આ આર્ટીકલમાં જ્યાં Buy Now લખેલ છે તેના પર ક્લિક કરવાથી આપ એ પુસ્તકને ઓનલાઈન ખરીદી શકશો. 
આત્મકથા
(૧) મારી હકીકત- ચાર્લી ચેપ્લીન
અતિશય કરૂણતા, દારિદ્રય અને દુઃખમાંથી હાસ્ય પ્રગટ થાય છે.
આ પુસ્તકના એક ખંડમાં ચાર્લી ચેપ્લીન કહે છે કે, એક બ્રેડનો ટુકડો નથી હોતો તેમની પાસે અને તેથી જ ભૂખના કારણે તેમની માતા પાગલ બની જાય છે.
વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકારની આવી સંઘર્ષ ગાથા દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ છે.
(૨) મારો સંઘર્ષ- એડોલ્ફ હીટલર
ગાંધીજીની આત્મકથા વાંચી હોય તો આ પુસ્તક પણ વાંચવુ, બંને ભિન્ન વ્યક્તિત્વના એકદમ જુદા વિચારો વાંચવા રસપ્રદ બની રહેશે.
(૩) અબ્રાહમ લિંકન- મણિભાઇ દેસાઇ
આ પુસ્તક આત્મકથા નથી, પણ અબ્રાહમ લિંકન પર ગુજરાતી ભાષામાં લખાયેલું શ્રેષ્ઠ જીવન વૃત્તાંત છે.
આ પુસ્તકના વાંચકને અમેરિકામાં ગુલામી પ્રથા અને તેની સામેની લડાઇનો સંપૂર્ણ ઇતિહાસ જાણવા મળશે.
(૪) મારી જનમટીપ- વીર સાવરકર
વીર સાવરકરની આત્મકથા દરેક રાષ્ટ્રવાદીને વાંચવી રહી.
આ પુસ્તકમાં વીર સાવરકરની આજીવન કેદની ક્ષણો કેદ છે.
(૫) Waiting For a Visa- Dr.B.R.Ambedkar
આપણાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબના જ શબ્દોમાં તેમના જીવનની ક્ષણો વાંચવી રહી.
નાનું પણ રસદાર એવું આ પુસ્તક દરેક ભારતીયોએ  હવે વાંચવું જોઇએ.
(૬) મહામાનવ- દિનકર જોષી
ભારતના લોખંડી પુરૂષ, અખંડ ભારતનો પાયો નાખનાર સરદાર પટેલને યાદ કરવા આ પુસ્તક અવશ્ય વાંચવુ જોઇએ.
ગાંધી : એક વિચાર, એક આદર્શ, એક યુગ
(૧) સત્યના પ્રયોગો – ગાંધીજીની આત્મકથા
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોની સાથે સાથે તમામ ભારતીયોએ અવશ્ય વાંચવા જેવું પુસ્તક.
દરેક કલાસ-૩ની પરીક્ષામાં એક-બે સવાલ ગાંધીજીના પૂછાતા હોય છે, જેની તૈયારી માટે ઉત્તમ પુસ્તક છે.
તૈયારીની સાથે સાથે જીવનમાં ઉમદા મૂલ્યો કેળવવા તમામ ભારીતયોએ આ પુસ્તક વાંચવું રહ્યું.
(૨) હિંદ સ્વરાજ – ગાંધીજીનું પ્રથમ પુસ્તક –  Buy Now
વિશેષ કરીને વર્ગ-૧/૨ ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો આ પુસ્તક અવશ્ય વાંચે. આ પુસ્તકના આધારે મુખ્ય પરીક્ષામાં ઘણી વાર પ્રશ્નો પૂછાઈ ગયા છે.
આ પુસ્તકમાં ઓગણસમી સદીમાં અને વીસમી સદીની શરૂઆતમાં ભારતમાં પ્રવર્તતી વિચારધારાઓ અને મતમતાંતરની ચર્ચા કરાઈ છે.
(૩) દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની શરૂઆત કરી અને કઇ રીતે દક્ષિણ આફ્રિકામાં રહીને બ્રિટિશ હકુમતને માત આપી તેની વાત આ પુસ્તકમાં છે.
દક્ષિણ આફ્રિકામાં જીવન દરમ્યાન જ ગાંધીજી સાધારણ મોહનમાંથી સત્યાગ્રહી ગાંધી બન્યા. જેથી આ પુસ્તક ખૂબ જ અગત્યનું છે.
(૪) મારા સ્વપ્નનું ભારત
વર્ગ-૧/૨ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નિબંધના પેપર માટેનુ આ અગત્યનું પુસ્તક છે.
આ પુસ્તકમાં ગાંધીજીએ નશાબંધી, લોકશાહી, સંપ્રદાયિકતા જેવા ઘણી બધી બાબતો પર પોતાના વિચાર આપ્યા છે. જે વિદ્યાર્થીઓને નિબંધ લખતી વખતે ઉપયોગી થઇ શકે.
