• ફોર્બ્સ દ્વારા 2020 ના વર્ષ માટે સૌથી વધારે કમાણી કરવાવાળી 100 સેલિબ્રિટીની લિસ્ટ જાહેર કરવામાં આવી
 • તાજેતરમાં ફોર્બ્સ 2020 ના વર્ષ માટે સૌથી વધારે કમાણી કરવાવાળી 100 સેલિબ્રિટીની લિસ્ટ બહાર પાડી છે જેમાં પ્રથમ નંબરે કાઈલી જેનર છે .
 • કાયલી જેનર એક અમેરિકન બિઝનેસ વુમન છે જેમની કોસ્મેટિક ની એક કંપની છે .
 • ફક્ત 21 વર્ષની ઉંમરે ગયા વર્ષે તે સૌથી ઓછી ઉંમરે અબજોપતિ બનવા વાળી વ્યક્તિ બની હતી.
 • આ લિસ્ટ માં બીજા નંબરે કાન્ચે વેસ્ટ છે જેવો એક અમેરિકન રેપર છે.
 • એચડીએફસી બેંક દ્વારા ‘ summer Treats ‘ અભિયાન શરૂ કરવામાં આવ્યું
 • તાજેતરમાં એચડીએફસી બેંક દ્વારા ‘ summer Treats ‘ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
 • આ અભિયાન અંતર્ગત , બેંક દ્વારા no cost emi ઓફર કરવામાં આવી છે.
 • આ ઉપરાંત મોટા ઉપકરણો માટે ઝીરો ડાઉન પેમેન્ટ સુવિધા પણ આપવામાં આવશે .
 • તેમજ ક્રેડિટ કાર્ડના ઓનલાઇન ટ્રાજેકેશન માટે ડિસ્કાઉન્ટ તેમજ સિલેક્ટ બ્રાન્ડ ઉપર કેશબેક ઉપરાંત 50 % એક્સ્ટ્રા રિવોર્ડ પોઇન્ટ પણ આપવામાં આવશે
 • આ અભિયાન વેપારીઓ પગારદારો તેમજ સ્વરોજગારી આપનારા ગ્રાહકોને ઓફર્સ મળી રહે તે માટે શરૂ કરવામાં આવ્યું છે .
 • 7 જૂન World Food Safety Day
 • 7 જૂન World Food Safety Day તરીકે ઉજવવાનું જાહેર કરાયું .
 • પ્રથમ વખત 7 જૂન , 2019 રોજ World Food Safety Day તરીકે ઉજવવાની શરૂઆત થઇ હતી.
 • Theme : Food Safety , Everyone’s Business
 • ઉદ્દેશ્ય : સલામત , પોષણયુક્ત , પર્યાપ્ત ખોરાક દ્વારા Where success begins આરોગ્યને પ્રોત્સાહન આપવું અને ભૂખમરીને સમાપ્ત કરવી .
 • FAST ટેલિસ્કોપ ચીન માં સ્થાપિત કરવામાં આવ્યું
 • Five Hundred – meter Aperture Spherical Telescope (FAST) ચીનના દક્ષિણ – પશ્ચિમી પ્રાંત Guizhou માં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે .
 • વર્ષ 2007 માં મંજૂરી મળી હતી . પૂર્ણ રૂપથી તૈયાર થઈ ગયા બાદ વિશ્વનું સૌથી મોટું સિંગલ એપર્ચર રેડિયો ટેલિસ્કોપ હશે .
 • Eye of Heaven તરીકે પણ ઓળખવામાં આવે છે.
 • બ્રહ્માંડમાં જીવન ઉપરાંત બ્રહ્માંડ સંબંધિત ઘટનાઓ જેવી કે બ્લેક હૉલ , ગેસ ક્લાઉડ , અધિકતમાં અંતરે આવેલ આકાશગંગાઓ વિશેની શોધ માટે મદદરૂપ સાબિત થશે .
 • જાન્યુઆરી , 2020 માં ચીન દ્વારા આ ટેલિસ્કોપની ની મદદથી લેવાયેલ પ્રથમ તસવીર જાહેર કરવામાં આવી હતી .
