• કોરમ:
 • કોઈપણ ગૃહની કાર્યવાહી શરૂ કરવા માટે ઓછામાં ઓછા 1/10 સભ્યોની હાજરી જરૂરી છે. તેને કોરમ કહે છે.
 • લોકસભા: 545/10 = 55 સભ્યો
 • રાજ્યસભા: 250/10 = 25 સભ્યો
 • નાણાંકીય સત્તાઓ:
 • કોઈપણ નાણાંકીય ખરડો રાષ્ટ્રપતિની સહી સિવાય લોકસભામાં રજૂ થઈ શકતો નથી.
 • નાણાંપ્રધાન દેશનું વાર્ષિક અંદાજપત્ર તથા રેલવેપ્રધાન રેલવે બજેટ રાષ્ટ્રપતિના નામે લોકસભામાં રજૂ કરે છે. (તાજેતરમાં આવેલ નિર્ણય અનુસાર રેલવે બજેટને અલગ રાખવાની 92 વર્ષની પરંપરાનો અંત આવ્યો)
 • રાષ્ટ્રપતિ નાણાંકીય ખરડાનો અસ્વીકાર કરીને રોકી શકતા નથી.
 • કટોકટી: ભાગ-18 (અનુચ્છેદ 352 થી 360)
 • જર્મનીના બંધારણમાંથી લીધી છે.
 • અનુચ્છેદ 352: રાષ્ટ્રીય કટોકટી
 • રાષ્ટ્રમાં યુધ્ધ, રમખાણ જેવા સમયમાં આ કટોકટી લાગુ પાડવામાં આવે છે.
 • ભારતમાં 1962માં ચીનના આક્રમણ સમયે, 1965માં પાકિસ્તાન સાથેના યુધ્ધના સમયે, 1975 થી 1977 સુધી આંતરિક અશાંતિના સંદર્ભમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ પાડવામાં આવે છે.
 • કટોકટીની જાહેરાત થતાં જ અનુચ્છેદ 20 અને 21માં ઉલ્લેખિત મૂળભૂત હકો સિવાયના તમામ (અનુચ્છેદ 19માંના મૂળભૂત હક, રાષ્ટ્રપતિની સૂચના અનુસાર) નાબૂદ થઈ જાય છે.
 • અનુચ્છેદ 356: બંધારણીય કટોકટી
 • કોઈ પણ રાજ્યનો વહીવટ વ્યવસ્થિત રીતે (બંધારણીય રીતે) ચાલતો ન હોય ત્યારે રાજ્ય પૂરતી બંધારણીય કટોકટી રાષ્ટ્રપતિ જાહેર કરે છે.
 • સૌ પ્રથમ વખત કેરળમાં બંધારણીય કટોકટી જાહેર થઈ હતી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યુ હતુ.
 • અત્યાર સુધી સૌથી વધુ 11 વખત પંજાબમાં બંધારણીય કટોકટી જાહેર થઈ છે.
 • ગુજરાતમાં અત્યાર સુધી 5 વખત રાષ્ટ્રપતિશાસન લાગુ પડ્યું છે.
સાલ મુખ્યમંત્રી રાજ્યપાલ
1971 હિતેન્દ્રભાઈ દેસાઈ ડૉ.શ્રીમન્નારાયણ
1974 ચીમનભાઈ પટેલ કે.વિશ્વનાથન
1976 બાબુભાઈ પટેલ કે.વિશ્વનાથન
1980 બાબુભાઈ પટેલ શારદા મુખર્જી
1996 સુરેશચંદ્ર મહેતા શ્રી કૃષ્ણપાલ સિંઘ
 • કોઈ પણ રાજ્યમાં કટોકટી વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી લાગુ કરી શકાય.
 • અનુચ્છેદ 360: નાણાંકીય કટોકટી
 • સરકારની તિજોરીમાં નાણાં વધારે પડતા ઘટી કે વધી જ્યારે નાણાંકીય કટોકટી જાહેર કરવામાં આવે છે.
