આપત્તિ વ્યવસ્થાપન

(Disaster management)

વ્યાખ્યા :- “ઓક્સફોર્ડ ઈંગ્લીશ ડિક્ષનરી પ્રમાણે “Disaster” શબ્દ 16મી સદીમાં ફેંચ શબ્દ “Desasture” ઉપરથી ઉતરી આવેલો છે.જે બે શબ્દનો બનેલો છે. ‘Des’ અને ‘Astore’ જેમાં Des નો અર્થ ‘ખરાબ’ અથવા ‘શેતાન’ અને Astore નો અર્થ ‘તારો’  થાય છે આમ,Disaster નો અર્થ ‘ખરાબ તારો’ થાય. આમ, ખરાબ અથવા શેતાની તારાને કારણે જે અસર થાય તેને આપત્તિ કહેવાય છે.”

                આધુનિક ભાષામાં કહીએ તો ડિઝાસ્ટર એક ખરાબ દુર્ઘટના, કે જે પ્રાકૃતિક અથવા માનવ સર્જિત હોઇ શકે છે. જેનાથી અચાનક માનવજાત માટે કાળનું કારણ બને છે. કારણ કે જેનાથી જાનમાલ અને સંપતિ ગુમાવવાનો વારો આવે છે.

અન્ય વ્યાખ્યાઓ :-

(૧)   “ઘણા બધા મૃત્યુ તેમજ ઈજાગ્રસ્ત વ્યક્તિઓ તથા જાનમાલનું નુકશાન કે જેમાં પ્રત્યક્ષ કોઇ માનવ જવાબદાર ન હોય તેને ડિઝાસ્ટર કહેવાય છે.”

(૨)  “સામાન્ય જનજીવનમાં મોટો વિનાશ.”

(૩) “જીવનનું ગુમાવવું, રહેઠાણ ગુમાવવું, સ્વાસ્થ્યનું નુકશાન, રોગચાળો ફાટવો……….વગેરે.”

(૪) આકસ્મિક,અનૈચ્છિક,દુ:ખકારી,જીવનને નુકશાન પહોંચાડનારી, સંપત્તિને નુકશાન પહોંચાડનારી ઘટનાને ડિઝાસ્ટર કહેવાય છે.”

આપત્તિની અસર :-    

(૧)          માનવજાત અને પ્રાણીઓ માટે નુકશાન

(૨)          સુક્ષ્મજીવો અને જીવસૃષ્ટિને નુકશાન

(૩)          પરિસ્થિતિકી સંતુલન અને આહારકડીને  અસર

(૪)          ખેતીને અસર

(૫)          આર્થિક પ્રવૃત્તિને અસર

(૬)        સામાજિક જીવન વ્યવહાર ઠપ્પ થઈ જવો.

(૭)          ઈમારતોને નુકશાન

(૮)          દરિયાઈ જીવસૃષ્ટિ ખોરવાવી

(૯)          વાયુના આવરણને નુકશાન

(૧૦)        ઓઝોન સ્તરમાં ગાબડું પડવુ

(૧૧)        સ્વજનો ગુમાવવા (આજીવન)

(૧૨)       શરણાર્થી તરીકે દુર્વવ્યવહાર સહન કરવો  પડે.

(૧૩)        દેશની સીમાઓ બદલાઈ જવી.

(૧૪)       નવી સંસ્કૃતિ સાથે જોડાણ કરતા પડતી  મુશ્કેલીઓ

(૧૫)        બીજી સંસ્કૃતિનું અતિક્રમણ

(૧૬)        માનવ વેપાર, બાળકોનું જાતીય શોષણ

(૧૭)        ધન ગુમાવવું, પછાત જીવન જીવવું,  ભટકતું જીવન જીવવું

આપત્તિના પ્રકાર અને વર્ગીકરણ :- (Type and Classification of Disasters)

               – ડિઝાસ્ટર/આપત્તિનાં બે પ્રકાર છે

૧.પ્રાકૃતિક આપત્તિ/ કુદરતી આપત્તિ (Natural Disaster)  

૨. માનવસર્જીત આપત્તિ (Manmade Disaster)

૧.કુદરતી/પ્રાકૃતિક આપત્તિ. (Natural Disasters)

(૧)  આબોહવા અને પવનથી સંકળાયેલ બાબતો.

