• મૂળભૂત અધિકારો(ભારતનું મેગ્નાકાર્ટા): (અનુચ્છેદ 12 થી 35)(ભાગ-3)
 • સમાનતાનો અધિકાર: (અનુચ્છેદ 14 થી 18)
 • અનુચ્છેદ 14: કાયદા સમક્ષ સમાનતા
 • અનુચ્છેદ 15: ભેદભાવ સામે રક્ષણ
 • અનુચ્છેદ 16: જાહેર રોજગારીની બાબતમાં સમાનતા
 • અનુચ્છેદ 17: અસ્પૃશ્યતા નાબૂદી
 • સ્વતંત્રતાનો અધિકાર: (અનુચ્છેદ 19 થી 22)
 • અનુચ્છેદ 19: વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા
 • અનુચ્છેદ 20: દોષારોપણ સામે રક્ષણ
 • અનુચ્છેદ 21: જીવન જીવવાનો હક અને શારીરિક સ્વતંત્રતાનું રક્ષણ
 • અનુચ્છેદ 22: કેટલાક સંજોગોમાં ધરપકડ કે અટકાયત સામે રક્ષણ (આગોતરા જામીન)

(અનુચ્છેદ 20 અને 21ના મૂળભૂત અધિકારો કટોકટીના સમયે પણ નાબૂદ કરી શકાતા નથી)

 • શોષણ સામેનો અધિકાર: (અનુચ્છેદ 23,24)
 • અનુચ્છેદ 23: મનુષ્ય વેપાર કે બળજબરીથી મજૂરી પર પ્રતિબંધ
 • અનુચ્છેદ 24: 14 વર્ષની નીચેના બાળકોને મજૂરી સામે રક્ષણ
 • ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર: (અનુચ્છેદ 25 થી 28)
 • સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર: (અનુચ્છેદ 29,30)
 • બંધારણીય ઈલાજોનો હક: (અનુચ્છેદ 32)
 • ડૉ.ભીમરાવ આંબેડકરે અનુચ્છેદ 32ને બંધારણનો આત્મા કહ્યો છે. તેમાં મૂળભૂત અધિકારોનો અમલ કરાવવા માટે બંદી-પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, અધિકાર પૃચ્છા ઉચ્ચતમ ન્યાયાલયને આપવામાં આવી છે.
 • પ્રાથમિક શિક્ષણનો અધિકાર: અનુચ્છેદ-21(A)
 • મૂળભૂત અધિકારોની મોકૂફતા:
 • કટોકટીના સમયે અનુચ્છેદ 358 મુજબ મૂળભૂત હકોને મોકૂફ રાખી શકાય છે.
 • અનુચ્છેદ 359 મુજબ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર મોકૂફ રાખી શકાય છે.
 • ગમે તેવી કટોકટીના સંજોગોમાં પણ અનુચ્છેદ 20 અને 21ના મૂળભૂત અધિકારોને મોકૂફ કરી શકાતાં નથી.
 • અગત્યના આજ્ઞાપત્રો: (Writ)
 • હેબીયર્સ કોર્પસ: બંદી પ્રત્યક્ષીકરણ/શરીર હાજર કરો.
 • મેન્ડેમસ: (પરમાદેશ)
 • કોઈ સાર્વજનિક અધિકારી પોતાની ફરજનું પાલન ન કરતો હોય તો, ફરિયાદીના કેસને આધારે અદાલત દ્વારા તે અધિકારીને પોતાની ફરજનું પાલન કરવાનો આદેશ.
 • પ્રોહિબિશન: (પ્રતિશેધ)
 • નીચલી અદાલતને પોતાનો અધિકાર ક્ષેત્રમાં રહીને ચુકાદો આપવાનો ઉપલી અદાલતનો આદેશ.
 • સર્ટિઓરરી: (ઉત્પ્રેક્ષણ)
 • નીચલી અદાલતના ચુકાદામાં સ્પષ્ટપણે કોઈ કાયદાકીય ભૂલ હોય તો ચુકાદામાં ફેરબદલ કરવાનો ઉપલી અદાલતનો આદેશ.