 • સપ્ટેમ્બર , 2020 માં એલિયનના સંકેતોની શોધ શરૂ કરશે .
 • 8 જૂન World oceans Day
 • રોજિંદા જીવનમાં મહાસાગરોનાં મહત્વ , તેની સાથે જોડાયેલ જૈવ વિવિધતા , ખાદ્ય સુરક્ષા , વાતાવરણીય સંતુલન , જળ સંશાધનો વિશે લોકોને જાગૃત કરવા આ દિવસ ઉજવાય છે .
 • 1992મા United Nations Conference on Environment & Development ( Earth Summit ) , Rio de Janeiro , બ્રાઝિલ અંતર્ગત આ દિવસ ઉજવવાની રજૂઆત કરવામાં આવી હતી
 • UNGA દ્વારા ડિસેમ્બર , 2008 માં 8 જૂનને World oceans Day તરીકે ઉજવવાનું જાહેર કરાયું .
 • બ્રિટનના પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ ગ્લોબલ વેક્સીન સમિટ 2020 ની યજમાની કરી
 • તાજેતરમાંમાં બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોહન્સને વર્ચ્યુઅલ ગ્લોબલ વેક્સીન સમિટ 2020 ની યજમાની કરી છે .
 • ભારતનું પ્રતિનિધિત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું
 • તેમજ ભારત દ્વારા રસીકરણ સહયોગ માટે 15 મિલિયન ડોલરનું દાન કરવામાં આવ્યું છે .
 • આ સમીટમાં 50 કરતા વધારે દેશોએ ભાગ લીધો હતો.
 • મહિલા એશિયા ફૂટબોલ કૂપ 2022 ની યજમાની ભારત કરશે
 • મહિલા એશિયા ફૂટબોલ કૂપ 2022 ની યજમાની ભારત કરશે એશિયન ફૂટબોલ કોન્ફડરેશનની મહિલા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે .
 • ભારતને ટૂર્નામેન્ટની યજમાની 42 વર્ષ પછી મળી છે .
 • આ પહેલા 1979 માં જ્યારે યજમાની મળી હતી ત્યારે ભારતીય ટીમ રનરઅપ હતી
 • આ ટૂર્નામેન્ટ 2022 ના અંતમાં યોજાશે . તેમાં 12 ટીમો હશે . અગાઉ તેમની સંખ્યા 8 હતી .
 • યજમાન હોવાને કારણે ભારતીય ટીમે સીધું ક્વોલિફાય કર્યું છે .
 • આ ઇવેન્ટ 2023 ફિફા મહિલા વિશ્વ કપ માટેની છેલ્લી ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટ હશે .
 • છત્તીસગઢ રાજ્ય સરકાર દ્વારા સ્પંદન અભિયાન શરૂ કરવામાં આવ્યું
 • છત્તીસગઢ રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 50 જેટલા પોલીસ કર્મચારીઓએ આત્મહત્યા કરી છે .
 • પોલીસ કર્મચારીઓના માનસિક તણાવને સમજવા તથા દૂર કરવા આ અભિયાન શરૂ કરાયેલ છે .
 • આ અભિયાન અંતર્ગત દર શુક્રવારે દરેક જીલ્લામાં પરેડનું આયોજન યોગ કેન્દ્રો સ્થપાશે , મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન વ્યક્તિગત આચાર – વિચાર તથા સમસ્યા નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે .
 • યોગ્ય મનોવૈજ્ઞાનિકો , તત્વચિંતક તથા યોગ શિક્ષકોની મદદ લેવાશે.
 • 7 JUNE World Food Safety Day
 • દર વર્ષે World Food Safety Day 7 જૂનના રોજ ઉજવવામાં આવે છે ,
 • દૂષિત ખોરાક અને પાણીના આરોગ્ય પરિણામો પર વૈશ્વિક ધ્યાન આકર્ષિત કરવા માટે દર વર્ષે 7 જૂને વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની ઉજવણી કરવામાં આવે છે .