        (Climate and wind Related Disasters)

 • વંટોળ
 • ચક્રવાતીય વંટોળ
 • હરીકેન
 • બ્લીઝાર્ડ
 • બરફ વર્ષા
 • ટોર્નેડો
 • ટાયફૂન
 • ફોગ (ધુમ્મસ)

(૨)  આબોહવા અને પાણીથી જોડાયેલ આપત્તિ.

      (Climate and Water Related Disasters)

 • પૂર / અપ્રવાહ /નદી કિનારાનું ધોવાણ / ડેમ ફાટવો.
 • વાદળ ફાટવા
 • પાણીનો સખત પ્રવાહ/સતત ધારા
 • ભારે વર્ષા
 • દુષ્કાળ
 • ઠંડા પવનો

(૩)   પૃથ્વી સાથે સંકળાયેલ આપત્તિ.

         (Earth Related Geological Disasters)

 • ભૂકંપ
 • હીમનદીઓ
 • સુનામી
 • જ્વાળામુખી વિસ્ફોટ
 • કીચડ સ્ખલન
 • રેતીનું વહન/રેતીના તોફાનો
 • ભૂ-સ્ખલન
 • ખડકનું પડવું

(૪)  સમુદ્રથી સંકળાયેલ આપત્તિ

(Ocean Related Disaster):-  

               ત્સુનામી

 (૫) અવકાશથી સંકળાયેલ આપત્તિ :-

               (1) અવકાશીય પીંડોનું પડવું

               (2) વીજળી પડવી

               (3) ઉલ્કાપાત

(૬) તાપમાન સંબંધિત આપત્તિ (Temperature Related Disasters)

         (1) ગરમ પવનો …. દા.ત. લૂ., કાલ બૈશાખી

          (2) દાવાનળ

૨. માનવ સર્જિત આપત્તિઓ (Man Made Disaster)

(1) અકસ્માતો જેવા કે ટ્રેન અકસ્માત, વિમાન અકસ્માત, જહાજ અકસ્માત, ટોળામાં થતાં અકસ્માત વાહન-વ્યવહાર અકસ્માત..

(2) ઔદ્યોગિક અકસ્માતો જેવા કે… બોઈલર ફાટવું, ગેસ સિલિન્ડર ફાટવો, ગેસ ચેમ્બર  લીકેજ, રાસાયણિક ચેમ્બર ફાટવું, ઝેરી વાયુનું લીકેજ…

(3) યુધ્ધ, દુશ્મનોનું આક્રમણ વગેરે

(4) ત્રાસવાદ, નકસલવાદ, પ્રાંતવાદ, કોમવાદ, કોમીહીંસા

(5) દાવાનળ, ઘાસ ભૂમિમાં આગ લાગવી, આગ…

 (6) પરમાણું દુર્ઘટના, રેડીયો એક્ટિવિટીનું લીકેજ, પરમાણું ભઠ્ઠીની દુર્ઘટના

 (7) રોગચાળો, મહામારી, ખોરાકી ઝેરની અસર

(8) જંતુનાશકો, ચેપ લાગવો.

(9) શહેરીકરણ, મેગાસીટી..

(10) નિર્વનીકરણ, જમીનનું ધોવાણ

(11) એસિડ વર્ષા, થર્મલ પ્રદુષણ

(12) ઝેરી વાયુ, ઉર્જા સમસ્યા, ભૂગર્ભજળનો ઘટાડો.

(13) વસ્તી વિસ્ફોટ, શરણાર્થી સમસ્યા

(14) પ્લાસ્ટિક પ્રદુષણ

(15) ગરીબી

(16) ધૂમાડો/ખાણની દુર્ઘટના

(17) ગ્લોબલ વોર્મિંગ

 • રોગચાળો – (Epidemics) :-
 • પાણી દ્વારા થતા રોગો
 • ખોરાક દ્વારા થતા રોગો
 • વ્યક્તિથી વ્યક્તિ દ્વારા થતા રોગો
 • પશુ બીમારીઓ
 • આપત્તિનું વર્ગીકરણ (Classification of Disasters)
 • અચાનક થતી આપત્તિ (Sudden Disaster)

               ભૂકંપ, સુનામી, પૂર, ઉષ્ણકટિબંધિય ચક્રવાત, જ્વાળામુખી, ભૂ-સ્ખલન….. વગેરે

 • ધીમી ગતીની આપત્તિઓ :- (Slow Disasters)

દુષ્કાળ, રોગચાળો, જમીનનું ધોવાણ, આબોહવા પરિવર્તન, રણનું આગળ વધવુ. નિર્વનીકરણ, જંતુનો ઉપદ્રવ…..

