ડૉ. વિકલ્પ કોટવાલ સરની બંંધારણની બુક ઓનલાઈન ખરીદવા માટે CLICK HERE

2015ના વર્ષમાં શરુ થયેલી સફરને આજે 5 વર્ષ પૂરા થયા.

ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ભારતના બંધારણ વિષે પ્રમાણભૂત માહિતી સરળ શૈલીમાં પીરસવા માટે 2015ના વર્ષમાં સંવિધાન પબ્લિકેશન્સ દ્વારા ‘ભારતનું બંધારણ – એક રાષ્ટ્રની સંહિતા’ પુસ્તક પ્રકાશિત કરાયું હતું. વિદ્યાર્થી મિત્રોના પ્રેમ અને સન્માનના કારણે આ પુસ્તકની ઉત્તરોત્તર નવી આવૃત્તિઓ પ્રકાશિત થતી રહી. 2017ના વર્ષમાં તેની બીજી આવૃત્તિ અને 2019ના વર્ષમાં તેની ત્રીજી આવૃત્તિ અમે રજૂ કરી. આ 2020ના વર્ષમાં અમે આ પુસ્તકની ચોથી આવૃત્તિ પ્રકાશિત કરી રહ્યા છીએ.

ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં દર વર્ષે નવી આવૃત્તિ પ્રકાશિત કરવાનો રીવાજ રહેલો છે, જેમાં વિગતો ભલે નવી ન ઉમેરી હોય પણ પુસ્તકનું કવર પેજ બદલીને નવી આવૃત્તિ બનાવી દેવામાં આવતી હોય છે અને આનાથી અજાણ વિદ્યાર્થીઓ સમજ્યા વગર દરેક નવી આવૃત્તિ વસાવી લેતા હોય છે. સંવિધાન પ્રકાશનનો હંમેશા એ સિધ્ધાંત રહ્યો છે કે જ્યાં સુધી નવી માહિતીનો જથ્થો સારા એવા પ્રમાણમાં તૈયાર ન થાય ત્યાં સુધી નવી આવૃત્તિ પ્રકાશિત કરવી નહિ. તેથી જ તો જ્યારે આપણા પુસ્તકની બીજી આવૃત્તિ આવી ત્યારે તેમાં પહેલી આવૃત્તિ કરતાં 118 પાનાં વધુ હતા. જ્યારે ત્રીજી આવૃત્તિ આવી ત્યારે તેમાં બીજી આવૃત્તિ કરતાં 44 પાનાં વધુ હતા. હવે આ ચોથી આવૃત્તિ 105 નવા પાનાં સાથે ઉપલબ્ધ છે.

પુસ્તકમાં મોટા ભાગના પ્રકરણોમાં સમયની માંગ પ્રમાણે ફેરફારો તો કરાયા જ છે, તે ઉપરાંત તેમાં દાખલ કરાયેલા નવા મુદ્દાઓ તેનું મુખ્ય આકર્ષણ છે. આ મુદ્દાઓની થોડી ચર્ચા કરીએ.

મુખ્ય આકર્ષણ

કોઈ પણ પુસ્તકનો પ્રયોગ કરતી વખતે વાચકે તેની પ્રમાણભૂતતા ચકાસવી રહી. પણ એ પ્રમાણભૂતતા ચકાસવી કેવી રીતે? સ્વાભાવિક છે કે એ પુસ્તકની પ્રમાણભૂતતાનું પ્રમાણ એ જ આપી શકે કે જેમણે એ પુસ્તકની મદદથી કંઇક હાંસલ કર્યું હોય. અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે UPSC, GPSC અને વર્ગ-3ની પરીક્ષાઓ, એમ તમામ પરીક્ષાઓ માટે આપણું પુસ્તક ઉપયોગી સાબિત થયું છે. ત્યાં સુધી કે LL.B.નો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને બંધારણ વિષે જાણવાની ઈચ્છા ધરાવતા અન્ય સામાન્ય વાચકોએ પણ આ પુસ્તકને વખાણ્યું છે. આનાથી પ્રેરાઈને અમે પહેલી વખત આ નવી આવૃત્તિની શરૂઆતમાં વાચકોના પુસ્તક વિષેના અભિપ્રાયો સામેલ કર્યા છે. IAS, DySP, મામલતદાર, આદિજાતી વિકાસ અધિકારી, કલર્ક વગેરે સંવર્ગોમાંથી અમે અભિપ્રાયો મેળવ્યા છે અને પુસ્તકમાં મૂક્યા છે. ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં આ એક નવતર પ્રયોગ છે, અને અમે તેની આ સાથે શરૂઆત કરી રહ્યા છીએ.  

