છત્તીસગઢ સરકારે કૌશલ અને તાલીમાર્થી ઉમેદવારોને નોકરી શોધવામાં મદદ કરવાના ઉદ્દેશ્યથી રોજગાર સંગી એપ્લિકેશન લોન્ચ કરેલ છે. આ એપ્લિકેશનને રાષ્ટ્રીય માહિતી વિજ્ઞાન કેન્‍દ્રની મદદથી વિકસિત કરવામાં આવેલ છે. આ એપ્લિકેશન થકી છત્તીસગઢ સ્ટેટ સ્કીલ ડેવલપમેન્‍ટ ઑથોરીટી દ્વારા રજૂ થયેલ ૭૦૫ પાઠ્યક્રમો હેઠળ ૭ લાખ તાલીમાર્થી વિદ્યાર્થીઓને લાભ થશે.