 • ભારતમાં હજુ સુધી એક પણ વખત નાણાંકીય કટોકટી જાહેર થઈ નથી.
 • મહાભિયોગ: ભાગ-5 (અનુચ્છેદ 61)
 • રાષ્ટ્રપતિ, કમ્પ્ર્ટોલર એન્ડ ઑડિટર જનરલ તથા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તથા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટે મહાભિયોગની પ્રક્રિયા હાથ ધરવી પડે છે.
 • 14દિવસ પહેલા ગૃહની કુલ સંખ્યાના ¼ સભ્યોની સંમતિથી પસાર કરાયેલા પ્રસ્તાવને જો 2/3 સભ્યોની બહુમતી મળે તો જેની સામે મહાભિયોગની પ્રક્રિયા કરવામાં આવી હોય તે બરતરફ થાય છે.
 • સૌ પ્રથમ મહાભિયોગ થયેલ હોય તેવા સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ: વી.રામાસ્વામી
 • સૌ પ્રથમ મહાભિયોગ થયેલ હોય તેવા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ: સૌમિત્ર સેન (કોલકત્તા હાઈકોર્ટ)
 • રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે.
 • રાષ્ટ્રપતિ પદ ખાલી પડે તેના 6 માસમાં ચૂંટણી કરવી પડે છે. તે દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કામગીરી બજાવે છે અને રાષ્ટ્રપતિના ભથ્થાં મેળવે છે.
 • ઉપરાષ્ટ્રપતિ: ભાગ-5 (અનુચ્છેદ 63)
 • બંધારણની અનુચ્છેદ 63માં ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ છે.
 • અનુચ્છેદ 64માં તેમને હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેનનું પદ આપ્યું છે.
 • લઘુત્તમ વય મર્યાદા: 35 વર્ષ
 • તેમની નિમણૂંક 5 વર્ષ માટે કરવામાં આવે છે.
 • ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સંબોધીને આપે છે.
 • લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા સંયુક્ત બેઠકમાં ગુપ્ત મતદાન દ્વારા ઉપરાષ્ટ્રપતિની નિમણૂંક થાય છે.
 • રાજ્યસભાના સભ્ય બનવા માટે જરૂરી તમામ લાયકાતો હોવી જોઈએ.
 • ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની શપથ રાષ્ટ્રપતિ અથવા તેમણે આ માટે નીમેલી વ્યક્તિ સામે લે છે.
 • મંત્રીમંડળ: ભાગ-5 (અનુચ્છેદ 74)
 • ભારતના બંધારણની અનુચ્છેદ 74માં મંત્રીમંડળની જોગવાઈ છે. તે પ્રમાણે રાષ્ટ્રપતિને સહાય કરવા તથા સલાહ આપવા માટે મંત્રીમંડળ રહેશે જેમા વડાપ્રધાન મંત્રી હોય. (વડાપ્રધાન)
 • રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂંક કરે છે તથા વડાપ્રધાનની સલાહથી મંત્રીમંડળના અન્ય મંત્રીઓની નિમણૂંક કરે છે.
 • મંત્રીમંડળમાં પ્રધાનમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા લોકસભાના સભ્યોની કુલ સંખ્યાના 15%થી વધુ હોવી જોઈએ નહી. (91મો બંધારણીય સુધારો)
 • મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે.
 • મંત્રીમંડળના મંત્રી હોદ્દાના શપથ રાષ્ટ્રપતિ સમક્ષ લે છે.
 • મંત્રીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે.
 • વડાપ્રધાન: ભાગ-5
 • ભારતના બંધારણમાં વડાપ્રધાનની જોગવાઈ અનુચ્છેદ 74માં છે.
 • અનુચ્છેદ 78માં વડાપ્રધાનની ફરજો દર્શાવાઈ છે.
 • વડાપ્રધાન ભારતના વહીવટી વડા છે.
