આપણું ગુજરાત : ગરવી ગુજરાત

 • સ્થાપના: 1 મે, 1960 (બૃહદ મુંબઈ રાજ્યમાંથી)
 • પ્રથમ પાટનગર: અમદાવાદ
 • વર્તમાન પાટનગર: ગાંધીનગર (11 ફેબ્રુઆરી, 1971થી)
 • સ્થાન: ભારતના પશ્વિમ ભાગમાં, અરબ સાગરના કિનારે
 • ભૌગોલિક સ્થાન:
 • અક્ષાંક્ષ: 2001 થી 2407 ઉત્તર અક્ષાંક્ષ
 • રેખાંશ: 6804 થી 7404 પૂર્વ રેખાંશ
 • કર્કવૃત્ત: રાજ્યના ઉત્તર ભાગના છ જિલ્લાઓ(અરાવલી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ)માંથી પસાર થાય છે.
 • કટિબંધ: રાજ્યના દક્ષિણના મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણ કટિબંધમાં અને ઉત્તરના ભાગનો વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધમાં છે.
 • ક્ષેત્રફળ: 1,96,024 ચોરસ કિમી
 • ઉત્તર-દક્ષિણનું અંતર: 590 કિમી
 • પૂર્વ-પશ્વિમનું અંતર: 500 કિમી
 • ક્ષેત્રફળની દ્રષ્ટીએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન: 6ઠ્ઠું
 • વસ્તીની દ્રષ્ટીએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન: 9મું
 • રેલવે માર્ગ: 5,696 કિમી
 • સડક માર્ગ: 72,165 કિમી
 • દરિયાઈ સીમા: 1600 કિમી (ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય)
 • અખાત: પશ્વિમે કોરીનાળ અને કચ્છનો અખાત તથા દક્ષિણે ખંભાતનો અખાત
 • મહાબંદર: કંડલા: મુક્ત વ્યાપારક્ષેત્ર (આ બંદરનો વહીવટ કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ થાય છે.)
 • બંદરો: 11 મધ્યમ કક્ષાનાં અને 29 નાનાંબંદરો છે.(આ 40 બંદરોનો વહીવટ ‘ગુજરાત મેરીટાઈમ બોર્ડ’ મારફતે થાય છે.)
 • મધ્યમ કક્ષાનાં બંદરો: માંડવી(કચ્છ), 2.નવલખી(મોરબી), 3.બેડી(જામનગર), 4.સિક્કા(જામનગર), 5.સલાયા(દેવભૂમિ દ્વારકા), 6.ઓખા(દેવભૂમિ દ્વારકા), 7.પોરબંદર(પોરબંદર), 8.વેરાવળ(ગીરસોમનાથ), 9.ભાવનગર(ભાવનગર), 10.ભરૂચ(ભરૂચ), 11.મગદલ્લા(સુરત)
 • પાકિસ્તાન સાથે સરહદ ધરાવતો જિલ્લો: કચ્છ
 • રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા: કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલી, મહીસાગર અને દાહોદ
 • મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા: દાહોદ અને છોટા ઉદેપુર
 • મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા: છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ
 • સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો: કચ્છ(406 કિલોમીટર)
 • દરિયાકિનારો ધરાવતા જિલ્લાઓ: (15) કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ
 • ચારે બાજુ જમીન સરહદથી જોડાયેલા જિલ્લાઓ: 18
 • સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો: બનાસકાંઠા(14)
 • સૌથી ઓછા તાલુકા ધરાવતા જિલ્લા: ડાંગ અને પોરબંદર(3)
 • સૌ પ્રથમ સૂર્યોદય: ગરબાડા(દાહોદ)
 • સૌથી છેલ્લે સૂર્યાસ્ત: કોટેશ્વર(કચ્છ)
 • સૌથી વધુ ગામડાં ધરાવતો જિલ્લો: બનાસકાંઠા(1237)
 • સૌથી ઓછાં ગામડાં ધરાવતો જિલ્લો: પોરબંદર(182)
 • સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો: કચ્છ
 • સૌથી ઓછો વિસ્તાર ધરાવતો જિલ્લો: ડાંગ
 • રાજ્ય ગીત: ‘જય જય ગરવી ગુજરાત’
 • રાજ્ય ભાષા: ગુજરાતી
 • રાજ્ય પ્રાણી: સિંહ
 • રાજ્ય પક્ષી: ફ્લેમિંગો(સુરખાબ)
 • રાજ્ય વૃક્ષ: આંબો
 • રાજ્ય ફૂલ: ગલગોટો(મેરીગોલ્ડ)
 • રાજ્ય નૃત્ય: ગરબા
 • રાજ્ય રમત: ક્રિકેટ, કબડ્ડી
 • જિલ્લાઓ: 33
 • તાલુકાઓ: 247
 • ગામડાઓ: 18,584
 • ગ્રામ પંચાયતો: 14,265
 • પંચાયતીરાજનો અમલ: 1 એપ્રિલ 1963
 • વર્તમાન વિધાનસભા: 14મી
 • વિધાનસભાની બેઠકો: 182 (2026 સુધી)
  (જનરલ – 143, અનુસુચિત જાતિ(SC) – 13, અનુસુચિત જન જાતિ(ST) – 26)
 • લોકસભાની બેઠકો: 26
 • રાજ્યસભાની બેઠકો: 11
 • નગર: 264
 • નગરપાલિકા: 169
 • મહાનગરપાલિકા: 8 (ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ)
 • પ્રથમ મુખ્યમંત્રી: ડૉ. જીવરાજ મહેતા
 • વર્તમાન મુખ્યમંત્રી: શ્રી વિજયભાઈ રૂપાણી
 • પ્રથમ રાજ્યપાલ: શ્રી મહેંદી નવાઝ જંગ
 • વર્તમાન રાજ્યપાલ: શ્રી ઓમ પ્રકાશ કોહલી
 • પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ: શ્રી કલ્યાણજી મહેતા
 • પ્રથમ મહિલા રાજ્યપાલ: શ્રીમતી શારદા મુખરજી
 • પ્રથમ મહિલા મુખ્યમંત્રી: શ્રીમતી આનંદીબહેન પટેલ
 • નેશનલ પાર્ક: 04
 • અભયારણ્ય: 22
 • અભયારણ્ય, નેશનલ પાર્ક અને આરક્ષિત વિસ્તાર: 26
 • સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો: ડાંગ(કુલ જમીનના 59 ટકા)
 • સૌથી ઓછો જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો: કચ્છ
 • બાજરીના ઉત્પાદનમાં ભારતમાં સ્થાન: પ્રથમ
 • મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ભારતમાં સ્થાન: પ્રથમ
 • તમાકુના ઉત્પાદનમાં ભારતમાં સ્થાન: દ્વિતીય(આંધ્ર પ્રદેશ, ગુજરાત)
 • ગુજરાતમાંથી મળી આવતાં ખનીજોની સંખ્યા: 26
 • કુલ ખનીજોના ઉત્પાદનમાં ભારતમાં સ્થાન: 4(ચોથું)
 • ઔધોગિક ઉત્પાદનમાં ભારતમાં સ્થાન: દ્વિતીય(મહારાષ્ટ્ર, ગુજરાત)
 • સોડા એશના ઉત્પાદનમાં ભારતમાં સ્થાન: પ્રથમ