 • 2018 માં , સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 7 જૂનને વિશ્વ અન્ન સલામતી દિવસ તરીકે જાહેર કર્યો.
 • 7 જૂન , 2019 , વિશ્વ ફૂડ સેફ્ટી ડેની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામા આવી હતી .
 • 2020 થીમ ‘ Food safety , everyone’s business’
 • રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક ને ACI દ્વારા સર્વોચ્ચ પ્લેટિનમ માન્યતા આપવામાં આવી
 • તાજેતરમાં રાજીવ ગાંધી હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ને વિશ્વ પર્યાવરણ દિવસના રોજ એશિયા – પેસિફિકમાં વાર્ષિક ગ્રીન એરપોર્ટ રેકગ્નિશન 2020 માં એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ ( ACI ) દ્વારા 15-35 મિલિયન પેસેન્જર પ્રતિ વર્ષ કેટેગરીમાં અસરકારક જળ વ્યવસ્થાપન માટે સર્વોચ્ચ પ્લેટિનમ માન્યતા આપવામાં આવી છે .
 • આ એવોર્ડ વેસ્ટ વોટર મેનેજમેન્ટ , વોટર હાર્વેસ્ટિંગ , વોટર રિસાયક્લિંગ અને પાણી ઘટાડવા માટેના વોટર મેનેજમેન્ટના અંતર્ગત આપવામાં આવ્યો હતો .
 • ભારતની પ્રથમ ક્લાઉડ આધારિત સ્વચાલિત સિંચાઈ સિસ્ટમ હૈદરાબાદ એરપોર્ટ પર બનાવવામાં આવી છે .
 • કપિલ મોહતાની સ્વિટ્ઝરલેન્ડમાં રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી
 • મોનિકા કપિલ મોહતાની સ્વિટ્ઝરલેન્ડમાં ભારતની આગામી રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે.
 • તે 1983 બેચના IFS અધિકારી છે .
 • તે હાલમાં સ્વીડનમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવી રહી છે .
 • તેઓ સ્વિટ્ઝરલેન્ડમાં ભારતના આગામી રાજદૂત તરીકે સિવી જ્યોર્જની જગ્યા લેશે સિવી જ્યોર્જની કુવૈત રાજ્યમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે .
 • Environmental performance Index 2020
 • તાજેતરમાં અમેરિકાની Yale and columbia universities તે પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2020 જારી કર્યું છે , જેમાં ભારત 168 મો નંબર પર છે .
 • આ સૂચકાંક કયો દેશ પર્યાવરણીય પડકારોનો સામનો કેટલી સારી રીતે કરી શકે છે તેના આધારે તૈયાર કરવામાં આવ્યો છે .
 • આ સુચકાંકમાં ટોટલ 180 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો , જેમાં પ્રથમ ક્રમાંકે ડેનમાર્ક બીજા ક્રમાંકે લક્ઝમબર્ગ અને ત્રીજા ક્રમાંકે સ્વીઝરલેન્ડ છે.
 • રાજસ્થાન સરકાર દ્વારારાજ કૌશલ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું
 • તાજેતરમાં રાજસ્થાન સરકાર દ્વારા “ રાજ કૌશલ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે .
 • આ પોર્ટલ ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી ( IT ) અને રાજસ્થાન સ્કીલ અને આજીવિકા વિકાસ નિગમ ( RSLDC ) દ્વારા વિકસાવવામાં આવી છે .
 • “ રાજ કૌશલ પોર્ટલ ” સ્થળાંતર કરાયેલા કામદારો માટે તકોની ઉપલબ્ધતામાં સુધારો કરવાનો છે અને તેથી ઉદ્યોગ અને મજૂરો વચ્ચેના પુલનું કામ કરે છે .
 • આ પોર્ટલનો ઉદ્દેશ ઉદ્યોગો દ્વારા પડતી મજૂરીની અછતને દૂર કરવાનો છે જેમને આજીવિકાના ગુમાવવાથી પીડાતા કામદારોને રોજગાર મેળવવામાં સરળતા છે .