ઉપર જણાવેલ પ્રકારોમાં સમયાનુંસાર પરિવર્તન થઈ શકે છે. જ્યારે બે ઝડપી બાબતો ભળે ત્યારે આપત્તિ વધુ ખતરનાક થઈ શકે છે.

 • કુદરતી મુશ્કેલીઓ :-

(૧)     પૂર (Flood)

            ભારે વરસાદના કારણે નદીના પ્રવાહમાં પાણીનો વધારો કે કોઇ ડેમ તૂટી જવાના કારણે તેની આસપાસના વિસ્તારમાં ધસમસતું પાણી ધૂસી જતુ હોય છે તેને આપણે પૂર તરીકે ઓળખીએ છીએ. આ પુરની અસર અસ્થાયી હોય છે.

            પૂર ભારતના કુલ વિસ્તારના 10% ભાગને નિયમિત રૂપે અસર કરે છે. નદી, ઝરણા, સરોવરો,… વગેરેમાં પાણીનો પ્રવાહ વધવાથી પૂર આવે છે.

 • કારણો :-

            ભારે વરસાદ, તોફાની પવન, વાવાઝોડું, ત્સુનામી, બરફ ઓગળવો કે કોઇ ડેમ તૂટી જવાના કારણે પૂર આવતું હોય છે. પૂર ક્રમિક પણ હોય છે અને ક્યારેક ભારે વરસાદના કારણે, પાણીના વિશાળ સંગ્રહ સ્થળમાં ગાબડું પડવાને કારણે અથવા તો પાણીનું સંગ્રહક્ષેત્ર છલકાઈ જવાના કારણે પણ આવતું હોય છે. કાંપના કારણે નદી અને ડેમના સંગ્રહક્ષેત્રમાં ઘટાડો થતો હોય છે. જેને કારણે પૂરની તીવ્રતામાં વધારો થાય છે.

            જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 80% જેટલો વરસાદ થઈ જાય છે આ સમય દરમિયાન નદીઓ ભારે પાણી મેળવે છે. જેન કારણે નદીઓનાં કિનારાના વિસ્તારોમાં પુર આવવાની શક્યતા વધી જાય છે.

            બ્રહ્મપુત્રા અને ગંગાના પ્રદેશો મુખ્યત્વે પુરથી પ્રભાવિત થાય છે. વર્ષ-૨૦૧૬માં પણ ગંગા નદીના પુરથી ઉત્તરપ્રદેશ અને બિહારના મોટાભાગના વિસ્તારમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી.

            કોસી નદી “બિહારનો શોક” તથા ગોદાવરી નદી “બંગાળનો શોક” તરીકે ઓળખાય છે. આ બે નદીઓ વારંવાર પોતાનો માર્ગ બદલે છે.

            તે સિવાય દક્ષિણ ભારતની નદીઓ કે જે છીછરી છે તેમાં પણ પુર આવવાથી શક્યતા રહે છે.

     ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે રાજસ્થાનના રણમાં પણ પુર આવી ગયા છે.

            વર્ષ-૨૦૧૩ માં ઉત્તરાખંડમાં કેદારનાથ દુર્ઘટનામાં સેંકડો લોકો માર્યા ગયા હતા. તેમાં સેનાએ “ઓપરેશન રાહત” ચલાવીને કેટલાય લોકોને બચાવ્યા હતા.

 • પુરની અસરો :-
 • મોટી જાનહાની
 • સંપત્તિને મોટા પાયે નુકશાન
 • ખેતરોમાં પાકને નુકશાન / જમીનનું ધોવાણ
 • બાંધકામને નુકશાન
 • જાહેર ઉપયોગી ચીજ વસ્તુઓને નુકશાન
 • વ્યવસ્થાપન :-

            પૂરને કાબૂમાં રાખવા માટે આગમચેતીના પગલા અને બીજા વ્યવસ્થાપક પગલા ભરીને પુરને કારણે થતી મોટી જાનહાનિ અને સંપત્તિને થતું નુકશાન અટકાવી શકાય છે.