 • ક્વૉ-વોરન્ટો: (અધિકાર પૃચ્છા)
 • કોઈ જાહેર અધિકારી એક સાથે બે લાભના પદ ભોગવતા હોય તો તે કયા હકથી તે હોદ્દો ભોગવે છે? એવી કોર્ટની પૃચ્છા (છેલ્લે સોનિયા ગાંધી સમક્ષ વિપક્ષે આ Writ દાખલ કરી હતી કારણકે તેઓ UPA અને કૉંગ્રેસ બંનેના ચેરપર્સન હતાં)
 • રાજનીતિના માર્ગદર્શક સિધ્દ્વાંતો: ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51)
 • આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યા છે.
 • તેમાં રાજ્યનો વહીવટ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે ગાંધીજીના વિચારો પ્રમાણે રાજનીતિનું માર્ગદર્શન આપતા સિધ્ધાંતો છે.
 • આ સિધ્ધાંતો વ્યવસ્થિત રીતે વહીવટ કરવા માટેનું માત્ર માર્ગદર્શન આપે છે. આ સિધ્ધાંતોનો અમલ કરાવવા કરાવવા માટે ન્યાયાલય ફરજ પાડી શકે નહી.
 • મૂળભૂત ફરજો: ભાગ-4 (ક) (અનુચ્છેદ 51-ક)
 • રશિયાના બંધારણમાંથી લીધેલ છે. (સ્વર્ણસિંહ સમિતિની ભલામણના આધારે)
 • તેમાં ભારતના દરેક નાગરિકને પાલન કરવાની કુલ 11 મૂળભૂત ફરજો દર્શાવેલ છે.
 • સંઘ: ભાગ-5 (શાસન વ્યવસ્થા) (કેન્દ્રની વહીવટી વ્યવસ્થા)
 • રાષ્ટ્રપતિ: અનુચ્છેદ 52
 • સર્વોચ્ચ બંધારણીય/કાયદાકીય/કારોબારી વડા. સર્વોચ્ચ વડા તરીકે રાષ્ટ્રપતિની જોગવાઈ છે.
 • રાષ્ટ્રપતિનું પદ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે.
 • રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. (લોકસભા, રાજ્યસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો)
 • રાષ્ટ્રપતિપદની ઉમેદવારી માટે રૂ.15,000/- ડિપોઝિટ ભરવી પડે છે અને ચૂંટણીમાં 1/6 ભાગના મત ન મળે તો ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે.
 • રાષ્ટ્રપતિ ભવન દિલ્લીના રાયસીના પહાડ પર આવેલું છે.

           રાષ્ટ્રપતિ પદ માટેની લાયકાત:

 • લઘુત્તમ વયમર્યાદા: 35 વર્ષ
 • ભારતનો નાગરિક હોવો જોઈએ.
 • તે કોઈ પણ સરકારી હોદ્દા પર સવેતન નોકરી કરતો ન હોવો જોઈએ.
 • લોકસભાના સભ્ય બનવા માટે જરૂરી દરેક લાયકાત ધરાવતો હોવો જોઈએ.
 • રાષ્ટ્રપતિની સત્તા અને કાર્યો:
 • રાષ્ટ્રપતિ આંતરરાષ્ટ્રીય ફોરમમાં ભારતનું નેતૃત્ત્વ કરે છે.
 • ઉપરાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને શપથ લેવડાવે છે.
 • દરેક રાજયમાં એક રાજ્યપાલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની, P.S.C ના ચેરમેન અને અન્ય સભ્યો અને દરેક રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશોની, એટર્ની જનરલની, કંમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂંક કરે છે.
 • સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની મદદથી વડી અદાલતના મુખ્ય ન્યાયાધિશોની નિમણૂંક કરે છે.
 • અનુચ્છેદ 280 મુજ્બ દર 5 વર્ષે નાણાપંચની રચના કરે છે.
