આપણું વ્યાકરણ તપાસીએ:

શ્રી બિપિન ત્રિવેદી સરની “વ્યાકરણ વિહાર” બુક ઓનલાઈન ખરીદવા માટે CLICK HERE

શ્રી બિપિન ત્રિવેદી સરની “વ્યાકરણ વિહાર” બુકની ડેમો કોપી જોવા માટે CLICK HERE

સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં સંઘર્ષ સાથે પોતાની જાતને સાબીત કરવાનો પ્રયત્ન કરી રહેલા વિદ્યાર્થી ભાઈ-બહેનો નમસ્કાર,

         આજના આ આર્ટિકલમાં આપણે તમને પરીક્ષામાં સીધી કે આડકતરી રીતે ઉપયોગી થાય તેવી કેટલીક ખાલી જગ્યાઓ જોઈએ. તમામના જવાબ નીચે આપ્યા જ છે, પરંતુ પહેલા તમે વાંચીને જવાબ પસંદ કરજો. અને એક અલગ કાગળમાં લખતા જજો. અંતમા તમારા જવાબ સાથે આર્ટિકલમાં આપેલા જવાબ સરખાવજો. આ માહિતી તમને પરીક્ષામાં અને જીવનમાં ચોક્ક્સ ઉપયોગી થશે.

  • નીચેની ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

૧) હું સવારમાં છ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ …………….. નીકળી ગયો. (વાગે,વાગ્યે)

૨) તમારું ધ્યેય ઊંચું છે પણ અભ્યાસમાં …………………. નથી આપતા. (લક્ષ,લક્ષ્ય)

૩) શકુંતલા ………………. આંખે જોતી હતી. (ત્રાંસી, ત્રાસી)

૪) ભગવાન દરેકની ………………….. પૂરી કરે.(મનોકામના,મન:કામના)

૫) તમે કાર્યક્રમમાં ………………….. પધારજો.(વહેલાસર,વેળાસર)

૬) અમે મહેમાનો માટે …………………. કરી રાખી છે. (સગવડતા,સગવડ)

૭) રાજા મહેલની …………………… હતા. (ભીતર,ભીતરમાં)

૮) માણસે ………………… બનવું જોઈએ. (નિરાભિમાની,નિરભિમાની)

૯) તેમણે …………….. વાત કરી? (શું,શી)

૧૦) લોકોએ ………………. અભિપ્રાય આપ્યો. (શું,શો)

૧૧) તેણે પોતાના ઘરનું નામ ગણેશ …………………. રાખ્યું હતું. (ભવન,ભુવન)

૧૨) સ્નેહા ……………… નંબરે પાસ થઈ. (પહેલાં,પહેલા)

૧૩) તમે મારા ………………… કપડા લાવશો? (સારુ,સારું)

૧૪) તેનું ……………… પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત બનવાનું હતું. (લક્ષ્ય,લક્ષ)

૧૫) સફળતાની ખાતરી મળવાથી તે ……………….. થઈને ઊંઘ્યો. (નિશ્વિંત,નિશ્વિત)

જવાબ-

૧) વાગ્યે

૨) લક્ષ

૩) ત્રાંસી

૪) મન:કામના

૫) વેળાસર

૬) સગવડ

૭) ભીતર                 

૮) નિરભિમાની 

૯) શી 

૧૦) શો 

૧૧) ભવન 

૧૨) પહેલા 

૧૩) સારુ 

૪) લક્ષ્ય 

૧૫) નિશ્વિંત