છંદને ગાઈને યાદ રાખવા છે ?

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાન ભાઈઓ-બહેનો,

શ્રી બિપિન ત્રિવેદી સરની “વ્યાકરણ વિહાર” બુક ઓનલાઈન ખરીદવા માટે CLICK HERE

નમસ્કાર,

                ગુજરાતી વ્યાકરણમાં છંદ એ સૌથી અગત્યનો અને સમજણની દૃષ્ટિએ ઝીણીઝીણી બાબતોને ધ્યાનમાં રાખીને સમજવો પડે તેવો મુદ્દો છે. ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા મિત્રો કેટલીક ટૂંકી રીતો અજમાવીને છંદ તૈયાર કરતા હોય છે, પરંતુ પરીક્ષામાં જ્યારે કવિછૂટ વાળા ઉદાહરણો આવે ત્યારે આ ટૂંકી રીતો કામ લાગતી નથી. છંદને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે તેનો સમગ્ર અભ્યાસ જરૂરી છે. તેથી તમામ મિત્રોને છંદ કે વ્યાકરણના મોટાભાગના મુદ્દામાં કોઈ શોર્ટકર્ટના સહારા વિના સમગ્રલક્ષી તૈયારી કરવા માટેની ભલામણ છે.

                છંદનો સમગ્ર અભ્યાસ કર્યા પછી જો તેને ગાઈને યાદ રાખવામાં આવે તો છંદ ક્યારેય ભૂલી જવાય નહીં. કયારેક કવિછૂટને કારણે બંધારણમાં એકાદ ગણ ન મળતો હોય અને સમય બગડે તેવું હોય અને બીજો કોઈ વિકલ્પ ન હોય ત્યારે જો છંદનો લય અને રાગ આવડતો હોય તો પેપરમાં આપેલી પંક્તિને મનોમન ગાઈને નિર્ણય કરી શકાય છે. ઘણી વાર નિર્ણય થઈ ગયા પછી પણ તમે પસંદ કરેલો છંદનો વિકલ્પ યોગ્ય જ છે તે જોવા માટે પણ તમે ગાઈ શકો. તો આપણે અહીં એવા કેટલાક છંદ માટેની એવી પંક્તિઓ જોઈએ જેનો અભ્યાસ કરવાથી તમને મહાવરો મળી રહે અને અહીં આપેલી પંક્તિના રાગમાં તે છંદની દરેક પંક્તિ ખૂબ જ આરામથી અને આનંદથી ગાઈ શકાય છે.

  પ્રયત્ન કરજો…….

ક્રમ છંદ રાગ યાદ રાખવા માટેની પંક્તિ
ઉપેન્દ્રવજ્રા

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ

ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ

ઈન્દ્રવજ્રા
ઉપજાતિ
તોટક

અધરં મધુરં વદનં મધુરં

નયનં મધુરં હસિતં મધુરં

વસંતતિલકા

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા

માલિની

મધુર સમય તેવે ખેતરે શેલડીના

રમત કૃષિવલોના બાલ નાના કરે છે

શિખરિણી અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તુ લઈ જા
મંદાક્રાન્તા શાન્તાકારં ભૃજગશયનં પદ્મનાભં સુરેશં
શાર્દૂલ વિક્રીડિત

યા કુન્દેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા

યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેત પદ્માસના

૧૦ અનુષ્ટુપ

કરાગ્રે વસતે લક્ષ્મી, કરમ્ધ્યે સરસ્વતી

કરમૂલે તું ગોવિંદં, પ્રભાતે કર દર્શનં

૧૧ ચોપાઈ

જય હનુમાન જ્ઞાન ગુન સાગર

જય કપિશતિ હું લોક ઉજાગર

૧૨ દોહરો

ગુરુ ગોવિંદ દોઉ ખડે, કિસકો લાગુ પાય

બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય.

૧૩ હરિગીત શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય દારુણં