં સંસ્કૃતમાં રચેલ ‘શિક્ષાપત્રી’ દાખલ કરી. ‘શિક્ષાપત્રી’માં તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે પોતાને રામાનુજાચાર્યનો વિશિષ્ટ દ્વૈત સિદ્ધાંત માન્ય છે. 

(ર) ઈસ્લામ

મરાઠાકાલ દરમ્યાન મુગલ સામ્રાજયનો પૂરો અસ્ત થઈ ચૂકયો હતો. ઈસ્લામ પર સૂફી સંતો અને વિદ્વાનોનો વ્યાપક પ્રભાવ હતો અને તેઓ દ્વારા ઈસ્લામનું સ્વરૂપ નક્કી થતું હતું. આ સમય દરમિયાન ધર્મસુધારણાની બીજી ચળવળ શરૂ થઈ અને નેતૃત્વ સૈયદ અહમદ બરેલવીએ સંભાળ્યું.

અઢારમી સદીના મહાન સંતે અને ચિંતક શાહ વલી ઉલ્લાહ ઘડેલવીએ કાર્યને વેગ આપ્યો. સૈયદ અહમદ બરેલવીએ ઈસ્લામ – સુધારણાની, મસાલ લઈ ચાલવાનું શરૂ કર્યું. એમની એ ચળવળને ભારતની વહાબી ચળવળ કહે છે. ભારતીય વહાબી ચળવળનો આધારભૂત ગ્રંથ ‘મિરાતે મુસ્તકીમ’ સૈયદ અહમદ બરેલવીના કથન અને તારણોના આધારે ઘડવામાં આવ્યો છે. એમ છતાં એ ગ્રંથને આધારે સૈયદ અહમદે ઈસ્લામમાં કરવા ઘારેલ સુધારણાનો ખ્યાલ મળી રહે છે.

વહાબી ચળવળ લાંબી ચાલી એનો સંબંધ બ્રિટિશ કાલ અને બ્રિટિશ શાસન સાથે વધુ પ્રમાણમાં રહેલો છે. એક હકીકત છે કે ગુજરાતના મુસલમાનો ઉપર હિંદુ સંસ્કૃતિની અસર વધુ પ્રમાણમાં પડેલી છે. આ કાળ દરમિયાન ગુજરાતના શીયા ઈસ્લામીઈલ વહોરાઓમાં હિલ્તિયા ફિરાકનો ઉદભદ થયો. શેખ ઈસ્માઈલ બિન અબ્દુલ રસુલ અને એના પુત્ર શેખ હિબ્તુલ્લાએ આ ફિરકાની સ્થાપના કરી.

તત્કાલીન દાઈના પુત્રનું ગામ પણ હિઠતુલ્લા હતું. સૈયદના હિબ્તુલ્લાએ પોતાના નામ રાશિ શેખ હિલ્તુલ્લાના એ દાવાને પડકાર્યો અને એને પોતાનો દાવો ખેંચી લેવા સમજાવ્યો, પરંતુ એમાં અને નિષ્ફળતા મળી. શેખ હિબ્તુલ્લાના ટેકેદાર અને અનુયાયી ‘હિલિત્યા વહોરા’ કહેવાયા. એ ઉપરાંત પણ એક વધુ ફિરકો ઈ.સ. ૧૭૮૯ માં અસ્તિત્વમાં આવ્યો. એક વહોરાએ કેટલાક નવા સિધ્ધાંતોનું પ્રતિપાદન કરી નાગોશી એટલે ગોસ્ત નહિ ખાનાર કોમની શરૂઆત કરી અને એ રીતે નાગોશી વહોરાઓનો ફિરકાની શરૂઆત થઈ.