 • આની સાથે Online shramik Employment Exchange પણ શરૂ કરવામાં આવ્યું છે .
 • Online shramik Employment Exchange માં યોજનાઓ કચેરીઓ અને મકાન અને અન્ય બાંધકામ બોર્ડના રજિસ્ટર્ડ કામદારો સહિત 12 લાખથી વધુ સ્થળાંતર કામદારોના ડેટા શામેલ છે.
 • કિરણ મજૂમદાર શો ને EY World Entrepreneur of the year 2020 થી સન્માનિત કરવામાં આવ્યા
 • તાજેતરમાં કિરણ મજૂમદાર શો ને EY World Entrepreneur of the year 2020 થી સન્માનિત કરવામાં આવ્યા કે તેઓ બાયકોન લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરપર્સન છે .
 • કુલ 41 દેશોના 45 નામાંકિતો સાથે તેમની નિમણૂક કરવામાં આવી હતી અને 4 જૂને વર્ષ 2020 ના વર્ચ્યુઅલ એવોર્ડ સમારોહમાં EY વર્લ્ડ આંત્રપ્રિન્યોર તરીકે જાહેર થયા હતા .
 • કિરણ મજુમદાર આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર ત્રીજા ભારતીય અને પ્રથમ ભારતીય મહિલા બન્યા છે
 • આની પહેલા આ એવોર્ડ ઇન્ફોસીસના નારાયણ મૂર્તિને 2005 મા અને કોટક મહિન્દ્રા બેંક ના ઉદય કોટકને 2014 મળ્યો હતો.
 • ગુજરાતમાં SEBC અને OBC વર્ગો માટે જાતિના પ્રમાણપત્ર તેમજ દાખલા ની મુદત 1 સુધી વધારી આપવાની જાહેરાત
 • તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ SEBC અને OBC વર્ગો માટે જાતિના પ્રમાણપત્ર તેમજ દાખલા ની મુદત 1 સુધી વધારી આપવાની જાહેરાત કરી છે .
 • જે પ્રમાણપત્ર અથવા દાખલા ની મુદત 31 માર્ચ 2020 ના રોજ પૂરી થાય છે તે 31 માર્ચ 2021 સુધી માન્ય રાખવામાં આવશે .
 • આ ઉપરાંત ઓબીસી માટે નોન ક્રિમિલેયર સમયમર્યાદા 31 માર્ચ 2020 ના રોજ પૂર્ણ થતી હોય તે લંબાવીને 31 માર્ચ 2021 સુધી ની કરવામાં આવશે
 • આના માટે કોઈપણ પ્રકારની ઓનલાઇન અરજી કરવાની જરૂરિયાત નથી ના તો કોઈ મામલતદાર કચેરી કે સક્ષમ અધિકારી સમક્ષ જવાની જરૂર છે .
 • Environmental performance Index 2020
 • તાજેતરમાં અમેરિકાની Yale and columbia universities તે પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2020 જારી કર્યું છે , જેમાં ભારત 168 મો નંબર પર છે .
 • આ સૂચકાંક કયો દેશ પર્યાવરણીય પડકારોનો સામનો કેટલી સારી રીતે કરી શકે છે તેના આધારે તૈયાર કરવામાં આવ્યો છે .
 • આ સુચકાંકમાં ટોટલ 180 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો , જેમાં પ્રથમ ક્રમાંકે ડેનમાર્ક બીજા ક્રમાંકે લક્ઝમબર્ગ અને ત્રીજા ક્રમાંકે સ્વીઝરલેન્ડ છે.
 • જાવેદ અખ્તરને રિચર્ડ ડૉકિન્સ અવોર્ડ -2020 થી સન્માનિત કરવામાં આવ્યા
 • તાજેતરમાં ગીતકાર જાવેદ અખ્તરને રિચર્ડ ડૉકિન્સ અવોર્ડ -2020 થી સન્માનિત કરવામાં આવ્યા જાવેદ અખ્તર પ્રથમ ભારતીય છે બન્યા છે જેમને આ અવોર્ડ આપવામાં આવ્યો હોય.