૧.        સંભવિત વિસ્તારની ઓળખ :-

            પુર વ્યવસ્થાપનમાં સમજ શક્તિનો ઉપયોગ કરીને સૌથી પહેલો પુર સંભવિત વિસ્તારોની ઓળખ કરવી જોઇએ. પૂર કેટલા સમયના અંતરે આવે છે અને કયા વિસ્તારોમાં તેની તિવ્ર અસર થાય છે તે નક્કી કરવું જોઇએ.

૨.        આગાહી :-

            સામાન્ય રીતે પૂરની સમયસરની આગાહી કરીને લોકોને ચેતવી શકાય છે અને તેમને કોઇ સલામત સ્થળે નિયત સમયમાં ખસેડી શકાય એમ હોય છે.

            નદીનાં ઉપરવાસ (કેચમેન્ટ એરીઆ) માં પડતા વરસાદના પ્રમાણના આધારે નદીને અડીને આવેલા વિસ્તારોમાં ક્યારે પૂર આવી શકે છે તેની ચોક્કસ આગાહી કરી શકાય.

ભારતમાં પૂરની ચેતવણી આપતી સંસ્થાઓ

 • સેન્ટ્રલ વોટર કમિશન (CWC)
 • ઈરિગેશન એન્ડ ફ્લડ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (IFCD)
 • વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ (WRD)

પુર નિયંત્રણ

            પુરને નીચે જણાવ્યા મુજબના વિવિધ પ્રકારના પગલા ભરીને નિયંત્રણમાં લઈ શકાય છે.

 • પુર સંભવિત વિસ્તારમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરીને પુરના ધસમસતા પ્રવાહને અટકાવી શકાય છે.
 • નદીઓ પર ડેમ બનાવી પાણીનો સંગ્રહ કરી પુર નિયંત્રણ કરી શકાય છે.
 • પાણીના પ્રવાહમાંથી કાંપ-કચરો દૂર કરીને, નદીના પ્રવાહ માર્ગને ઊંડા કરીને અને નદી/કેનાલ/ગટરના માર્ગમાં પાળા બાંધીને પણ પૂર નિયંત્રણ કરી શકાય છે. 

પૂરને કાબુમાં લેવા માટે સરકારી પગલાં 

રાષ્ટ્રીય પૂર જોખમ નિવારણ યોજના

(National Flood Risk Mitigation Project) (NFRMP)  

            પુરના ક્રમ, ઉગ્રતા અને તેના જોખમમાં ઘટાડો કરવા કે નિવારણ કરવાના વિચાર માટે આ યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ પુર પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્યો અમલમાં મુકવા, પુન: સ્થાપન, નવનિર્માણ મદદ માટે ઉપલબ્ધ સ્ત્રોતનો પૂરતો ઉપયોગ વગેરે બાબતોને આવરી લેવામાં આવી છે. આ યોજના NDMA (National Disaster Management Authority) દ્વારા સંચાલન થાય છે.

 • પુર દરમિયાન શું કરવું ?
 • ઉંચાઈવાળા સ્થળે આશ્રય લેવો
 • ઉકાળેલું પાણી પીવું
 • પાણી, સુકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટીકની ડબીમાં ભેજ ન લાગે તે રીતે દિવાસળીની પેટી સાથે રાખવી
 • બાળકોને ભુખ્યા રાખશો નહી.
 • સાપથી સાવધાન રહેવું, તે કોરી જગ્યામાં આવી શકે છે. તેને દૂર રાખવા વાંસની લાકડી સાથે રાખવી.
 • ડાયેરિયા દરમિયાન ભાતનું ઓસામણ, નાળિયેર પાણી, કાળી ચા (દૂધ વગરની) નો ઉપયોગ કરવો.
 • શું ન કરવું ?
 • પુરના પાણીથી બનાવેલો ખોરાક ખાવો નહી.
 • ભીના વીજળીના સાધનોને સ્પર્શ કરવો નહી.
 • સલામત સ્થળેથી બહાર જતા પહેલા માર્ગો અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી લીધા વિના નિકળવું નહી.