ઈ.સ.   ૧૫૦૦ ઉમદા મુસલમાનો ખોજા

       ગુજરાતી મુસલમાનોની એક શાખા ઈસ્માઈલી પંથના નઝારી સંપ્રદાયનો આ એક ફાંટો છે. ઈ.સ. ૧૦૯૪માં હસનસાહેબે ઈરાનમાં તેની સ્થાપના કરી. ૧૨૫૫માં હલાકુએ આક્રમણ કર્યું. તેથી વડું મથક ખસેડાયું. નવમી સદીથી પ્રચારકો વાયવ્ય ભારતમાં ફરતા થયા. કાશ્મીર, પંજાબ અને સિંધમાં તેનો પ્રચાર કર્યો. ઉત્તરમાં કલહ થતાં ધર્મગુરુઓ ગુજરાતમાં આવી વસ્યા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિંદુઓને વટલાવવામાં તેમને ઠીકઠીક સફળતા મળી. આ વટલાયેલા લોકોને “ખ્વાજા” કહેવામાં આવ્યા. તેના ઉપરથી ખોજા નામ પડ્યું. સમય જતાં કેટલાક ખોજા પાછા હિંદુ ધર્મમાં ભળી ગયા અને સ્વામીનારાયણ પંથ પાળતા થયા. તેમણે ઘણુંખરું “ઠક્કર” અટક અપનાવી. ખોજામાં કેટલાક સુન્ની છે. સ્વામીનારાયણિયા, ભગત, મસીદિયા, ખાનાઈ, તનાસરી વગેરે પેટાજ્ઞાતિઓ છે. તેઓ વિષ્ણુના નવ સહિત ૧૦ અવતારો માને છે. કુરાન ભાગ્યે જ વાંચી શકે છે. લગ્ન જેવા પ્રસંગે હિંદુ વિધિ કરે છે. પુરુષો માથે મુંડન કરાવે છે. ઉત્તરમાં ઘણા દાઢી પણ કાઢી નાખે છે. કચ્છી, હાલાઈ અને ગુજરાતી બોલે છે. ગુજરાતી લખે-વાંચે છે. સો વર્ષ ઉપર તેમની ૮૦,૦૦૦ની વસ્તીમાંથી ત્રીજા ભાગના સૌરાષ્ટ્રમાં હતા. તે પછી કચ્છ, સિંધ, મુંબઈ, અમદાવાદ, જંગબાર તથા અખાતી અમીરાતોમાં વધારે વસ્તી હતી. તેમના ધાર્મિક વડા આગાખાન પેરિસમાં વસે છે. 

(૩)    ખ્રિસ્તી ધર્મ

ભારતમાં ખ્રિસ્તી ધર્મની પ્રાચીનતા ઈસુના શિષ્યોમાંના એક સંત ટોમસ જેટલી પ્રાચીન દર્શાવવામાં આવે છે. અનુશ્રુતિ પ્રમાણે સંત ટોમસે ભારતીય – પહ્લવના રાજા ગોંદાકરની મુલાકાત લીધી હતી. ઈસુની બીજી સદી દરમિયાન દક્ષિણ ભારતમાં ખિસ્તી ચર્ચ સ્થાયી થઈ ગયું હતું.

ઈ.સ. ૧૫૩૪માં દમણનો અને ઈ.સ. ૧૫૫૯માં દીવનો કબજો પોર્ટુગીઝોએ લીધો એની સાથે ગુજરાતમાં પણ ખ્રિસ્તી ધર્મનો પ્રવેશ થયો. મુઘલકાળ દરમિયાન અકબર અને જહાંગીર દ્વારા ત્રણ જેટલા ફરમાન ખ્રિસ્તીઓના લાભાર્થે બહાર પાડવામાં આવ્યા હતાં. બીજું ફરમાન જહાંગીરના રાજયના સાતમા વર્ષનું છે; જે પોર્ટુગીઝોને અમદાવાદમાં દેવળ બાંધવાની છૂટ આપે છે. ત્રીજું ફરમાન જહાંગીરના રાજયના દસમા વર્ષનું છે. આ ફરમાનનો વિષય જુદો છે. આ ત્રણ ફરમાન મુઘલકાલ દરમિયાન ગુજરાતમાં પ્રસરેલા ખ્રિસ્તી ધર્મ પર પ્રકાશ ફેંકે છે.

મરાઠા કાળ દરમિયાન પણ દીવ અને દમણના પ્રદેશ પોર્ટુગીઝોની સત્તા હેઠળ જ હતા. આ જ સમય દરમિયાન  અંગ્રેજોના આગમનના કારણે સુરત, ભરૂચ અને વડોદરાના પ્રાંતોમાં ખ્રિસ્તી ધર્મની શરૂઆત થઈ હતી. ગુજરાતના રાજકારણમાં આ અંગ્રેજો જેમ જેમ પોતાની સત્તા જમાવતા ગયા; તેમ તેમ અહીં  ખ્રિસ્તી ધર્મના પ્રસરણને પીઠબળ મળવા લાગ્યું.

ગુજરાતમાં મરાઠા કાળ દરમિયાન ખ્રિસ્તી ધર્મના જે અંકુર ફૂટયો તેમાં એ ધર્મની (૧) રોમન કેથેલિક અને (ર) પ્રોટેસ્ટંટ બંને શાખાઓને બળ મળ્યું.

                               વધુ માહિતી  બીજા ભાગમાં…..

ગુજરાત તથા ભારતની કલા અને સાંસ્કૃતિક વારસો અંગેના પુસ્તકો ખરીદવા માટે અહી ક્લિક કરો