 • આ અવોર્ડ વર્ષ 2003 થી એવા વ્યક્તિઓને આપવામાં આવે છે , જે ધર્મ નિરપેક્ષતા , રેશનાલિઝમ અંગે પોતાની વાત રજૂ કરે છે.

વર્ષ 2015માં જ્યારે સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા 523 હતી. હવે વનવિભાગ દ્વારા ૩૦ હજાર ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે.

 •  ગીરના જંગલમાંથી ખુશીના સમાચાર આવ્યા છે. એશિયાટિક સિંહોની સંખ્યામાં 87 ટકાનો વધારો થયો છે. 5 જૂન પૂનમે સિંહોની ગણતરી કરવામાં આવી હતી.
 • 1400 જેટલા વનકર્મીઓ આ સિંહની ગણતરીમાં જોડાયા હતા. 2020માં ગીરના જંગલમાં એશિયાટિક સિંહોની સંખ્યા 674 પર પહોંચી ગઈ છે.
 • આ સમાચારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખુશ થયા છે. તેમણે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.

2015 કરતા થયો વધારો

 • વર્ષ 2015માં જ્યારે સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા 523 હતી. હવે વનવિભાગ દ્વારા ૩૦ હજાર ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે.
 • 2020માં આ સંખ્યા 674 પર પહોંચી છે.
 • જેમાં પુખ્ત સિંહોની વાત કરવામાં આવે તો 161 નર અને 260 માદા સિંહ છે. પાઠડા સિંહોની સંખ્યામાં 45 નર અને 49 માદા છે.
 • જ્યારે 22 વણઓળખાયેલા છે. તો સિંહ બાળની સંખ્યા 137 હોવાનું સામે આવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ટ્વીટ

 • પીએમ મોદીએ ગીરના જંગલમાં સિંહની વસ્તી વધારાના સમાચારને લઈને ખુશી વ્યક્ત કરી છે
 • પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ખુબ જ સારા સમાચાર, ગુજરાતના ગીર જંગલમાં રહેતા એશિયાટિક સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો.
 • ભૌગોલિક રીતે, વિતરણ ક્ષેત્રમાં 36% જેટલો વધારો છે.
 • ભૌગોલિક રીતે, વિતરણ ક્ષેત્રમાં 36% જેટલો વધારો છે. ગુજરાતના લોકો અને જેમણે આ માટે પ્રયત્નો કર્યા છે તે બધાના પરાક્રમને સલામ..

શું તમે જાણો છો કે, સૌપ્રથમ સિંહ ગણતરી ક્યારે અને કઈ રીતે કરવામાં આવી?

 • આપણે સૌ જાણીએ છીએ કે, વર્ષ 2020માં ઉનાળાના સમયગાળા દરમિયાન સિંહની વસ્તીગણતરી થવા જઈ રહી છે. છેલ્લે વર્ષ 2015માં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે.
 • 2020માં થનારી સિંહની વસ્તી ગણતરી એ 15મી વસ્તીગણતરી હશે.
 • તારીખ 12મી એપ્રિલ, 1936ના રોજ જૂનાગઢ રાજ્યના મુખ્ય વન અધિકારી દ્વારા સિંહની પ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવી હતી.
 • સિંહ દિવસમાં એકવાર તો પાણી પીવા આવે જ! તેથી પાણીના ઝરા, વોકળા કે કુંડ પાસે આવેલા સિંહની ગણતરી કરવામાં આવેલી.
 • એકથી વધુ વાર પાણી પીવા આવેલા સિંહની સંખ્યા બેવડાઈ ન જાય તે માટે સિંહના પગના નિશાન પણ ધ્યાનમાં લેવામાં આવેલા. બે-ત્રણ દિવસ ચાલેલા આ કાર્યમાં કુલ 700 કર્મચારીઓએ ભાગ લીધેલો.