            ગુજરાત વસ્તી ગણતરી-2011

 • વસ્તી:
 • કુલ વસ્તી: 6,03,83,628
 • કુલ પુરુષો: 3,14,82,282
 • મહિલાઓ: 2,89,01,346
 • વસ્તી ગીચતા: 308 (પ્રતિ ચોરસ કિમી)
 • સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો: અમદાવાદ
 • સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો: ડાંગ
 • સૌથી વધુ વસ્તીગીચતા: સુરત(1376)
 • સૌથી ઓછી વસ્તીગીચતા: કચ્છ(046)
 • સૌથી વધુ વસ્તીવધારાનો દર: સુરત(42.19%)
 • જાતિપ્રમાણ:
 • જાતિપ્રમાણ(દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા): 918
 • શિશુ જાતિપ્રમાણ: (0 થી 6 વર્ષ): 886
 • સૌથી વધુ શિશુ જાતિપ્રમાણ ધરાવતો જિલ્લો: ડાંગ(963)
 • સૌથી ઓછુ શિશુ જાતિપ્રમાણ ધરાવતો જિલ્લો: સુરત(836)
 • સૌથી વધુ જાતિપ્રમાણ: 1007 મહિલાઓ(ડાંગ)
 • સૌથી ઓછું જાતિપ્રમાણ: 788 મહિલાઓ(સુરત)
 • સાક્ષરતા પ્રમાણ:
 • સાક્ષરતા દર: કુલ 79.31 ટકા
 • પુરુષ સાક્ષરતા:23 ટકા
 • મહિલા સાક્ષરતા:73 ટકા
 • શહેરી સાક્ષરતા દર:58 ટકા
 • ગ્રામીણ સાક્ષરતા દર:00 ટકા
 • સૌથી વધુ સાક્ષરતા ધરાવતા જિલ્લા: અમદાવાદ અને સુરત(86.65 ટકા)
 • સૌથી ઓછી સાક્ષરતા ધરાવતા જિલ્લો: દાહોદ(60.60 ટકા)
 • સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો: ગાંધીનગર(93.59 ટકા)
 • સૌથી વધુ મહિલા સાક્ષરતા ધરાવતો જિલ્લો: સુરત(81.02 ટકા)
 • સૌથી ઓછી પુરૂષ સાક્ષરતા ધરાવતો જિલ્લો: દાહોદ(72.14 ટકા)
 • સૌથી ઓછી મહિલા સાક્ષરતા ધરાવતો જિલ્લો: દાહોદ(49.02 ટકા)
 • સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો: નવસારી(92.92 ટકા)
 • સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો: આણંદ(83.85 ટકા)
 • સૌથી ઓછી શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો: જામનગર(79.59 ટકા)
 • સૌથી ઓછી ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો: દાહોદ(58.19 ટકા)
 • મહિલા અને પુરૂષ સાક્ષરતામાં સૌથી વધુ અંતર ધરાવતો જિલ્લો: બનાસકાંઠા(26.80 ટકા)
 • મહિલા અને પુરૂષ સાક્ષરતામાં સૌથી ઓછું અંતર ધરાવતો જિલ્લો: સુરત(10.03 ટકા)