 • લોકસભામાં જે પક્ષને બહુમતી મળે તે પક્ષમાંથી વડાપ્રધાનની પસંદગી કરવામાં આવે છે.
 • વડાપ્રધાન હોદ્દાના શપથ રાષ્ટ્રપતિ સમક્ષ લે છે.
 • વ્યક્તિગત રીતે મંત્રીમંડળ વડાપ્રધાનને જવાબદાર હોય છે.
 • હોદ્દાની રૂએ વડાપ્રધાન નીતિપંચ અને રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ હોય છે.
 • લઘુત્તમ વય મર્યાદા: 25 વર્ષ
 • કાર્યકાળ: 5 વર્ષ
 • જો સરકાર બહુમતી ગુમાવે તો વડાપ્રધાનને રાજીનામું આપવું પડે.
 • પાંચ વર્ષની મુદ્દત પૂરી થતાં પહેલા જો વડાપ્રધાન વિરુધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ 2/3 બહુમતીથી પસાર થાય તો વડાપ્રધાનને ફરજીયાત રાજીનામું આપવું પડે છે.
 • જો વડાપ્રધાન રાજીનામું આપે કે સત્તા દરમિયાન મૃત્યુ પામે તો મંત્રીમંડળ વિખેરાઈ જાય છે અને સરકાર પડી ભાંગે છે.
 • યાદ રાખવા જેવા વડપ્રધાનો:
 • ભારતના સૌ પ્રથમ વડાપ્રધાન: જવાહરલાલ નહેરુ (સમાધિ: શાંતિઘાટ)
 • ભારતના પ્રથમ લઘુમતી સરકારના વડાપ્રધાન: ચૌધરી ચરણસિંહ (સમાધિ: શાંતિઘાટ)
 • એક પણ દિવસ સંસદનો સામનો ન કર્યો હોય તેવા વડાપ્રધાન: ચૌધરી ચરણસિંહ
 • ભારતના સૌપ્રથમ કાર્યકારી વડાપ્રધાન: ગુલઝારીલાલ નંદા (સમાધિ: નારાયણઘાટ, અમદાવાદ)
 • ભારતના એકમાત્ર વડાપ્રધાન કે જેમને સત્તા પરથી બરતરફ કરવામાં આવ્યા હોય: ઈંદિરા ગાંધી
 • સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર: રાજીવ ગાંધી (પક્ષપલટો કાનૂન લાવનાર)
 • સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર: મોરારજી દેસાઈ
 • સૌ પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન: મોરારજી દેસાઈ (સમધિ: અભયઘાટ, અમદાવાદ)
 • બિનજોડાણની નીતિ પર સહી કરનાર: જવાહરલાલ નહેરુ
 • ઉદારીકરણની નીતિ દાખલ કરનાર: પી.વી.નરસિમ્હા રાવ
 • મુદ્દત પૂરી થતાં પહેલાં સ્વેચ્છાએ રાજીનામું આપનાર પ્રથમ વડાપ્રધાન: મોરારજી દેસાઈ
 • વિદેશી ભૂમિ પર મૃત્યુ પામનાર વડાપ્રધાન: લાલ બહાદુર શાસ્ત્રી
 • કોર્ટે સજા ફરમાવી હોય તેવા વડાપ્રધાન: પી.વી.નરસિમ્હારાવ
 • સૌથી ઓછા સમય માટે પદ પર રહેનાર: અટલ બિહારી વાજપેયી (13 દિવસ)
 • N માં હિંદીમાં ભાષણ કરનાર પ્રથમ વડાપ્રધાન: અટલ બિહારી વાજપેયી
 • પ્રથમ મહિલા વડાપ્રધાન: ઈંદિરા ગાંધી
 • નાયબ વડાપ્રધાન:
 • ભારતના બંધારણમાં નાયબ વડાપ્રધાનનું કોઈ પદ નથી.
 • દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન: સરદાર વલ્લભભાઈ પટેલ
 • દેશના અંતિમ નાયબ વડાપ્રધાન: લાલકૃષ્ણ અડવાણી