5 ઓગષ્ટ, 2019ના રોજ જમ્મુ-કશ્મીરનો ભારતના બંધારણ હેઠળનો વિશેષ દરજ્જો નાબૂદ કરાયો. આ દરજ્જો જે રીતે નાબૂદ કરાયો તે એક કાનૂની રીતે જટીલ પ્રક્રિયા હતી. અનુચ્છેદ-370નું અર્થઘટન અને આ જટીલ પ્રક્રિયાનું વાસ્તવિક નિરૂપણ આપણા પુસ્તકની ચોથી આવૃત્તિમાં કરાયેલું છે.

સામાન્ય રીતે ભારતના બંધારણ હેઠળ માત્ર જમ્મુ-કશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાની ચર્ચાઓ જોવા મળતી હોય છે, અન્ય રાજ્યોની નહિ. વધુ એક રાજ્ય સિક્કિમને ભારતના બંધારણ હેઠળ કેવું અનન્ય સ્થાન મળ્યું હતું તેની ચર્ચા નવી આવૃત્તિમાં ઊંડાણપૂર્વક કરાયેલી છે.

સંસદીય સમિતિઓમાં મોટાભાગે 5-6 મહત્વપૂર્ણ સમિતિઓ સુધી જ ચર્ચાઓને સીમિત કરી દેવાતી હોય છે. આપણી આ ચોથી આવૃત્તિમાં 25થી વધુ સંસદીય સમિતિઓ વિષે માહિતી આપેલી છે.

અવિશ્વાસના મત વિષે તમે સાંભળ્યું હશે, પણ અવિશ્વાસનો રચનાત્મક મત એટલે શું? ગુજરાતના સાહિત્યમાં પહેલીવાર આપણા પુસ્તકમાં અવિશ્વાસના રચનાત્મક મતનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર અને રાજ્યોની સરકારો વચ્ચે સત્તાની વહેંચણી ભારતના બંધારણમાં કેવી રીતે કરવામાં આવી છે, અને તેમના સત્તાના વિષયો કયા, તેની સંપૂર્ણ માહિતી તમે આ નવી આવૃત્તિમાંથી મેળવી શકશો.

આપણી પરીક્ષાઓની તૈયારીઓનું સ્તર દિવસેને દિવસે ઊંચું જઈ રહ્યું છે. ભારતીય રાજ્યવ્યવસ્થા વિષયના પ્રશ્નોમાં હવે બહુ મોટું ભારણ રહેતું હોય છે સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓનું. આને ધ્યાને લઈને આપણા પુસ્તકની આ નવી આવૃત્તિમાં સુપ્રીમ કોર્ટના 50થી વધુ અગત્યના ચૂકાદોને સમાવી લેવામાં આવ્યા છે.

વર્ગ-3 અને GPSC/UPSCની તૈયારી કરતાં વિદ્યાર્થીઓની અલગ-અલગ જરૂરીયાતોને ધ્યાનમાં લઈને બંને માટે પુસ્તકમાં પ્રશ્નો પણ અલગ-અલગ આપવામાં આવ્યા છે.

 

આ સિવાય પણ પુસ્તકમાં બીજી નવી બાબતો આપેલી છે જેનો વાચક મિત્ર જાતે અભ્યાસ કરી શકશે.

આશા રાખીએ કે જે રીતે આ પુસ્તકની અગાઉની આવૃતિઓએ વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં સફળતા અપાવી તે જ રીતે આ પુસ્તક પણ તે પરંપરા જાળવશે.