 • જેમાં પગી કે વન અધિકારીની આગેવાની હેઠળ ચાર વિભાગો પાડવામાં આવેલા. આ વિભાગમાં સાસણ, જામવાડા, વિસાવદર અને જસાધર એમ કુલ 700 ચોરસ માઇલ વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો.
 • , ગણતરીની ચોકસાઈ વિશે પ્રશ્નો ઊભા થયેલા. આ ગણતરીમાં ભાવનગર અને જેતપુર રાજ્યમાં આવેલા આ વિસ્તારને ગણતરીમાં લેવાયો ન હતો.
 • વર્ષ 1949માં બ્લાઇથે જણાવેલું કે, પ્રથમ ગણતરી વખતે સિંહની સંખ્યા 125 થી 175 ની વચ્ચે હશે.
 • .વર્ષ 1920 થી 1943 સુધીના ગીર અને તેની આજુબાજુના વિસ્તારમાં દર વર્ષે લગભગ પંદરેક સિંહનો શિકાર થતો હતો.
 • દેશની આઝાદી પછી અને નવાબના પાકિસ્તાન ગમન પછી સિંહ સંવર્ધન પ્રવૃત્તિને માઠી અસર થઇ હતી. ભારત સરકારની આગેવાનીને કારણે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ બહાર જતી અટકી ગઈ હતી.
 • વર્ષ 1940ના દાયકામાં ગુજરાત નેચરલ સોસાયટીની સક્રિય કામગીરી અને ધર્મકુમારસિંહજીના પ્રયત્નોના કારણે ગીરના સિંહની સુરક્ષા અને ગીર અભ્યારણ્યને મજબૂત ટેકો મળ્યો હતો.
 • આ પછી 14 વર્ષ પછી એટલે કે, વર્ષ 1950માં બીજી વસ્તીગણતરી યોજાઈ હતી અને પછી દર પાંચ-છ વર્ષે સિંહની વસ્તી ગણતરી યોજાય છે. જે અનુક્રમે વર્ષ 1955, 1963, 1968, 1974, 1979, 1985, 1990, 1995, 2001, 2005, 2010, 2015 માં થયેલ છે.

ગત 5 વર્ષ કરતાં આ વખતની ગણતરીમાં ગીરમાં સિંહની વસતી 29% વધી, 5 વર્ષમાં સિંહની સંખ્યા 523થી વધીને 674 થઈ.

વિસ્તાર 36 % વધી ગયો એટલે કે 8 હજાર ચોરસ કિમીનો વધારો થયો.

 • નર સિંહ કરતા માદા સિંહની સંખ્યા વધારે, 161 નર સિંહ સામે 260 માદા.
 • સિંહનો વિસ્તાર વધીને 30 હજાર ચોરસ કિ.મી. થયો
 • 30 વર્ષમાં સિંહની સંખ્યામાં અઢી ગણો વધારો થયો
 • ગુજરાતનું ગૌરવ એશિયાઈ સિંહોની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં 29 ટકા વધારો થયો છે.
 • 2015 ની ગણતરીમાં સિંહોની સંખ્યા 523 હતી જે 2020માં વધીને 674 પહોંચી ‌છે
 • સિંહોની વસ્તીમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો વધારો છે.
 • દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે.
 • આ વખતે કોવિડ-19ની સ્થિતિમાં સિંહોની વસ્તી ગણતરી કરી‌ શકાઈ નહોતી.
 • આ વખતે 5 અને 6 જૂનના રોજ પૂનમ‌ અવલોકન પધ્ધતિ હાથ ધરાઈ હતી.
 • કુલ 674મા 161 નર, 260 માદા, 45 નર પાઠડા, 49 માદા‌ પાઠડા, 22 વણઓળખાયેલ‌ા પાઠડા, 137 સિંહબાળ છે.
 • 2015મા સિંહોનું વિસ્તરણ ક્ષેત્ર 22000 ચો.કિમી. હતું જે વધીને 2020માં 30000 ચો.કિમી. થયું છે. વિસ્તરણ ક્ષેત્રમાં છેલ્લા પાંચ વર્ષમાં 36 ટકાનો વધારો છે.