દર વર્ષે ૧૨ મી જાન્‍યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્‍મ જયંતીના અવસર
પર રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય દેશનું ભવિષ્ય મનાતા
યુવાઓમાં તર્કસંગત વિચારને પ્રોત્સાહન આપવાનું છે. દેશ પ્રતિ સ્વામી વિવેકાનંદના
યોગદાનને જોતા ભારત સરકારે વર્ષ ૧૯૮૪ માં તેમના જન્‍મ દિવસને રાષ્ટ્રીય યુવા
દિવસના રૂપમાં જાહેર કરેલ . રાષ્ટ્રીય યુવા દિવસ પ્રથમ વખત વર્ષ ૧૯૮૫ માં
મનાવવામાં આવેલ
.

ખાસ નોંધ :- આંતર રાષ્ટ્રીય યુવા દિવસ ૧૨ મી ઓગસ્ટના દિવસે મનાવવામાં આવે છે.