 • અનુચ્છેદ 324 મુજબ દર 5 વર્ષે ચૂંટણીપંચની રચના કરે છે અને મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂંક કરે છે.
 • સંચિત નીધિમાંથી નાણાં ઉપાડવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મજૂરી મેળવવી ફરજિયાત છે. (સરકારની દરેક આવક સંચિતનીધિમાં જમા થાય છે.) (સંચિત નિધિ: અનુચ્છેદ 266)
 • સર્વોચ્ચ અદાલતે આપેલી સજામાં ફેરબદલ કે રદબાતલ કરી શકે છે. ફાંસીની સજા પણ રદ કરી શકે છે.
 • અનુચ્છેદ 344 મુજ્બ ભાષા પંચની રચના કરે છે. (8મી અનુસૂચિ મુજબ)
 • RBI ગવર્નર અને જ્ઞાન આયોગના ચેરમેનની નિમણૂંક કરે છે.
 • લોકસભામાં બે એંગ્લો-ઈન્ડિયન સભ્યોની, રાજ્યસભામાં 12 સભ્યોની અને વિધાનપરિષદમાં 1/12 સભ્યોની નિમણૂંક કરે છે.
 • જ્યારે એક પણ ગૃહનું સત્ર ચાલુ ન હોય અને રાષ્ટ્રપતિને કાયદો ઘડવાની જરૂર જણાય તો તે વટહુકમ બહાર પાડી સત્ર બોલાવી શકે છે. (અનુચ્છેદ: 123)
 • રાષ્ટ્રપતિને નીચે મુજબની કટોકટી લાગુ પાડવાની સત્તા છે.
 • અનુચ્છેદ 352: રાષ્ટ્રીય કટોકટી
 • અનુચ્છેદ 356: બંધારણીય કટોકટી/રાજ્યમાં રાજકીય કટોકટી/રાજ્યોમાં રાષ્ટ્રપતિશાસન
 • અનુચ્છેદ 360: નાણાંકીય કટોકટી
 • લોકસભાની મુદ્દત લંબાવવાની કે બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે.
 • આંતરરાજ્ય સમિતિના ચેરમેન, SC, ST કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂંક કરે છે.
 • ભારતના રાષ્ટ્રપતિ પાસે વીટો પાવર છે. (સૌ પ્રથમ પોકેટવીટોનો ઉપયોગ: જ્ઞાની જૈલસિંહ)
 • રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને સંબોધીને આપે છે.
 • રાષ્ટ્રપતિને શપથ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે.
 • વિધાનપરિષદના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી.
 • રાષ્ટ્રપતિ પદ પરથી દૂર કરવા માટે અનુચ્છેદ 61 માં ઉલ્લેખિત મહાભિયોગ એકમાત્ર ઉપાય છે.
 • યાદ રાખવા જેવા રાષ્ટ્રપતિઓ:
 • ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ: ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
 • સૌથી વધારે સમય પદ પર રહેનાર રાષ્ટ્રપતિ: ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
 • સૌથી વધારે વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ: ફકરુદ્દીન અલી અહેમદ
 • સૌથી ઓછા સમય માટે પદ પર રહેનાર: ઝાકીર હુસૈન
 • ઉપરાષ્ટ્રપતિ પદ પર રહ્યા સિવાય સીધા જ રાષ્ટ્રપતિ પદ પર આવનાર: જ્ઞાની ઝૈલસિંઘ (સૌ પ્રથમ પૉકેટ વીટોનો ઉપયોગ કરનાર)
 • સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ પદ ભોગવનાર સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ: એમ.હિદાયતુલ્લાહ
 • સૌ પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ: ડૉ.વી.વી.ગીરી
 • બિનહરીફ ચૂંટાઈ આવનાર: નીલમ સંજીવ રેડ્ડી
 • સૌથી નાની વયે રાષ્ટ્રપતિ બનનાર: નિલમ સંજીવ રેડ્ડી (64 વર્ષ)
 • સૌ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ: પ્રતિભાદેવી સિંહ પાટીલ