આ સિવાય દરેક વ્યક્તિએ બાપુના વિચાર વાંચવા જેવા છે.
(૫) ગ્રામ સ્વરાજ
આ પુસ્તકમાં ખેતી, ગ્રામઉદ્યોગ, પશુપાલન, વાહનવ્યહાર, પાયાની કેળવણી, આરોગ્ય અને સ્વચ્છતા જેવી બાબતો પર ગાંધીજીના વિચારોનો સમાવેશ થયો છે.
પંચાયતી રાજ અને સત્તાના વિકેન્દ્રીકરણ વિશે વાંચવા ઇચ્છુક મિત્રોએ ખાસ વાંચવાલાયક પુસ્તક.
ઇતિહાસની સફરે
(૧) બોરસદ સત્યાગ્રહ- નવજીવન ટ્રસ્ટ
(૨) દાંડીકૂચ-નવજીવન ટ્રસ્ટ.
(૩) મારું હિંદનું દર્શન- નવજીવન ટ્રસ્ટ – જવાહરલાલ નેહરૂ
(૪) ‘હિંદ છોડો’ ચળવળ – યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ  Buy Now
(૫) ગુજરાતનો ઇતિહાસ – સ્વ. ર્ડા. હરિપ્રસાદ શાસ્ત્રી Buy Now
(૬) અર્વાચીન ગુજરાનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ – ર્ડા.શિવપ્રસાદ રાજગોર Buy Now
(૭) ગુજરાતની લોકસંસ્કૃતિ – ડૉ. હસુતાબેન સેદાણી Buy Now
(૮) સૌરાષ્ટના પ્રસિદ્ધ રાજવીઓ – ર્ડા.પ્રદ્યુમન શાહ
(૯) અર્ધી રાતે આઝાદી – Larry Collins અનુવાદ- અશ્વીની ભટ્ટ
(૧૦) ભારતનો સ્વતંત્રતા સંઘર્ષ – બિપિનચંદ્ર
(૧૧) ભારત ગાંધી કે બાદ – રામચંદ્ર ગુહા
નવલકથા
(૧) સિધ્ધાર્થ- હર્મન હેમ અનુવાદ: દિપક મોલિયા
હર્મન હેમ રચિત ‘સિધ્ધાર્થ’  અદ્યાત્મ અને તત્વજ્ઞાનના સેતુ સમાન ઉત્તમ  રચના છે.
નવલકથા રૂપે લખાયેલ આ પુસ્તક ભદ્રના વિચારોને ઉત્કૃષ્ટ રીતે રજૂ કરે છે.
(૨) ર્લ-મિઝરેબલ – વિકટર હ્યુગો
જીવનના દરેક મુકામે પ્રેરણાસ્રોત સમાન આ પુસ્તક દરેક વિદ્યાર્થીને અવશ્ય વાંચવાની સલાહ આપીશ.
(૩) સોક્રેટિસ – મનુભાઇ પંચોલી
સત્ય માટે જીવન અર્પિત કરનાર સોક્રેટિસની કથા ખૂબ જ પ્રેરણાદાયી છે.
(૪) પાટણની પ્રભુતા – Buy Now ગુજરાતનો નાથ – Buy Now રાજાધિરાજ – Buy Now – ક.મા.મુનશી  
ક. મા. મુનશીની આ Triology દરેક ગુજરાતીઓએ વાંચવી જ જોઇએ.
શરૂઆતથી અંત સુધી સુપરફાસ્ટ ઝડપે રોમાંચિત કરતાં પુસ્તકો છે.
(૫) માનવીની ભવાઈ Buy Now & મળેલા જીવ Buy Now – પન્નાલાલ પટેલ 
જુદા જુદા સમયમાં માનવીના કેવા જુદા રૂપ જોવા મળે છે તેનું આલેખન માનવીની ભવાઈમાં થયું છે.
દુકાળની સમસ્યા અને માણસાઈ વચ્ચે ડોલા ખાતી કથા દરેક વ્યક્તિને વિચારવા મજબૂર કરી દે તેવી છે.
મળેલા જીવ મારી સૌથી પ્રિય ગુજરાતી લવસ્ટોરી છે.
અન્ય પુસ્તકો
(૧) અમે ભારતના લોકો- નાની પાલખીવાલા
સુપ્રિમ કોર્ટના એક સમયના વકીલ જેમણે આખી સરકારને હચમચાવી મૂકેલ.
નાની પાલખીવાલાના બંધારણ અને લોકશાહી પરના વિચારો આ પુસ્તકમાં વાંચવા મળશે.
(૨) સેપિયન્સ- યુવાલ નોરવા હરારી
માણસ કેમ માણસ જેવો છે એ જાણવા માટેનું પુસ્તક.
યુવાલ નોરવા હરારી અત્યારે વિશ્વના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ મનાય છે.